હરિદ્વાર ખાતે મોરારીબાપુ દ્વારા માનસ હરિદ્વારનું કરશે ગાન
કોરોનાની બીજી લહેરના વ્યાપક પ્રસારથી, કથા દરમિયાન સાવચેતીનાં તમામ પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાટેસ્ટ નેગેટિવ હોય એનું સર્ટિફિકેટ ધરાવનારને જ કથાના પંડાલમાં પ્રવેશ મળશે.
Trending Photos
હરિદ્રાર: પૂજ્ય મોરારીબાપુના કુલ કથાક્રમની ૮૫૮ મી રામ કથા "માનસ હરિદ્વાર" તારીખ ૩એપ્રીલથી હરિદ્વાર ખાતે આરંભાઈ રહી છે. પંચ દશાનન જૂનાઅખાડાના આચાર્ય મહામંડલેશ્વર અવધેશાનંદગિરિજી મહારાજના- કનખલ સ્થિત, હરિહર આશ્રમના આયોજન હેઠળ મહાકુંભના પર્વ દરમિયાન ગંગા કિનારે કથા ગાન થવાનું છે.
કથાના નિમિત્ત માત્ર યજમાન નૈરોબીકેન્યા–આફ્રિકા સ્થિત નિલેશભાઇ જસાણી પરિવાર છે. વ્યવસ્થાની તમામ જવાબદારી વારાણસીના અખિલેશજી ખેમકા અને કિશનજી ઝાલાનની ટીમ દ્વારા સંભાળવામાં આવી છે.
કોરોનાની બીજી લહેરના વ્યાપક પ્રસારથી, કથા દરમિયાન સાવચેતીનાં તમામ પગલાં ભરવામાં આવ્યા છે. કોરોનાટેસ્ટ નેગેટિવ હોય એનું સર્ટિફિકેટ ધરાવનારને જ કથાના પંડાલમાં પ્રવેશ મળશે. મર્યાદિત શ્રોતાઓને જ નિમંત્રિત કરવામાં આવ્યા છે. કુંભના મહાપર્વ દરમિયાન દેશ અને દુનિયામાંથી હજારો શ્રદ્ધાળુઓ કુંભ સ્નાન માટે ઉમટી પડતા હોય છે.
એક તરફ કોરોના અને બીજી તરફ ભાવિક ભક્તોની ભીડને લીધે આયોજકોએ મર્યાદિત આમંત્રિતો સિવાય અન્ય કોઈ માટે નિવાસ વ્યવસ્થા કરી નથી. બાપુએ પણ “માનસ વૃન્દાવન” કથા દરમિયાન સહુ શ્રોતાઓને ટીવીનાં માધ્યમથી કથા શ્રવણ કરવાનો અનુરોધ કર્યો હતો.
૩/૪/૨૦૨૧ શનિવારે સાંજે ચારથી સાત દરમિયાન અને ૪/૪થી ૧૧/૪/૨૦૨૧ દરમિયાન સવારે ૦થી૧/૩૦ દરમિયાન આસ્થા ટીવી તેમજ ચિત્રકૂટ ધામનીયુ ટ્યૂબ ચેનલ દ્વારા કથાનું લાઇવ પ્રસારણ જોઈ-સાંભળી શકાશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે