Janmashtami 2023: 30 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, 3 રાશિના લોકોને થશે અચાનક ધન લાભ

Janmashtami 2023: જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે 30 વર્ષ પછી જન્માષ્ટમીના દિવસે શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં હશે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ શુભ સંયોગના કારણે રાશિ ચક્રની ત્રણ રાશિઓને ભાગ્યનો સાથ મળશે અને અચાનક ધન લાભ થશે.

Janmashtami 2023: 30 વર્ષ બાદ સર્વાર્થ સિદ્ધ યોગમાં ઉજવાશે જન્માષ્ટમી, 3 રાશિના લોકોને થશે અચાનક ધન લાભ

Janmashtami 2023: દર વર્ષે જન્માષ્ટમી દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે જનમાષ્ટમી છ અને સાત સપ્ટેમ્બરે ઉજવાશે. જન્માષ્ટમી પર્વ પર ગ્રહ નક્ષત્રોનો દુર્લભ યોગ પણ સર્જાયો છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે 30 વર્ષ પછી જન્માષ્ટમીના દિવસે શનિ ગ્રહ સ્વરાશિ કુંભમાં હશે અને આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રહેશે. આ વર્ષે જન્માષ્ટમી પર્વ પર ભગવાન કૃષ્ણનો જન્મ થયો હતો તે રોહિણી નક્ષત્ર પણ રહેશે. ગ્રહ નક્ષત્રોના આ શુભ સંયોગના કારણે રાશિ ચક્રની ત્રણ રાશિઓને ભાગ્યનો સાથ મળશે અને અચાનક ધન લાભ થશે.

આ પણ વાંચો:

વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકોને જન્માષ્ટમીનો પર્વ લાભ કરાવશે. આ દિવસે અચાનક ધન લાભ થવાની સંભાવના છે અને અધૂરા કાર્યમાં સફળતા મળશે. નોકરીમાં સારું કામ કરી શકશો જેના કારણે પ્રમોશન થવાની પણ સંભાવના છે. વેપારીઓને લાભ થશે અને આવકમાં વધારો થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના લોકો ઉપર પણ શ્રીકૃષ્ણની કૃપા વરસવાની છે. આ રાશિના લોકોની આવકના સાધનો વધશે. જીવનસાથી સાથે જો કોઈ મતભેદ હતો તો તે હવે દૂર થશે. ભાગીદારીમાં વેપાર કરવો ફાયદાકારક સાબિત થશે. રોકાણ સંબંધિત નિર્ણય લેવા માટે યોગ્ય સમય.

મકર રાશિ

મકર રાશિના લોકોને આ દિવસે ભાગ્યનો પૂરો સાથ મળશે. અચાનક ધનલાભ થઈ શકે છે. ઘણા સમયથી અટકેલું ધન પણ જન્માષ્ટમીના દિવસે પરત મળી શકે છે. નોકરીમાં બઢતી અથવા તો પગાર વધારો મળે તેવી સંભાવના છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news