Canada Visa: કાયમ માટે કેનેડા જવું છે પણ વિઝાનું ટેન્શન છે? આ રીતે મેળવી શકશો કેનેડાના PR વિઝા

Canada Citizenship: ગુજરાતીઓને કેનેડા જવાના ખુબ જ અરમાનો હોય છે. ત્યાંની લાઈફ તેમને ખુબ આકર્ષે છે. કાયમી વસવાટ માટે આકાશ પાતાળ એક કરતા હોય છે.ત્યારે અમે તમને જણાવીશું કે કેનેડાની નાગરિકતા મેળવવા માટે શું કરવું. 

Canada Visa: કાયમ માટે કેનેડા જવું છે પણ વિઝાનું ટેન્શન છે? આ રીતે મેળવી શકશો કેનેડાના PR વિઝા

Canada PR Visa: કેનેડા જવું અને ત્યાં કાયમી રહેવાનું વિચારવું એમાં જરાય ખોટું નથી. આમ પણ ગુજરાતીઓ તો કેનેડા જવા માટે એટલા તલપાપડ હોય છે કે તેના માટે કઈ પણ કરી છૂટે છે. પણ શું કેનેડાની નાગરિકતા મળવી એટલી સહેલી છે ખરી? ઈમીગ્રેશન વગેરેની શરતો જોઈએ તો આ કામ સાવ સરળ તો ન કહી શકાય. તમારે અનેક પડકારો પાર કરવા પડે છે ત્યારે નાગરિકતા મળે છે. 

નાગરિકતા માટેની પહેલી શરત
કેનેડાની નાગરિકતા માટે પહેલી શરત તો એ છે કે તમે છેલ્લા 5 વર્ષમાં કેનેડામાં ઓછામાં ઓછા 1095 દિવસ વિતાવ્યા હોવા જોઈએ. જો આ શરત પૂરી કરો તો તમે નાગરિકતા માટે અરજી કરી શકો છો. પરંતુ તેમાં પણ એક પણ પેચ છે. છેલ્લા 5 વર્ષમાં વિતાવેલા જે દિવસોની વાત અહીં થઈ રહી છે તે તમામ દિવસો એક બરાબર નથી. એટલે કે એવું નથી કે તમે આંગળી પર ગણી લીધા અને 1095 દિવસનો હિસાબ થઈ ગયો તો તમે નાગરિકતા માટે અરજી કરી શકશો. આવું જરાય નથી. 

ઈમીગ્રેશનમાં એ જ દિવસો ગણવામાં આવશે જે દિવસોમાં તમે કેનેડામાં ફીઝીકલી ઉપસ્થિત હોવ. એટલે કે તમે કેનેડામાં ફિઝિકલી જેટલા દિવસ રહેશો (તમારી ત્યાં જ હાજરી હોવી જોઈએ) નાગરિકતા માટે એટલા જ દિવસો ગણવામાં આવશે. 

બીજી શરત
ત્યારબાદ શરત એ છે કે કેનેડામાં ફિઝિકલી હાજરી નોંધાવવા માટે તમારે ઓછામાં ઓછા બે વર્ષ સુધી સ્થાયી રહીશ તરીકે ત્યાં રહેવું પડશે. જો એક વર્ષના 365 દિવસ તમે કેનેડામાં અસ્થાયી રીતે વસવાટ કર્યો હોય તો તેને એક હાફ ડે એટલે કે અડધો  દિવસ ગણવામાં આવશે. આ પ્રકારે તમારે 365 દિવસ દિવસ ગણતરી કરવા માટે 2 વર્ષ રહેવું પડશે. કારણ કે બે અડધા દિવસ મળીને એક દિવસ થશે. આ આધાર પર તમારો સ્થાયી વસવાટ નક્કી થશે. 

નાગરિકતા માટે આ રીતે કરો અરજી
આ અંગે તમારી પાસે વિસ્તૃત જાણકારી હોવી જરૂરી છે. આ માટે તમે 'ઈમીગ્રેશન, રેફ્યૂજી એન્ડ સિટિઝનશીપ કેનેડા' (IRCC) ની વેબસાઈટ જોઈ શકો છો. સિટિઝનશીપનું કામ સરળ બને અને નાગરિકતા લીધા બાદ કોઈ મામલો ન ફસાય તે માટે IRCC કેટલીક ખાસ સલાહ આપે છે. વેબસાઈટ  કહે છે કે કેનેડાની નાગરિકતા માટે અરજી કરતા પહેલા એ જરૂર નક્કી કરી લો કે તમે ત્યાં 1095 દિવસ સુધી ફિઝિકલી હાજર હોવ. આ ઉપરાંત કેટલીક અન્ય શરતો પણ છે જે નાગરિકતા  પૂરી કરવા માટે જરૂરી હોય છે. 

ત્રણ વર્ષનો ટેક્સ ભરવો જરૂરી
નાગરિકતા ત્યારે જ મળશે જ્યારે તમારા વિરુદ્ધ કોઈ અપરાધિક કેસ નોંધાયેલો ન હોય. તમારે કેનેડાના નાગરિક ફરજોની જાણકારી રાખવી પડશે. આ સાથે જ કેનેડાની ભૂગોળ, રાજકીય માહિતી અને ઈતિહાસની જાણકારી રાખવી જોઈએ. તેનાથી નાગરિકતા મેળવવામાં સરળ રહેશે. કેનેડાના સમાજમાં સારી રીતે ભળી જવા માટે અને સુલભ વસવાટ માટે કાં તો અંગ્રેજી અથવા તો ફ્રેન્ચ ભાષા આવડતી હોવી જોઈએ. જો તમારી ઉંમર 18 થી 54 વર્ષની વચ્ચે હોય તો તમારે ભાષાકીય જ્ઞાનના કોઈ દસ્તાવેજો જમા કરાવવાના રહેશે. નાગરિકતા લેતા પહેલા તમે કેનેડામાં 5 વર્ષ વિતાવ્યા હોય, તેમાંથી 3 વર્ષ સુધી તમે ટેક્સ ભર્યો હોય તે પણ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news