New Year 2025: 1 જાન્યુઆરીએ કરી લો આ 5 કામ, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ

દરેક ઈચ્છે છે કે તેનું આપનારૂ નવું વર્ષ અઢળક ખુશીઓ લાવે અને તેને ભાગ્યનો સાથ મળે. તેવામાં જો તમે ઈચ્છો છો કે નવું વર્ષ તમારા માટે મંગળમય હોય તો તે માટે તમે નવા વર્ષના પ્રથમ દિવસે કેટલાક જ્યોતિષ ઉપાય કરો.
 

New Year 2025: 1 જાન્યુઆરીએ કરી લો આ 5 કામ, માતા લક્ષ્મીના મળશે આશીર્વાદ, ધન-સંપત્તિની થશે પ્રાપ્તિ

New Year 2025 Astro Remedies: હિન્દુ ધર્મમાં નવા વર્ષ કે કોઈ પણ શુભ કામની શરૂઆતને ખાસ માનવામાં આવે છે. નવું વર્ષ હંમેશા નવી આશાઓ અને અઢળક ખુશીઓ લઈને આવે છે. જો તમે પણ ઈચ્છો છો કે વર્ષ 2025 તમારા માટે ખુશીઓ અને સફળતાથી ભરેલું હોય તો તેની શરૂઆત સાચી રીતે કરવી ખુબ જરૂરી છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમે નવા વર્ષની શરૂઆત કેટલાક જ્યોતિષ ઉપાય સાથે કરો છો તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓનું આગમન થશે. આ સાથે તમારા પર વર્ષ દરમિયાન માતા લક્ષ્મીની કૃપા બનેલી રહેશે. તો આવો જાણીએ વર્ષ 2025ની શરૂઆત કયા ઉપાયથી કરવી જોઈએ, જેનાથી તમારૂ આખું વર્ષ સારૂ રહે.

બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો
સનાતન ધર્મમાં બ્રહ્મ મુહૂર્તના સમયને શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર બ્રહ્મ મુહૂર્તમાં કરવામાં આવેલા કાર્યોનું ફળ વધુ મળે છે. તેથી નવા વર્ષની શરૂઆત બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાની સાથે કરો. આ સમયે ધ્યાન, યોગ કે પ્રાર્થના કરો. આમ કરવાથી દિવસભર તમારૂ મન શાંત અને ઉર્જાથી ભરેલું રહેશે.

સવારે ઉઠી તમારૂ હથેળીને જુઓ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઉઠી પોતાની હથેળીને જોવી શુભ માનવામાં આવે છે. તેમ કહેવામાં આવે છે કે આપણી હથેળીમાં દેવી લક્ષ્મી, સરસ્વતી અને ભગવાન વિષ્ણુનો વાસ હોય છે. તેથી નવા વર્ષના પ્રથમ દિવસે ઉઠી પોતાની હથેળીના દર્શન કરો અને આ મંત્રનો જાપ કરો.

'કરાગ્રે વસતે  લક્ષ્મી કર મધ્યે સરસ્વતી
કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ ' 

દાન કરો અને જરૂરીયાતમંદની મદદ કરો
નવા વર્ષની શરૂઆત કોઈ જરૂરીયાતમંદની મદદ કરી કરો. આ દિવસે કોઈ જરૂરીયાતમંદને ભોજન, કપડા કે કોઈ અન્ય જરૂરી સામાન દાન કરો. તેનાથી તમને શાંતિ મળશે અને બીજાના ચહેરા પર ખુશી લાવવાનું પુણ્ય મળશે. 

ભગવાનની પૂજા કરો
નવા વર્ષના પહેલા દિવસે ભગવાનની પૂજા જરૂર કરો. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો અને પરિવાર સાથે મળી ભગવાનને પ્રાર્થના કરો કે આ વર્ષ તમારા માટે સુખ-શાંતિ અને સફળતા લાવો. આ સાથે નવા વર્ષના દિવસે તમારા ઘરની સાફ-સફાઈ કરો. ઘરને શણગારો અને પરિવારની સાથે સમય પસાર કરો. ઘરનો માહોલ ખુશીઓથી ભરેલો બનાવો જેથી નવા વર્ષની શરૂઆત સારી થાય.

નવા સંકલ્પ લો
નવા વર્ષે નવી શરૂઆતનો સમય હોય છે. આ દિવસે તમારા જીવનને સારૂ બનાવવા માટે સંકલ્પ લો. જેમ કે દરરોજ વ્યાયામ કરવો, સમય પર કામ કરવું, કોઈ ખરાબ આદત છોડવી. આ નાના-નાના ફેરફાર તમારા વર્ષને સારૂ બનાવી શકે છે.

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news