Vastu Tips: સવારે ઉઠતાવેંત ભૂલથી પણ ના જોશો અરીસો, નહીંતર બગડી જશે તમારું ભાગ્ય

Vastu Tips: ઘરના વડીલો ઘણીવાર એવી વાતો કહે છે, જેના પર યુવા પેઢી ધ્યાન આપતી નથી. સવારે ઉઠીને તમારે સવારે શું કરવું અને શું ન કરવું તે અંગે વડીલોની સલાહ ન સાંભળતા હોય, પરંતુ ધ્યાનમાં રાખો કે વાસ્તુ અનુસાર, આ ટિપ્સમાં કેટલીક એવી વાસ્તુ ટિપ્સ છે જે તમારું નસીબ ચમકાવી શકે છે અને બગાડી શકે છે.

Vastu Tips: સવારે ઉઠતાવેંત ભૂલથી પણ ના જોશો અરીસો, નહીંતર બગડી જશે તમારું ભાગ્ય

vastu shastra: ઘરના વડીલો ઘણીવાર એવી વાતો કહે છે, જેના પર યુવા પેઢી ધ્યાન આપતી નથી. સવારે ઉઠીને તમારે સવારે શું કરવું અને શું ન કરવું તે અંગે વડીલોની સલાહ ન સાંભળતા હોય, પરંતુ ધ્યાનમાં રાખો કે વાસ્તુ અનુસાર, આ ટિપ્સમાં કેટલીક એવી વાસ્તુ ટિપ્સ છે જે તમારું નસીબ ચમકાવી શકે છે અને બગાડી શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે આંખ ખુલતાની સાથે જ કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આવો જાણીએ તેમના વિશે...

આ ચીજોને ના દેખો
1- જંગલી પ્રાણીઓના ફોટા:

ઘણા ઘરોમાં હિંસક પ્રાણીઓ અથવા જંગલી પ્રાણીઓની પેન્ટિંગ હોય છે, જેના પર સવારે ઉઠતા જ ઘરમાં રહેતા લોકોની નજર પડે છે. આ તસવીરોને ભૂલથી પણ ન જોવી જોઈએ.

2- પડછાયો:
જ્યારે તમે સવારે ઉઠો છો, ત્યારે તમારે તમારો પોતાની કે બીજા કોઈનો પડછાયો બિલકુલ ન જોવો જોઈએ. જો તમે સૂર્યને જોવા માટે બહાર ગયા હોવ અને તમારો પડછાયો પશ્ચિમ દિશામાં જોયો, જ્યારે સૂર્ય પૂર્વમાંથી ઉગ્યો હોય. તો તેને વાસ્તુ અનુસાર રાહુનો સંકેત માનવામાં આવે છે. આવી સ્થિતિમાં પશ્ચિમ તરફ પડછાયો જોવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે.

3- વાસી વાસણો
સવારે ઉઠીને ક્યારેય રાત્રે જમ્યા પછીના વાસી વાસણો ન જોવા જોઈએ. વાસ્તુ અનુસાર એવું કહેવામાં આવે છે કે રાત્રે બધા વાસણો સાફ રાખવા જોઈએ.

4- અરીસો:
સવારે ઉઠીને ક્યારેય અરીસો ન જોવો જોઈએ. કહેવાય છે કે સવારે અરીસામાં જોવાથી તમને રાતની બધી નકારાત્મકતા અરીસામાંથી મળી જાય છે.

સવારે ઉઠો ત્યારે શું કરવું?
વાસ્તુ અનુસાર સવારે ઉઠતાની સાથે જ હથેળીઓ જુઓ. હાથની હથેળીમાં ઘનશ્યામ, સરસ્વતી અને લક્ષ્મીનો વાસ છે. હથેળીઓને કમળ કહેવામાં આવે છે. હથેળીઓ જોયા પછી ભગવાનનું નામ લો અને પછી તેને ચહેરા પર માલિશ કરો. પછી તમારા દિવસની નવી શરૂઆત માટે પ્રાર્થના કરો. આ પછી પાણી પીવો અને સૂર્ય તરફ જુઓ. જે લોકો સૂર્યોદય પહેલા ઉઠે છે તેઓ જો ચંદ્ર નીકળેલો હોય તો તેના દર્શન કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news