Trigrahi Yog 2024: 1 વર્ષ પછી કુંભ રાશિમાં સર્જાશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ, 20 ફેબ્રુઆરીથી 3 રાશિના લોકો દિવસ-રાત ગણશે રુપિયા

Trigrahi Yog 2024: બુધ ગ્રહના કુંભ રાશિમાં પ્રવેશથી ત્રિગ્રહી યોગ સર્જાશે. કારણ કે કુંભ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને શનિ ગોચર કરી રહ્યા છે. એક જ રાશિમાં બુધ, સૂર્ય અને શનિની યુતિ સર્જાવાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ યોગ કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી શકે છે.

Trigrahi Yog 2024: 1 વર્ષ પછી કુંભ રાશિમાં સર્જાશે શક્તિશાળી ત્રિગ્રહી યોગ, 20 ફેબ્રુઆરીથી 3 રાશિના લોકો દિવસ-રાત ગણશે રુપિયા

Trigrahi Yog 2024: વૈદિક જ્યોતિષ અનુસાર દરેક ગ્રહ તેના નિશ્ચિત સમય પર રાશિ પરિવર્તન કરે છે. ગ્રહોના રાશિ પરિવર્તન દરમિયાન ઘણી વખત શુભ યોગ પણ સર્જાતા હોય છે. આવા યોગનો પ્રભાવ દેશ દુનિયા પર પણ જોવા મળે છે. આવો જ એક શક્તિશાળી યોગ 20 ફેબ્રુઆરી 2024 થી સર્જાશે. 20 ફેબ્રુઆરીએ ગ્રહોના રાજકુમાર બુધ કુંભ રાશિમાં ગોચર કરશે.

બુધ ગ્રહના કુંભ રાશિમાં પ્રવેશથી ત્રિગ્રહી યોગ સર્જાશે. કારણ કે કુંભ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને શનિ ગોચર કરી રહ્યા છે. એક જ રાશિમાં બુધ, સૂર્ય અને શનિની યુતિ સર્જાવાથી ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. આ યોગ કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકાવી શકે છે. રાશિચક્રની ત્રણ રાશિના લોકોને કારકિર્દી, વેપાર અને પારિવારિક જીવનમાં લાભ પ્રાપ્ત થશે. તો ચાલો તમને જણાવીએ કઈ છે અત્યારે ભાગ્યશાળી રાશિઓ.

કુંભ રાશિ

કુંભ રાશિમાં જ ત્રણ ગ્રહોનો ત્રિગ્રહી યોગ સર્જાવવાનો છે. જેના કારણે આ રાશિના લોકોની કાર્યશૈલીમાં નિખાર આવશે. ધન કમાવાની સારી તકો મળશે. કાર્યથી ઉપરી અધિકારીઓને સંતોષ મળશે અને પ્રમોશન પણ થઈ શકે છે. વ્યક્તિત્વમાં નિખાર આવશે. લગ્નજીવન શાનદાર રહેશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે.

મિથુન રાશિ

ત્રિગ્રહી યોગ મિથુન રાશિના લોકો માટે પણ અનુકૂળ સિદ્ધ થશે. આ યોગ નવમ ભાવમાં સર્જાશે છે જેના કારણે મિથુન રાશિના લોકોને ભાગ્યનો સાથ મળશે. આ સમય દરમિયાન કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. આર્થિક જીવનની વાત કરીએ તો મહેનતનું ફળ મળશે. કામકાજ સંબંધિત યાત્રા સફળ રહેશે. વિદેશ ભણવા જવાની ઈચ્છા પૂરી થશે.

મેષ રાશિ

મેષ રાશિના લોકો માટે ત્રિગ્રહી યોગ શુભ ફળદાયી રહેવાનો છે. આ યોગ ધન સ્થાનમાં સર્જાશે જેના કારણે આવકમાં વધારો થશે. પૈતૃક સંપત્તિથી લાભ થશે. પારિવારિક બાબતોમાં સુખ શાંતિ વધશે. નોકરી કરતા લોકોને કાર્ય સ્થળ પર નવી જવાબદારી મળી શકે છે. અગાઉ કરેલા રોકાણથી લાભ થશે. આવકના સ્ત્રોત વધશે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news