દેવગુરૂ બૃહસ્પતિ આવનારા એક વર્ષ આ રાશિઓ પર રહેશે મહેરબાન, મળશે લાભ

Guru Gochar: ગુરૂનું રાશિ પરિવર્તન ઘણી રાશિના જાતકો માટે આવનારા 11 મહિના માટે શુભ સાબિત થશે. જાણો તમારી રાશિ પર ગુરૂની કૃપા થશે કે નહીં. 

દેવગુરૂ બૃહસ્પતિ આવનારા એક વર્ષ આ રાશિઓ પર રહેશે મહેરબાન, મળશે લાભ

Guru Rashi Parivartan 2023: દેવગુરૂ બૃહસ્પતિને સુખ-સંપત્તિ, વૈભવ તથા એશ્વર્ય વગેરેના કારક માનવામાં આવ્યા છે. જન્મકુંડળીમાં ગુરૂ ગ્રહની સુભ સ્થિતિ જાતકને ફર્શથી અર્શ સુધી પહોંચાડી શકે છે. ગુરૂનો પ્રભાવ વૈવાહિક જીવન પર પણ પડે છે. વર્ષ 2023માં ગુરૂ ગ્રહે 22 એપ્રિલે મેષ રાશિમાં પ્રવેશ કર્યો હતો. આવનારા એક વર્ષમાં ગુરૂ આ રાશિમાં રહેવાના છે. ગુરૂ 1 મે 2024 સુધી મેષ રાશિમાં રહેશે. જાણો ગુરુ ગોચરથી આવનારા 11 મહિના કઈ રાશિના જાતકોને જબરદસ્ત લાભ થશે.

1. મેષ રાશિઃ ગુરૂ મેષ રાશિમાં બિરાજમાન છે, તેવામાં આ ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ છે. આ દરમિયાન તમારા અટવાયેલા કામ પૂરા થશે. માતા-પિતાનો સહયોગ પ્રાપ્ત થશે. વૈવાહિક જીવન સુખદ રહેશે, નોકરી કરનાર જાતકોની આવકમાં વધારો થઈ શકે છે. ધન લાભના યોગ બનશે. 

2. સિંહ રાશિઃ ગુરૂ રાશિ પરિવર્તન સિંહ રાશિના જાતકો માટે કોઈ વરદાનથી ઓછુ નથી. આવનારા 11 મહિનામાં આ તમને સુખ-સમૃદ્ધિ અપાવશે. કાર્યોમાં સફળતા હાસિલ કરશે. કરિયરમાં નવી ઉંચાઈઓ પ્રાપ્ત કરશો. વેપારીઓને લાભ થશે. 

3. કન્યા રાશિઃ કન્યા રાશિના જાતકો માટે આવનારા 11 મહિના આર્થિક પ્રગતિ લઈને આવી શકે છે. આ સમયમાં તમારા અટવાયેલા નાણા પાછા મળશે. કોર્ટ-કચેરીમાં ચાલી રહેલાં મામલામાં સફળતા મળશે. પિતાનું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. 

4. તુલા રાશિઃ તુલા રાશિના જાતકોને આ સમયમાં ધનલાભ થઈ શકે છે. આ સમયમાં જો તમારા પૈસા કોઈ જગ્યાએ ફસાયા છે તો તે પરત મળી શકે છે. જમીન કે વાહનની ખરીદી સંભવ છે. ધાર્મિ કાર્યોમાં મન લાગશે. સંતાન તરફથી સુખદ સમાચાર મળી શકે છે. 

5. મીન રાશિઃ મીન રાશિના જાતકોને આ સમયમાં સફળતા હાસિલ થશે. આ દરમિયાન તમને ઉચ્ચાધિકારીઓનો સહયોગ મળશે. સંબંધો મજબૂત થશે. પૈતૃક સંપત્તિ મળી શકે છે. નોકરી કરનાર જાતકોને પ્રમોશનની સાથે પગારમાં વધારો થઈ શકે છે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારી પર અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news