ગુજરાતના 'રણછોડદાસ ચાંચડ'! આ શિક્ષકે સરકારી શાળાના વિદ્યાર્થીઓને રમતાં રમતાં અપાવ્યા 200 જેટલા મેડલ

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક સલાટ અમૃતભાઈની મહેનત આજે રંગ લાવી રહી છે. 2017માં શિક્ષક અહીંયા આવ્યા બાદ શાળામાં ઇન્ડોર અને આઉટ ડોર રમતો શરૂ કરવામાં આવી અને આજે આ સ્કૂલના બાળકો રમત ગમતમાં આગળ વધતા જોવા મળ્યા છે.

ગુજરાતના 'રણછોડદાસ ચાંચડ'! આ શિક્ષકે સરકારી શાળાના વિદ્યાર્થીઓને રમતાં રમતાં અપાવ્યા 200 જેટલા મેડલ

રઘુવીર મકવાણા/બોટાદ: જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃતભાઈ સલાટ વિદ્યાર્થીઓને અનોખી રીતે અભ્યાસ કરાવી રહ્યા છે. ઇન્ડોર અને આઉટડોર રમત રમાડી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે છે. અત્યાર સુધીમાં રમત ગમતમાં 195 જેટલા મેડલ મેળવ્યા છે. તેમજ 17 વિદ્યાર્થીઓ સરકારીની ડી.એલ.એસ.એસ યોજના અંતર્ગત 1,75,000 ની સહાય મેળવી અભ્યાસ કરી રહ્યા છે. 

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલ ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક સલાટ અમૃતભાઈની મહેનત આજે રંગ લાવી રહી છે. 2017માં શિક્ષક અહીંયા આવ્યા બાદ શાળામાં ઇન્ડોર અને આઉટ ડોર રમતો શરૂ કરવામાં આવી અને આજે આ સ્કૂલના બાળકો રમત ગમતમાં આગળ વધતા જોવા મળ્યા છે. છેલ્લા ચાર ખેલ મહાકુંભમાં તાલુકની સ્પર્ધામાં શાળા પ્રથમ નંબરે આવી રહી છે. જેમાં 54 ગોલ્ડ, 41 સિલ્વર, અને 50 બ્રોઝ મેડલ મેળવ્યા છે. 

No description available.

જિલ્લા લેવલે 11 ગોલ્ડ,10 સિલ્વર અને 11 બ્રોઝ મેડલ મેળવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 195 જેટલા મેડલ સ્કૂલ દ્વારા મેળવ્યા છે. તેમજ ડી.એલ.એસ.એસ યોજનામાં 17 બાળકોએ પ્રવેશ લઈને બાળક દીઠ સરકાર તરફથી 175000નું વાર્ષિક પેકેજની અભ્યાસની તાલીમ મેળવતા થયા. જેને લઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓ હાજરી વધતી જોવા મળી છે. 

No description available.

આજના ટેકનોલોજીના યુગમાં બાળકો મોબાઇલમાં ગેમ રમતા વધુ જોવા મળતા હોય છે અને તેની અસર તેમના અભ્યાસ ઉપર થતી હોય છે. ત્યારે બાળકો મોબાઈલથી દૂર રહે અને અભ્યાસમાં વધુ આગળ વધે તેવા હેતુ સાથે ભીમનાથ પ્રાથમિક શાળાના શિક્ષક અમૃત ભાઈ રમતો શરૂ કરી છે જેમાં ક્લાસની અદર અને ગ્રાઉન્ડ માં રમત રમાડતા જોવા મળે છે તેમની પાસે અલગ અલગ 1500 જેટલી રમતો છે. ત્યારે તેમના આ નવતર પ્રયોગથી સ્કૂલમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો તેમજ વિદ્યાર્થીઓ માં અભ્યાસ પ્રત્યે રુચિ વધી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news