ભારત બહાર પણ દુનિયાના આ સ્થળોએ આવેલાં છે પ્રસિદ્ધ શિવમંદિર, જ્યાં દર્શન માટે ઉમટે છે ભક્તોની ભીડ

તમને જાણીને અચરજ થશે પણ માત્ર ભારતમાં જ શિવમંદિરો છે એવું નથી. ભારતની બહાર દુનિયાના અન્ય દેશોમાં પણ ઘણાં પ્રસિદ્ધ શિવમંદિરો આવેલાં છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ અહીંની મુલાકાતે આવતા હોય છે અને ભગવાન શિવના દર્શનનો લાભ લેતા હોય છે.

ભારત બહાર પણ દુનિયાના આ સ્થળોએ આવેલાં છે પ્રસિદ્ધ શિવમંદિર, જ્યાં દર્શન માટે ઉમટે છે ભક્તોની ભીડ

Shiva Temples Outside India: ના માત્ર ભારતમાં પણ વિદેશમાં પણ અનેક પ્રસિદ્ધ શિવ મંદિર છે. વિદેશના મંદિરો પણ ખુબ લોકપ્રીય છે. દેશમાં હાલ શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે તેવામાં લોકો પણ શિવ ભક્તિમાં લીન થઈ ગયા છે. જેવી રીતે ભારતમાં શિવ મંદિરો જૂના, ભવ્ય અને ખાસ ડિઝાઈનથી બનેલા છે તેવી જ રીતે વિદેશના મંદિરો પણ ભવ્ય, અને અલગ પ્રકારના સ્થાપત્ય શૈલીથી બનેલા છે. આવો જાણીએ ભારત બહાર ક્યાં ક્યાં શિવ મંદિર બનેલા છે.

પશુપતિનાથ મંદિર, નેપાળ:
નેપાળ સ્થિત પશુપતિનાથ મંદિરની ઐતિહાસિક અને પૌરાણિક માન્યતા છે. ભારતના ખુણે ખુણેથી શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે અને ભગવાન શિવની પૂજા અર્ચના કરે છે. ભગવાન શિવનું આ અતિ પ્રાચીન મંદિર કાઠમાંડુમાં સ્થાપવામાં આવેલું છે. આ શિવ મંદિર બાગમતી નદીના કિનારે આવેલું છે.  ભગવાન શિવ અહીંના પ્રાચીન શાસકોના અધિષ્ઠાતા દેવ છે. પહેલા આ મંદિરમાં દક્ષિણ ભારતીય ભટ્ટ બ્રાહ્મણ પૂજારીની નિયુક્તી થતી હતી. પરંતુ ત્યારપછી સ્થાનીય નેપાળી બ્રાહ્મણોને જ પૂજાનો અધિકાર સોંપવામાં આવ્યો. કહેવાય છે કે શ્રદ્ધાળુઓ આ મંદિરમાં દર્શન કરે છે તેઓને ક્યારેય પશુ યોનિ પ્રાપ્ત નથી થતી.

મુન્નેશ્વરમ મંદિર, શ્રીલંકા:
મુન્નેશ્વરમ મંદિર શ્રીલંકામાં આવેલું છે. આ મંદિર પણ ઘણુ લોકપ્રીય છે. આ શિવ મંદિર રામાયણ સમયનું છે. પૌરાણિક કથા અનુસાર રાવણને હરાવ્યા પછી ભગવાન શ્રીરામે અહીં જ ભગવાન શંકરની પૂજા કરી હતી. મુન્નેશ્વરમ મંદિર પરિસરમાં પાંચ મંદિર છે જેમા સૌથી મોટુ અને કેન્દ્રીય ભગવાન શિવને સમર્પિત છે.

અરુલ્મિગુ શ્રીરાજા કલિઉમ્મન મંદિર, મલેશિયા:
અરુલ્મિગુ શ્રીરાજા કલિઉમ્મન મંદિર મલેશિયામાં આવેલું છે. આ શિવ મંદિરની સ્થાપના વર્ષ 1922માં થઈ હતી. આ ભવ્ય મંદિરની બનાવટ ખુબ સુંદર છે. આ મંદિર જોહોર બરુના સૌથી જૂના મંદિરોમાંથી એક છે. આ પહેલુ કાચનું મંદિર છે જે ભગવાન શિવને સમર્પિત છે. મંદિરની દિવાલ પર 3 લાખ રૂદ્રાક્ષની માળા જડવામાં આવી છે.

શિવ મંદિર, ઝ્યૂરિખ, સ્વિટ્ઝરલેન્ડ:
ઝ્યૂરિખ સ્થિત શિવ મંદિર ખુબ સુંદર અને લોકપ્રીય છે. આ મંદિરમાં શિવલિંગની પાછળ નટરાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. સાથે જ માતા પાર્વતી પણ વિરાજમાન છે. આ મંદિરમાં શિવરાત્રિ ધૂમધામથી ઉજવવામાં આવે છે.

શિવ મંદિર, ઑકલેન્ડ, ન્યૂઝીલેન્ડ:
ન્યૂઝીલેન્ડમાં સ્થિત શિવ મંદિર ખુબ સુંદર છે. જેનુ નિર્માણ આચાર્ય મહામંડલેશ્વર સ્વીમ શિવેન્દ્ર મહારાજ અને યજ્ઞ બાબાના માર્ગદર્શન હેઠળ બનાવવામાં આવ્યું હતુ. મંદિરમાં ભગવાન શિવ નવદેશ્વર શિવલિંગના રૂપમમાં છે. આ મંદિરના કપાટ 2004માં શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news