આ પક્ષી ઘરમાં માળો બાંધે તો તમારો બેડોપાર! રાતોરાત અંબાણી-અદાણી જેવું થઈ જશે જીવન

ઘરમાં જીવ જંતુ અથવા પશુ-પક્ષીઓનું આવું સામાન્ય બાબત છે. તમે પણ જોયું હશે કે ઘણી વખત ઘરમાં પક્ષીઓ માળો બનાવી લેતા હોય છે, તો ઘણી જગ્યાએ મધમાખી પણ અવારનવાર પોતાનો મધપુડો બનાવી લેતી હોય છે.

આ પક્ષી ઘરમાં માળો બાંધે તો તમારો બેડોપાર! રાતોરાત અંબાણી-અદાણી જેવું થઈ જશે જીવન

ઝી બ્યૂરો, અમદાવાદઃ હિન્દુ ધર્મ જ્યોતિષ શાસ્ત્ર અને વાસ્તુશાસ્ત્રમાં અનેક એવી બાબતો કહેવામાં આવી છે જે તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે. જે તમારા જીવનને એક હકારાત્મક દિશા આપી શકે છે. જે તમારી દશા અને દિશા બદલી શકે છે. આવી જ એક બાબત વાસ્તુશાસ્ત્રમાં પણ કહેવામાં આવી છે, જે પક્ષીઓ સાથે સંબંધિત છે. ઘણીવાર પક્ષીઓ તમારા ઘરમાં માળો બાંધતા હોય છે. ત્યારે આપણે આ વસ્તુને કંઈ રીતે જોવી જોઈએ? ચકલી, કબુતર કે કોઈ પક્ષી તમારા ઘરમાં માળો બાંધે તો એ શુભ ગણાય કે અશુભ આ અંગે જાણવાની જરૂર છે.

ઘરમાં જીવ જંતુ અથવા પશુ-પક્ષીઓનું આવું સામાન્ય બાબત છે. તમે પણ જોયું હશે કે ઘણી વખત ઘરમાં પક્ષીઓ માળો બનાવી લેતા હોય છે, તો ઘણી જગ્યાએ મધમાખી પણ અવારનવાર પોતાનો મધપુડો બનાવી લેતી હોય છે. તેમાં શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઘટના તમારા જીવન અને ઘર ઉપર શું અસર પાડી શકે છે? તો ચાલો તેના વિશે જાણીએ....

વાસ્તુશાસ્ત્રમાં કહ્યું છેકે, જે ઘરની દિશા યોગ્ય તેની દશા યોગ્ય, જે ઘરનું વાસ્તુ યોગ્ય હોય છે, ત્યાં પોઝિટિવ એનર્જી, સુખ અને પૈસા આવે છે. જ્યાં વાસ્તુદોષ રહેશે, ત્યાં નેગેટિવ એનર્જી, દુઃખ અને ગરીબી આવે છે. વાસ્તુશાસ્ત્રમાં પશુ-પક્ષીઓ, જીવજંતુનાં ઘરમાં પ્રવેશ કરવાને લઈને પણ શુભ-અશુભ વાતો જણાવવામાં આવેલ છે.

કાંડર-
મધમાખીની જેમ કાંડર પણ ઘરમાં પોતાનું મધપુડો બનાવે છે. તેમના મધપુડા મોટાભાગનાં ઘરોમાં જોવા મળે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંદાના મધપુડાનું ઘરમાં હોવું શુભ માનવામાં આવતું નથી. જો તે ઘરમાં હોય તો એક બાદ એક ઘણી ઘટનાઓ બની શકે છે. આ સ્થિતિમાં તમારે કાંડર મધપુડાને સાવધાનીથી દુર કરવો જોઈએ. તેમાં જ તમારી ભલાઈ છે.

મધમાખી-
મધમાખી ઘણી વખત ઘરના ખુણામાં પોતાનો મધપુડો બનાવી લેતી હોય છે. અમુક લોકો તેને જાણી જોઈને ભગાડતા નથી. તેમને તાજા અને મીઠા મધની લાલચ રહે છે. પરંતુ વાસ્તુશાસ્ત્રનું માનવામાં આવે તો ઘરમાં મધમાખીનો મધપુડો રહેવો સારી વાત નથી. તેનાથી કોઇ મોટી દુર્ઘટના થવાની સંભાવના રહે છે. તેમાં જો ઘરમાં મધમાખી મધપુડો બનાવે છે, તો તેને ખુબ જ સાવધાની સાથે દુર કરવો જોઈએ.

કબુતર-
કબુતર અવારનવાર ઘરમાં માળો બનાવતા રહે છે. ઘણા લોકો તેમના મળ થી પરેશાન રહે છે, એટલા માટે તેને ભગાડી દેતા હોય છે, પરંતુ તમારે આવી ભુલ ન કરવી જોઈએ. કબુતરને ભગાડવાનો મતલબ છે માં લક્ષ્મીને ઘરથી દુર મોકલવા. હકીકતમાં માં લક્ષ્મીને કબુતર ખુબ જ પ્રિય હોય છે. તેવામાં જો તે તમારા ઘરમાં માળો બનાવે છે તો ત્યાં માં લક્ષ્મી જરૂર પધારે છે. જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે.

ચકલી-
આમ, તો ચકલી હવે જાણી દિવસે દિવસે લુપ્ત થઈ રહી છે. પણ જો આ ચીંચીં કરતી ચકલી તમારા ઘરને પોતાનું ઘર બનાવે તો શું થાય? તે તમને કેવા સંકેત આપે છે? તમારા જીવનમાં તેનાથી કેવો પ્રભાવ પડે તે પણ જાણવા જેવું છે. વાસ્તુશાસ્ત્ર મુજબ જો કોઈ ચકલી તમારા ઘરમાં માળો બનાવે છે, તો તેને તોડવો જોઈએ નહીં અથવા તો તેને ભગાડવી જોઈએ નહીં. આ ચીજો શુભ હોય છે. તેનાથી ઘરમાં સુખનું આગમન થાય છે. તે ઘરમાં સમૃદ્ધિ લઈને આવે છે, એટલું જ નહીં તેનાથી તમારું ભાગ્ય પણ ચમકી ઊઠે છે. ઘરમાં કોઈ વાસ્તુદોષ હોય તો ચકલીનાં માળા બનાવવાથી તે દુર થઈ જાય છે. તેના કારણે રાતોરાત તમારું ભાગ્ય ખુલી શકે છે. તમારું કિસ્મત ચમકી શકે છે. તમને આકસ્મિક રીતે અણધાર્યો લાભ મળી શકે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી જનરલ માહિતી પર આધારિત છે. ઝી24કલાક આ અંગેની પુષ્ટી કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news