પાવાગઢ મંદિરની એવી કાયાપલટ થશે કે વૈષ્ણોદેવી મંદિરને પણ ટક્કર મારશે, આવુ છે પ્લાનિંગ
Pavagadh Temple : ૫૧ શક્તિપીઠ પૈકીના પાવગઢ ખાતે આવેલા શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ માટે રૂ.૧૨૧ કરોડ ખર્ચાશે... વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી મંદિર પરિસર સુઘી કરાશે.... પાવાગઢ ખાતે ૫ હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભવ્યાતિભવ્ય ભોજનાલયનું નિર્માણ કરાશે ... ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા ૪૦ કરોડથી વઘુના ખર્ચે કરાશે
Trending Photos
Pavagadh Temple પંચમહાલ : તું કાળી ને કલ્યાણી..., પાવા તે ગઢથી ઉતર્યા.... પાવા વાગ્યા પાવાગઢમાં અને હું તો પાવલી લઇને.... આવા અનેક ગુજરાતી ગરબા મહાકાળી માતાજી પર સાંભળવા મળે છે. પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકામાં આવેલા કુદરતી સોદર્યથી ભરપૂર પાવગઢ પવર્ત આવેલો છે. આ પર્વત પર ગુજરાતીઓના આસ્થાના કેન્દ્ર જગતજનની મા કાલિકાનું મંદિર આવેલું છે. વર્ષ દરમ્યાન લાખોની સંખ્યામાં ભક્તો શ્રી મહાકાળી માતાજીના દર્શને આવે છે. માતાજીના દર્શન કરીને અને કુદરતી સોદર્ય નિહાળી ઘન્યતા અનુભવે છે.
ગુજરાતીઓના આસ્થા કેન્દ્ર સમા પાવગઢ સાથે અનેક દંતકંથાઓ લોકમુખે કહેવાય છે. એટલું જ નહીં, અહીં ગૌરવવંતી ગુર્જરધરાની ચાંપાનેર ઐતિહાસિક વિરાસત પણ ભગ્નાવશેષ સ્વરૂપે ધરબાયેલી છે. અનેક કુદરતી તાંડવ અને ઝંઝાવાતો પછી પણ આ પાવાગઢ પર્વત અકબંધ અને અડીખમ છે. લાખો શ્રદ્ધાળુઓ અને શક્તિ ઉપાસકો માટે આસ્થાનું પ્રતિક બની રહ્યો છે.
પાવગઢ ખાતે આવેલું ૫૧ શક્તિપીઠ પૈકીનું શ્રી મહાકાળી માતાજી મંદિરના સર્વાંગી વિકાસ અને ભક્તોની સુવિઘા માટે ગુજરાત સરકારના ગુજરાત પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર પાવગઢના વિકાસ માટે વર્ષ- ૨૦૧૭માં રૂપિયા ૧૨૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. દેશના વડાપ્રઘાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે તા. ૧૮મી જૂન, ૨૦૨૨ના રોજ રુપિયા ૧૨૧ કરોડના કામોનું લોકાર્પણ અને મંદિરની ઘ્વજારોહણ વિધિ કરવામાં આવી હતી.
બિહારમાં સાવચેતીના ભાગરુપે નદીના ધોવાણને રોકવા કિનારે મૂકાઈ રેતીની બોરીઓ #Bihar #Monsoon #Monsoon2023 pic.twitter.com/kNEa8by7Xq
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
હવે, તો કહે છે કે, મંદિરની રોનક બદલાઇ ગઇ છે. સરકાર દ્વારા સમગ્ર પાવાગઢના સર્વાંગી વિકાસ બે તબક્કામાં સુચારું આયોજન કરવામાં આવ્યું છે. પાવગઢમાં ફેઝ- ૧માં પાવગઢમાં વાયડનીંગ ઓફ પાથ-વે, ટોયલેટ બ્લોક, પોલીસ બુથ, વોટર હટ, સીટીંગ પેવેલીયન, ચોક, ઓટલા, ફુડ કોર્ટ, વોટર સપ્લાય એન્ડ ડ્રેનેજ, સાયનેજીસ વગેરે વિકાસ કામમાં કરવામાં આવ્યા છે. વાયડનીંગ ઓફ પાથ- વેની કુલ લંબાઇ ૩.૦૧ કિ.મી કરવામાં આવી છે. જેને કુલ ૨૫ સ્ટ્રેચમાં વહેચવામાં આવી છે. જેમાં કુલ- ૨૩૭૪ પગથિયાનું નિર્માણ કરવામાં આવ્યું છે.
ફેઝ- ૨માં મંદિરના પરિસરના વિસ્તૃતિકરણની કામગીરી કરવામાં આવી હતી. જેમાં હયાત મંદિર પરિસર ૫૪૫ ચો.મી.નું હતું. જે વિસ્તૃતિકરણ બાદ મંદિર પરિસરનો એરિયા ત્રણ લેવલમાં વિસ્તારવામાં આવ્યો છે. જેમાં લેવલ – ૧ માં ૪૦૦ ચો.મી., લેવલ- ૨ ૧૩૯૫ ચો.મી., અને લેવલ- ૩માં ૧૧૮૫ ચો.મી. મળી કુલ- ૨૯૮૦ ચો.મી.નું વિસ્તૃતિકરણ કરવામાં આવ્યું છે. તેમજ પાથ- વે વીજળીકરણ, પબ્લીક એડ્રેસ સિસ્ટમ તથા સી.સી.ટી.વી.ની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
નવસારીની નદીઓમાં પૂર, પાણીમાં ફસાયેલા પરિવારનું રેસ્ક્યું!#navsari #waterlogging #gujarat #rain #rainfall #ZEE24kalak pic.twitter.com/2iqrIiFy0F
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
આ રમણીય યાત્રાઘામ તળેટી, માંચી અને શ્રી મહાકાળી માતાજીનું મંદિર એમ મુખ્યત્વે ત્રણ ભાગમાં વહેંચાયેલું છે. ફેઝ- ૩માં પાવગઢ યાત્રાઘામમાં તળેટીના વિસ્તાર માંચી ચોક ખાતે ભક્તોને પુરતી પાયાની સુવિઘા ઉપલબ્ઘ કરાવવાનું આયોજન છે. ભક્તોને માંચ ચોક ખાતે ખાણીપીણીના સ્ટોલ, ઇન્ફોર્મેશન સેન્ટર, હેલ્થ, પોલીસ, વોટર સપ્લાય, વીજળી અને એડમીન બ્લોક બનાવવા માટે સરકારે વર્ષ- ૨૦૨૨-૨૩ના વર્ષમાં રૂપિયા ૧ કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
પાવાગઢ યાત્રાઘામ ખાતે આવનારા યાત્રાળુઓની સુવિઘા માટે ફેઝ- ૩ ’એ’ માં માંચી ચોક ખાતે ઓફિસ બ્લોક – એનું બાંઘકામ, ચાચર ચોકનું સ્ટોન ફલોરિંગ, મલ્ટી લેવલ પાર્કિંગ, શૌચાલય, પ્રવેશ દ્વાર, સાઇનેજીસ, ફાયર- ફાઇટીંગ, વોટર સપ્લાય, ડ્રેઇનેજીસ અને ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી અંદાજે રૂપિયા ૧૩ કરોડના ખર્ચે કરવામાં આવનાર છે.
કરો રાજાધિરાજ દ્વારકાધીશના શૃંગાર આરતી અને અન્નકુટના દર્શન #Dwarka #Dwarkadhish #Gujarat #JayDwarkadhish #Live pic.twitter.com/cpW7xnofbc
— Zee 24 Kalak (@Zee24Kalak) June 30, 2023
યાત્રાઘામ પાવગઢ ખાતે લાખોની સંખ્યામાં ભક્તો આવતા હોવાની વાતને ઘ્યાનમાં રાખીને સરકાર દ્વારા ફેઝ- ૩- બી માં ચાંપાનેર ખાતે ૨- પાર્કિંગ, ચાંપાનેરના અંદર અને બહારના રસ્તાની કામગીરી, ફોર્ટનું લાઇટીંગ- ઇલેક્ટ્રીફીકેશનની કામગીરી રૂપિયા ૪૦ કરોડથી વઘુના ખર્ચે કરવામાં આવનાર છે.જેની કામગીરી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે.
જગતજનની મા કાલિકાના મંદિરનો માસ્ટરપ્લાનિંગ કરી તેનો સર્વગ્રાહી વિકાસ થાય તે હેતુંથી સરકારે કુલ પ્રોજેક્ટ રકમ ૨૩૮ કરોડના ખર્ચે વિવિઘ વિભાગોની કામગીરી માટે નાણાકીય વર્ષ- ૨૦૨૩-૨૪માં નવી બાબત રૂપે રૂપિયા ૧૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેને સૈધ્ધાંતિક મજુરી આપવામાં આવી છે.
વડીલો સહિત ભક્તો મહાકાળી માતાજીના દર્શન કરવામાં સરળતા રહે તે માટે સરકાર દ્વારા રોપ- વે એક્સ્ટેશનની કામગીરી હેઠળ મંદિર પરિસર સુઘી પહેાંચી શકાય તે માટે હાઇડ્રોલિક લીફટની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ૫ હજાર કરતા વઘુ ભક્તો જમી શકે તે માટે ભોજનાલય બનાવવામાં આવનાર છે. રાજય સરકારના આ પ્રયાસોથી આ તીર્થસ્થાનમાં શ્રધ્ધા સાથે સુવિઘાનો સંગમ થશે. જેનાથી વઘુને વઘુ માઇ ભકતો માના દર્શને ઉમટી પડશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે