Peepal Tree: પીપળા નીચે કયા સમયે દીવો કરવો શુભ ? જાણો સવાર-સાંજની પૂજાનો યોગ્ય સમય
Peepal Tree: જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં જળ અર્પણ કરી દીવો કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. શાસ્ત્રમાં પીપળાના ઝાડની નીચે દીવો કરવાનો યોગ્ય સમય પણ જણાવેલો છે. પીપળાની પૂજા કરવામાં આ સમયને ધ્યાનમાં લેવો જરૂરી છે.
Trending Photos
Peepal Tree: સનાતન ધર્મમાં છોડ અને ઝાડનું વિશેષ મહત્વ છે. અલગ અલગ ઝાડમાં દેવી દેવતાઓનો વાસ હોવાની વાત કહેવામાં આવી છે. જે રીતે તુલસીના છોડમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તે રીતે પીપળાના ઝાડમાં ત્રિદેવનો વાસ હોય છે. માન્યતા છે કે રોજ સવારે તુલસીમાં જળ અર્પણ કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે સાથે જ સાંજના સમયે તુલસી પાસે દીવો કરવો પણ શુભ ગણાય છે. તેવી જ રીતે પીપળાના ઝાડની નીચે દીવો કરવો પણ શુભ માનવામાં આવે છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડમાં જળ અર્પણ કરી દીવો કરવાથી વ્યક્તિની બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે. શાસ્ત્રમાં પીપળાના ઝાડની નીચે દીવો કરવાનો યોગ્ય સમય પણ જણાવેલો છે. પીપળાની પૂજા કરવામાં આ સમયને ધ્યાનમાં લેવો જરૂરી છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડની સામે સવારના સમયે દીવો કરવો શુભ રહે છે. જો તમે સવારના સમયે દીવો કરવા માંગો તો સવારે 7 વાગ્યાથી 10 વાગ્યાની વચ્ચે જ પીપળાના ઝાડમાં પાણી ચઢાવી દીવો કરવો જોઈએ.
તુલસી કે પીપળા જેવા પવિત્ર ઝાડની નીચે સાંજના સમયે દીવો કરવો પણ શુભ ગણાય છે. જો સાંજના સમયે પીપળાના ઝાડની નીચે દીવો કરવામાં આવે તો ઘરમાં સુખ, સમૃદ્ધિ વધે છે. સાંજના સમયે દીવો કરવો હોય તો સાંજે 5 થી 7 વાગ્યાની વચ્ચે દીવો કરી લેવો જોઈએ.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પીપળાના ઝાડની નીચે મોડી રાત્રે એટલે કે 9 વાગ્યા પછી દીવો કરવો નહીં આ સમય અશુભ ગણાય છે.
પીપળાના ઝાડ નીચે રોજ દીવો કરવાથી શુભ ફળ મળે છે પરંતુ ગુરૂવાર અને શનિવાર વિશેષ દિવસ છે આ દિવસે દીવો કરવો અતિ શુભ છે.
પીપળાના ઝાડની નીચે હંમેશા સરસવના તેલનો અથવા તો ઘીનો દીવો કરવો જોઈએ. આ રીતે દીવો કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે