ઘરમાં નેગેટિવ એનર્જી હોય ત્યારે બને છે આવી ઘટનાઓ, બચવું હોય તો કરવા આ ઉપાય

Indications Of Negative Energy: ઘણા ઘરમાં આવું થતું જોવા મળે છે કે પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડાઓ થતા હોય, સારા કામ થતાં થતાં અટકી જાય. અચાનક અણધારી ઘટનાઓ બની જાય. ઘરમાં એક પછી એક અપશુકન થતા રહે. આવી રીતે બનતી અણધારી ઘટનાઓ પાછળ નકારાત્મક ઊર્જા જવાબદાર હોઈ છે.

ઘરમાં નેગેટિવ એનર્જી હોય ત્યારે બને છે આવી ઘટનાઓ, બચવું હોય તો કરવા આ ઉપાય

Indications Of Negative Energy: ઘણા ઘરમાં આવું થતું જોવા મળે છે કે પરિવારના સભ્યો વચ્ચે સતત ઝઘડાઓ થતા હોય, સારા કામ થતાં થતાં અટકી જાય. અચાનક અણધારી ઘટનાઓ બની જાય. ઘરમાં એક પછી એક અપશુકન થતા રહે. આવી રીતે બનતી અણધારી ઘટનાઓ પાછળ નકારાત્મક ઊર્જા જવાબદાર હોઈ છે. ઘરમાં નકારાત્મક ઊર્જા વધી જાય ત્યારે આવી ઘટના બને છે. આજે તમને જણાવીએ એવા સંકેતો વિશે જે દર્શાવે છે કે ઘરમાં નકારાત્મક ઊર્જા વધી છે અને તેને દુર કરવાના ઉપાયો વિશે પણ જાણકારી આપીએ.
 
ઘરમાં નકારાત્મક ઊર્જા હોવાના સંકેતો

આ પણ વાંચો:
 
જો ઘરમાં સકારાત્મક ઊર્જા હોય તો લોકો ખુશ અને સ્વસ્થ રહે છે. પરંતુ જ્યારે  ઘરમાં નકારાત્મક ઊર્જા વધી જાય છે તો મન અશાંત અને શરીર અસ્વસ્થ વધારે રહે છે. 
 
- જો ઘરની વસ્તુઓ વારંવાર તુટી જતી હોય તો તે ઘરમાં નકારાત્મક ઊર્જા હોવાનો સંકેત હોય છે.

- પરિવારનામાં કોઈ બીમાર પડે અને સારવાર પછી પણ તબીયત ન સુધરે તો તે પણ નકારાત્મક ઊર્જાના કારણે હોય શકે છે. 
 
- કોઈપણ કારણ વગર ઘરના લોકો ટેન્શનમાં રહે કે નિરાશ રહે છે. 

- કારણ વગર નજીવી બાબતો પર પણ ઘરમાં રોજેરોજ ઝઘડા થાય.

- મનમાં સતત નકારાત્મક વિચારો આવવા. 
 

નકારાત્મક ઊર્જા કેવી રીતે દૂર કરવી

નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે તમારા ઘરના પ્રવેશ દ્વારને હંમેશા સાફ રાખો. અઠવાડિયામાં એકવાર પાણીમાં લીંબુનો રસ મિક્સ કરી અને ઘરના દરવાજા અને બારીઓ સાફ કરવા. નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે ઘરમાં પોતા કરવાના પાણીમાં મીઠું મિક્સ કરી ઉપયોગમાં લેવું. આ સિવાય લાલ કપડામાં 1.25 કિલો મીઠું બાંધીને ઘરના રસોડામાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈની નજર ન પડે.

 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news