Shani Surya Yuti: શનિ અને સૂર્ય એકસાથે આ લોકો પર વરસાવશે આશીર્વાદ, કારર્કિદીમાં થશે જોરદાર ફાયદો

Shani Surya Yuti: 30 વર્ષ પછી શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં છે. આવી સ્થિતિમાં સૂર્યનો પણ કુંભ રાશિમાં પ્રવેશ સૂર્ય અને શનિની ખાસ યુતિ સર્જશે. જેમાં 13 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાતિ ઉજવાશે. આ દિવસે કેટલાક ઉપાયો કરવામાં આવે તો સૂર્ય અને શનિ બંનેની કૃપા તમારા પર વરસશે અને તેના કારણે નોકરી અને ધંધામાં તમને મોટો ફાયદો થઈ શકે છે.

Shani Surya Yuti: શનિ અને સૂર્ય એકસાથે આ લોકો પર વરસાવશે આશીર્વાદ, કારર્કિદીમાં થશે જોરદાર ફાયદો

Shani Surya Yuti: ગ્રહોના રાજા સૂર્ય દર 1 મહિનામાં તેની રાશિ બદલે છે. સૂર્યના આ રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવાય છે. જાન્યુઆરી મહિનામાં મકરસંક્રાંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો. હવે ફેબ્રુઆરી મહિનામાં સૂર્ય મકર રાશિમાંથી નીકળીને કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ રાશિમાં સૂર્યનો પ્રવેશ ખૂબ જ વિશેષ રહેવાનો છે. કુંભ શનિની રાશિ છે. 30 વર્ષ પછી શનિ તેની પોતાની રાશિ કુંભ રાશિમાં છે. આવી સ્થિતિમાં સૂર્યનો પણ કુંભ રાશિમાં પ્રવેશ સૂર્ય અને શનિની ખાસ યુતિ સર્જશે. જે પહેલા 13 ફેબ્રુઆરીએ કુંભ સંક્રાતિ ઉજવાશે. આ દિવસે કેટલાક ઉપાયો કરવામાં આવે તો સૂર્ય અને શનિ બંનેની કૃપા તમારા પર વરસશે અને તેના કારણે નોકરી અને ધંધામાં તમને મોટો ફાયદો થઈ શકે છે.

ક્યારે છે કુંભ સંક્રાંતિ ?

કુંભ સંક્રાંતિ 13 ફેબ્રુઆરી 2024 ના રોજ ઉજવવામાં આવશે. સૂર્ય 13 ફેબ્રુઆરીએ બપોરે 03.54 કલાકે કુંભ રાશિમાં પ્રવેશ કરશે. કુંભ સંક્રાંતિના દિવસે સ્નાન કરીને સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવાનું અનેરું મહત્વ હોય છે. આ દિવસે તલનું દાન કરવાથી શનિ દોષથી રાહત મળે છે. કુંભ સંક્રાંતિ પર તમે સ્નાન, દાન અને કેટલાક ઉપાય આ બે મુહૂર્તમાં કરી શકો છો.

કુંભ સંક્રાંતિ પુણ્ય કાળ - સવારે 09:57 - બપોરે 03:54
કુંભ સંક્રાંતિ મહા પુણ્ય કાળ- બપોરે 02:02 - બપોરે 03:54  

સૂર્યની ઉપાસના 

કુંભ સંક્રાંતિના દિવસે સૂર્યની ઉપાસના કરવાથી વ્યક્તિને તેના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સફળતા મળે છે. તેનું શરીર સ્વસ્થ રહે છે. આ સિવાય આ દિવસે દાન કરવાથી જીવનમાં પ્રગતિના માર્ગ ખુલે છે. માન-સન્માન વધે છે. તેના માટે કુંભ સંક્રાંતિના દિવસે કેટલાક કામ કરવા જોઈએ. તેનાથી કુંડળીમાં સૂર્ય બળવાન બને છે. અને કરિયરમાં ઉચ્ચ પદ, પિતાનો પ્રેમ અને સહયોગ મળે છે.  
 
- કુંભ સંક્રાંતિના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરો. સ્નાન કરવાના પાણીમાં ગંગાજળ ઉમેરી સ્નાન કરવું વધુ સારું રહેશે.

- ત્યારબાદ સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો. તેના માટે તાંબાના લોટામાં પાણી ભરી તેમાં ગંગાજળ અને કાળા તલ મિક્સ કરો.

- ત્યારબાદ ઘરના મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો અને ભગવાન સૂર્યના 108 નામનો જાપ કરો અને સૂર્ય ચાલીસાનો પાઠ કરો.

- આ સિવાય કુંભ સંક્રાંતિ પર ઘઉં, ગોળ, લાલ ફૂલ, લાલ વસ્ત્ર, તાંબુ, તલ વગેરેનું દાન પણ કરી શકાય છે. 

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news