500 વર્ષ બાદ બન્યો છે આ 'દુર્લભ રાજયોગ', આ 3 રાશિવાળા રાજા-મહારાજા જેવું જીવન જીવશે, સફળતા કદમ ચૂમશે

Rajyog : બુધ અને ગુરુનું ગોચર ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવે છે. બુધ અને ગુરુની યુતિ નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ યોગ લગભગ 500 વર્ષ બાદ બની રહ્યો છે. ગુરુ અને બુધની યુતિ લાભદાયક માનવામાં આવે છે. આ તમને મોટો લાભ કરાવી શકે છે. 

500 વર્ષ બાદ બન્યો છે આ 'દુર્લભ રાજયોગ', આ 3 રાશિવાળા રાજા-મહારાજા જેવું જીવન જીવશે, સફળતા કદમ ચૂમશે

Rajyog :  બુધ અને ગુરુનું ગોચર ધાર્મિક દ્રષ્ટિએ ખુબ મહત્વ ધરાવે છે. ગુરુ અને બુધની યુતિ લાભદાયક માનવામાં આવે છે. બુધ અને ગુરુની યુતિ નવપંચમ રાજયોગનું નિર્માણ કરે છે. એવું માનવામાં આવે છે કે આ યોગ લગભગ 500 વર્ષ બાદ બની રહ્યો છે. નવપંચમ યોગના નિર્માણથી કેટલીક રાશિવાળા માટે સારા દિવસો શરૂ થઈ શકે છે. આ તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. 

જ્યારે ગુરુ હાલ મેષ રાશિમાં છે

બુધે 26 માર્ચના રોજ મધરાતે 3.05 વાગે મીન રાશિમાંથી પોતાની મુસાફરી સમાપ્ત કરીને મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. 8 એપ્રિલ સુધી મેષ રાશિમાં રહેશે. જ્યારે ગુરુ હાલ મેષ રાશિમાં છે અને 1 મે 2024ના રોજ તે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. બુધના મેષ રાશિમાં બિરાજમાન રહેવાથી નવપંચમ રાજયોગ રહેશે. ગુરુ અને બુધ મળીને કઈ રાશિવાળાઓનું ભાગ્ય ચમકાવશે તે જાણો...

કર્ક રાશિ
ગુરુ અને બુધની યુતિ કર્ક રાશિવાળા માટે ખુબ લાભદાયક માનવામાં આવી રહી છે. કાર્યક્ષેત્રમાં તમને તમારા મિત્રો અને બોસનો ભરપૂર સહયોગ મળશે. આર્થિક કષ્ટોમાંથી મુક્તિ મળી શકે છે અને તમે રોકાણના નવા વિકલ્પો વિશે વિચારી શકો છો. વિદેશ પ્રવાસ કરવાના પણ યોગ બની રહ્યા છે. 

ધનુ રાશિ
ધનુ રાશિવાળા માટે ગુરુ અને બુધની યુતિ શુભ માનવામાં આવી રહી છે. બુધ અને ગુરુના શુભ પ્રભાવથી તમારા તમામ અટકેલા કાર્યો પૂરા થશે. કોઈ નવું કામ શરૂ કરવા માટે અત્યંત શુભ સમય માનવામાં આવી રહ્યો છે. સુખ સંપત્તિ વધશે. જો કે સ્વાસ્થ્યમાં ધ્યાન રાખવાની જરૂર છે. આમ આ રાજયોગ તમારા માટે ફાયદાનો સોદો છે. 

સિંહ રાશિ
સિંહ રાશિવાળા માટે ગુરુ અને બુધની યુતિ ખુબ લાભકારી છે. નોકરી કરી રહેલા લોકો પ્રશંસાને પાત્ર બનશે. વેપારીઓ માટે આવકના નવા સ્ત્રોત ખુલશે. નાની મોટી મુશ્કેલીઓ આવી શકે છે. જે તમારા પાર્ટનરના સપોર્ટથી સરળતાથી ઉકેલાઈ શકે છે. જેટલા તમે નિડર રહેશો, એટલી જ સફળતા કદમ ચૂમશે. આમ તમને આ રાજયોગથી ફાયદો જ ફાયદો છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news