Navratri 2023: આજે નવમું નોરતું, જાણો મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ અને મુહૂર્ત વિશે

Navratri 2023: બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી મા દુર્ગાના નવમા રુપનું નામ સિદ્ધિદાત્રી છે. તે બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રિ પૂજનના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું આસન કમળ અને વાહન સિંહ છે.

Navratri 2023: આજે નવમું નોરતું, જાણો મા સિદ્ધિદાત્રીની પૂજા વિધિ અને મુહૂર્ત વિશે

Navratri 2023: આજે નવલી નવરાત્રિનું નવમું નોરતુ, આજના દિવસે કરો મા સિદ્ધિદાત્રીની પૂજા. જાણો કેમ આજનો દિવસ શાસ્ત્રોક્ત રીતે માનવામાં આવે છે ખાસ. શાસ્ત્રોમાં મા સિદ્ધિદાત્રીનેસિદ્ધિ અને મોક્ષની દેવી માનવામાં આવે છે. મા સિદ્ધિદાત્રી મહાલક્ષ્મી જેવા કમળ પર બિરાજમાન છે. માતાને ચાર હાથ છે. માતાના હાથમાં શંખ, ગદા, કમળનું ફૂલ અને એક ચક્ર છે. મા સિદ્ધિદાત્રીને દેવી સરસ્વતીનું સ્વરૂપ પણ માનવામાં આવે છે. નવમી તિથિ પર કન્યા પૂજા પણ કરવામાં આવે છે. 

સિદ્ધિદાત્રી કોને કહે છે?
નવદુર્ગાના સિદ્ધિ અને મોક્ષ આપનારા સ્વરૂપને સિદ્ધિદાત્રી કહે છે. સિદ્ધિદાત્રીની પૂજા નવરાત્રના નવમા દિવસે (NINTH DAY OF NAVRATRI 2022) કરવામાં આવે છે. દેવ, યક્ષ, કિન્નર, દાનવ, ઋષિ-મુનિ, સાધક અને ગૃહસ્થ આશ્રમમાં જીવનયાપન કરનારા ભક્ત સિદ્ધિદાત્રીની પૂજા કરે છે. તેનાથી તેમને યશ, બળ અને ધનની પ્રાપ્તિ થાય છે. સિદ્ધિદાત્રી દેવી એ તમામ ભક્તોને મહાવિદ્યાઓની અષ્ટ સિદ્ધિઓ પ્રદાન કરે છે, જે શુદ્ધ અને સાચા મનથી તેમની આરાધના કરે છે. એવી માન્યતા કરે છે કે, તમામ દેવી-દેવતાઓને પણ મા સિદ્ધિદાત્રીથી જ સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.

બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી મા દુર્ગાના નવમા રુપનું નામ સિદ્ધિદાત્રી છે. તે બધા પ્રકારની સિદ્ધિઓ આપનારી છે. નવરાત્રિ પૂજનના નવમાં દિવસે તેમની ઉપાસના કરવામાં આવે છે. તેમને ચાર ભુજાઓ છે. તેમનું આસન કમળ અને વાહન સિંહ છે. ડાબા અને જમણા હાથમાં એક ચક્ર. ઉપરવાળા હાથમાં ગદા, જમણી બાજુ નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ પુષ્પ છે. ભગવતીના આ સ્વરૂપની જ આપણે નવરાત્રિના અંતિમ દિવસે આરાધના કરીએ છીએ. મા દુર્ગાના આ રૂપને શતાવરી અને નારાયણી પણ કહેવામાં આવે છે.

સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. 

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2079ના આસો મહિનાની શુક્લ પક્ષની નોમ 05:44 PM સુધી બાદમાં દશમ

વાર:- સોમવાર

યોગ:- શૂળ 06:53 AM સુધી બાદમાં ગંડ

કરણ:-બાલવ 06:54 AM સુધી બાદમાં કૌલવ 05:44 AM સુધી બાદમાં તૈતિલ

નક્ષત્ર: શ્રવણ 05:14 PM સુધી બાદમાં ધનિષ્ઠા

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય-
સૂર્યોદય:- 06:24 AM

સૂર્યાસ્ત:- 06:12 PM

આજની રાશિ-
આજની ચંદ્ર રાશિ મકર રાશિ 04:23 AM ઓક્ટોબર 24 સુધી

અભિજીત મુહૂર્ત-
અભિજીત મુહૂર્ત 11:52 AM થી 12:38 PM

રાહુ કાળ-
આજ રોજ રાહુ કાળ 07:55 PM થી 09:21 PM સુધી રહેશે.હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news