Reliance Jio: મુકેશ અંબાણીને તગડો ઝટકો! ઝડપથી સાથ છોડી રહ્યા છે યૂઝર્સ, BSNLને બંપર ફાયદો
જિયોની માર્કેટમાં ભાગીદારી ઘટી ગઈ છે. હવે જિયો પાસે 40.20% માર્કેટ શેર છે. એરટેલ પાસે 33.24%, વોડાફોન આઈડિયા પાસે 18.41%, અને BSNL પાસે 7.98% માર્કેટ શેર છે. બધુ મળીને તમામ ટેલિકોમ કંપનીઓએ સપ્ટેમ્બરમાં એક કરોડ જેટલા ગ્રાહકો ગુમાવ્યા છે.
Trending Photos
મુકેશ અંબાણીની કંપની જિયોએ સપ્ટેમ્બર મહિનામાં 79.7 લાખ ગ્રાહકો ગુમાવ્યા છે. આ ખુબ મોટી સંખ્યા છે. તેનાથી જિયોની માર્કેટમાં ભાગીદારી ઘટી ગઈ છે. હવે જિયો પાસે 40.20% માર્કેટ શેર છે. એરટેલ પાસે 33.24%, વોડાફોન આઈડિયા પાસે 18.41%, અને BSNL પાસે 7.98% માર્કેટ શેર છે. બધુ મળીને તમામ ટેલિકોમ કંપનીઓએ સપ્ટેમ્બરમાં એક કરોડ જેટલા ગ્રાહકો ગુમાવ્યા છે.
BSNL ને થયો ફાયદો
જ્યારે જિયોના અનેક ગ્રાહકોએ તેનો સાથ છોડી દીધો, ત્યારે બીજી બાજુ ફક્ત BSNL ને નવા ગ્રાહકો મળ્યા. BSNL એ 8.5 લાખ નવા ગ્રાહકો જોડ્યા. આ સિવાય Vodafone Idea અને એરટેલે પણ ગ્રાહકો ગુમાવવાનો વારો આવ્યો છે. વોડાફોન આઈડિયાએ 15.5 લાખ ગ્રાહકો ગુમાવ્યા અને એરટેલે 14.3 લાખ ગ્રાહકો ગુમાવ્યા. સપ્ટેમ્બરમાં 1 કરોડ 33 લાખ લોકોએ પોતાના મોબાઈલ નંબર બદલવા માટે અરજી કરી હતી.
જિયો હજુ પણ નંબર 1
આ વખતે ગ્રાહકો ઘટવાથી ટેલિકોમ કંપનીઓની દુનિયામાં ખુબ મોટો ફેરફાર આવ્યો છે. આવું એટલા માટે થયું કારણ કે આ વર્ષે જુલાઈમાં મોટી ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાન્સના ભાવ લગભગ 25 ટકા વધાર્યા હતા. આમ છતાં જો કે જિયો હજુ પણ દેશની સૌથી મોટી ટેલિકોમ કંપની છે.
રિલાયન્સ જિયોએ હાલમાં જ પોતાના લેટેસ્ટ ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. આ દરમિયાન લગભઘ 1 કરોડ 10 લાખ લોકો જિયો છોડીને જતા રહ્યા. પરંતુ જિયોના 5G નેટવર્કના યૂઝર્સની સંખ્યા વધીને 14.7 કરોડ થઈ ગઈ. આ સિવાય જિયોને ગત વર્ષની સરખામણીમાં વધુ ફાયદો થયો છે. હવે જિયોનો પ્રોફિટ 6,536 કરોડ રૂપિયા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે