50 વર્ષ બાદ એક સાથે બન્યા 'લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ', આ 3 જાતકોને મળશે પદ-પ્રતિષ્ઠા અને પૈસા

Astrology: વૈદિક જ્યોતિષ અનુસાર 50 વર્ષ બાદ લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ બની રહ્યો છે. જેનાથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. આ જાતકોને લાભ થશે. 
 

50 વર્ષ બાદ એક સાથે બન્યા 'લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ', આ 3 જાતકોને મળશે પદ-પ્રતિષ્ઠા અને પૈસા

નવી દિલ્હીઃ વૈદિક જ્યોતિષ અનુસાર બુધ ગ્રહે 9 એપ્રિલે વક્રી અવસ્થામાં મીન રાશિમાં પ્રવેશ કરી લીધો છે અને મીન રાશિમાં પહોંચતા જ બુધ ગ્રહની સૂર્યદેવ અને શુક્ર દેવ સાથે યુતિ બની ગઈ છે. તો તમને જણાવી દઈએ કે મીન રાશિમાં શુક્ર અને બુધ ગ્રહની યુતિથી લક્ષ્મી નારાયણ રાજયોગ તો સૂર્ય અને બુધની યુતિથી બુધાદિત્ય રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ વર્ષો પછી એક સાથે બની રહ્યાં છે. તેવામાં આ રાજયોગોના પ્રભાવથી કેટલાક જાતકોનું ભાગ્ય ચમકી શકે છે. સાથે ધન સંપત્તિમાં વધારો થઈ શકે છે. આવો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે...

મેષ રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ લાભકારી સાબિત થઈ શકે છે. આ સમયે તમને કરિયરના મોર્ચે સફળતા મળશે. આ સમયે તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે. આ દરમિયાન તમે કોઈ નવું કાર્ય શરૂ કરી શકો છો. તો દાંપત્ય જીવનમાં તમારા જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આ સમયે સમાજમાં તમારૂ માન-સન્માન અને પ્રતિષ્ઠા વધશે. સાથે આ સમયે તમે નવું વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. 

વૃષભ રાશિ
લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગનું બનવું વૃષભ રાશિના જાતકો માટે ફળયાદી રહેશે. આ સમયે તમારી આવકમાં જોરદાર વધારો થઈ શકે છે. આથે આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે. આ દરમિયાન તમને રોકાણથી લાભ થશે અને વિદેશથી પણ સફળતા મળવાનો સંયોગ બની રહ્યો છે. આ સમયે તમને સંતાન સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. સાથે જે લોકો એક્સપોર્ટ અને ઈમ્પોર્ટનો વ્યવસાય ક0રે છે તેને સારો લાભ થઈ શકે છે. 

સિંહ રાશિ
તમારા લોકો માટે લક્ષ્મી નારાયણ અને બુધાદિત્ય રાજયોગ શુભ સાબિત થઈ શકે છે. આ સમયે તમે કોઈ વાહન કે પ્રોપર્ટી ખરીદી શકો છો. સાથે ખુદનો નવો બિઝનેસ શરૂ કરવા ઈચ્છો છો તો સફળતા મળશે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આ દરમિયાન તમે બચત કરવામાં પણ સફળ થશો. તો આ સમયે કોઈ નાની-મોટી યાત્રા કરી શકો છો જે શુભ રહેશે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી જાણકારીઓ પર અમે તે દાવો નથી કરી રહ્યાં કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. વધુ જાણકારી માટે તમે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news