શ્રી રામે હનુમાને પૂછ્યું કે તમે કેમ આખા શરીરે લગાવો છો સિંદૂર? જાણો શું જવાબ મળ્યો

Hanumanji: હનુમાનજીને સિંદૂર ચઢાવવા પાછળ શું છે સીતા-રામની કહાની? કેમ હનુમાન જીને ચડાવવામાં આવે છે સિંદૂર? કઈ રીતે હનુમાનજીનું નામ પડ્યું બજરંગ બલી? જાણો રોચક છે કહાની...

શ્રી રામે હનુમાને પૂછ્યું કે તમે કેમ આખા શરીરે લગાવો છો સિંદૂર? જાણો શું જવાબ મળ્યો

Hanumanji: સામાન્ય રીતે શનિવારને હનુમાનજીનો વાર માનવામાં આવે છે. શનિવારના દિવસે શ્રદ્ધાળુઓ હનુમાનજીની પ્રતિમાને સિંદૂર ચઢાવતા હોય છે. હનુમાનજીના આખા શરીરી સિંદૂર લગાવવામાં આવે છે. તેથી ઘણી જગ્યાએ તો હનુમાનજીની આખી મૂર્તિઓ પર જ સિંદૂર લાગેલું હોય છે. પણ શું તમે જાણો છોકે, આખરે હનુમાનજીને કેમ ચઢાવવામાં આવે છે સિંદૂર

સિંદૂર સાથે જોડાયેલી પ્રથાનું શું છે કારણ?
એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. સંકટમોચક હનુમાનજીના ભક્તોની સંખ્યા અગણિત છે. હનુમાનજી ને સમર્પિત કરવામાં આવેલા મંગળવાર અને શનિવારે લોકો વ્રત રાખે છે. તેમની પૂજા અર્ચના કરે છે. આવું કરવાથી હનુમાનજી પોતાના ભક્તોના તમામ સંકટો દૂર કરે છે. હનુમાન જીના અનેક નામ છે. જેમાંથી એક છે બજરંગબલી. હનુમાનજીનું નામ બજરંગબલી પડવા પાછળ એક પૌરાણિક કથા પણ છે.

કઈ રીતે પડ્યું બજરંગ બલી નામ?
બળ અને બુદ્ધિના દેવતા હનુમાનજી ખૂબ જ શક્તિશાળી છે. તેમણે એક હાથે આખો પર્વત ઉપાડ્યો હતો. પુરાણો પ્રમાણે તેમનું આખું શરીર વજ્ર સમાન છે એટલે તેમને બજરંગ બલી કહેવામાં આવે છે. તો એક પૌરાણિક કથા અનુસાર એકવાર માતા સીતાને સિંદૂર લગાવતા જોઈ હનુમાનજીએ પુછ્યું કે તમે સિંદુર કેમ લગાવો છો? તો માતા સિતાએ કહ્યું કે તે સુહાગનું પ્રતિક છે. પોતાના પતિ શ્રી રામના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે તે પોતાના સેંથામાં સિંદૂર ભરે છે.

હનુમાનજી કેમ આખા શરીરે લગાવતા હતા સિંદૂર?
હનુમાન જીએ માતા સિતાની વાતને સાંભળીને વિચાર્યું કે જ્યારે માત્ર સેંથામાં સિંદૂર પુરવાથી ભગવાનને આટલો લાભ થાય છે તો હું આખા શરીરમાં જ સિંદૂર લગાવી લઉં છું, જેનાથી ભગવાન શ્રી રામ અમર થઈ જશે. હનુમાન જીને આખા શરીરમાં સિંદૂર લગાવેલા જોઈને ભગવાન શ્રી રામ તેનું કારણ પુછે છે. હનુમાનજી જ્યારે કારણ કહે છે તો તે જાણીને ભગવાન ખૂબ જ પ્રસન્ન થાય છે. ત્યારે તેઓ હનુમાનજીને કહે છે કે, આજથી તમારું નામ બજરંગ બલી પણ રહેશે. બજરંગબલી બે શબ્દોથી બન્યું છે. બજરંગ એટલે કેસરી અને બલી એટલે શક્તિશાળી. બસ ત્યારથી જ રામભક્ત હનુમાનને સિંદુર ચડાવવાની પ્રથા છે. આનાથી તેઓ ખૂબ જ ખુશ થાય છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી જનરલ જાણકારી અને માન્યતાઓ પર આધારિત છે.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news