Shri Lakshman Quila: ડગલેને પગલે ખોટું બોલનારા ભૂલેચૂકે આ મંદિરમાં ન જતા, વિચાર્યું પણ નહીં હોય એવી સજા મળશે

 Shri Lakshman Quila Facts: શું તમે જાણો છો કે અયોધ્યામાં શ્રીરામ જન્મભૂમિ મંદિર ઉપરાંત પણ એવું મંદિર છે જે ખુબ પ્રસિદ્ધ છે. અહીં પણ ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. જો તમારી આ આદત હોય તો તમને ભારે પડી શકે છે તમારે તો ભૂલથી પણ આ મંદિરે દર્શન માટે ન જવું જોઈએ.. શા માટે ન જવું એના કારણો જાણી લેજો..

Shri Lakshman Quila: ડગલેને પગલે ખોટું બોલનારા ભૂલેચૂકે આ મંદિરમાં ન જતા, વિચાર્યું પણ નહીં હોય એવી સજા મળશે

Shri Lakshman Quila Ayodhya: મથુરા-હરિદ્વાર, કાશી, ઉજ્જૈન, દ્વારકા જેવા સ્થળોની જેમ જ અયોધ્યા પણ હિન્દુઓના પ્રાચીન સાત પવિત્ર સ્થળો એટલે કે સપ્તપુરીઓમાંથી એક ગણવામાં આવે છે. જેની સરખામણી સ્વર્ગ સાથે થઈ છે. અહીં કણ કણમાં ભગવાન રામ વસે છે. આ શહેરમાં ખોટું બોલનારાઓનું તો જાણે ટકવું મુશ્કેલ થઈ જાય છે. સાંભળવામાં તમને કદાચ વિચિત્ર લાગી શકે પરંતુ લોકોનું ખરેખર અહીં એવું માનવું છે. અયોધ્યામાં એક એવું મંદિર છે જ્યાં ખોટું બોલનારાઓની ફટાક દઈને પોલ ખુલી જાય છે એવી માન્યતા છે. એવું કહેવાય છે કે જો કોઈ કારણસર તમે ખોટું બોલી નાખ્યું તો દૈવી શક્તિઓ તમને હેરાન પરેશાન કરી નાખે છે. 

કેવી રીતે જવું
અયોધ્યા જવા માટે રોડ, રેલવે અને હવાઈ માર્ગથી સારી રીતે કનેક્ટિવિટી છે. લખનઉથી અયોધ્યાનું અંતર 134 કિમી છે. ગોરખપુરથી તે 147 કિમી, ઝાંસીથી 441 કિમી, પ્રયાગરાજથી 166 કિમી અને વારાણસીથી 209 કિમીના અંતરે છે. દિલ્હીથી અયોધ્યા 615 કિમી દૂર આવેલું છે. 

એવું તે કયું મંદિર?
અયોધ્યામાં લક્ષ્મણ કિલા નામનું એક એવું મંદિર છે જ્યાં ખોટી કસમ ખાધી તો તે જુઠ્ઠાણું બહુ વાર સુધી ટકતું નથી. એવી માન્યતા છે કે આ મંદિરમાં એવી દૈવી શક્તિઓ છે જે કોઈને કોઈ રીતે ખોટું બોલનારાઓને પરેશાન કરી નાખે છે. જેનાથી ખોટું બોલનારાઓનો પર્દાફાશ થઈ જાય છે અને ત્યારબાદ તો કોઈ પણ ઈચ્છે તો પણ તેના પર વિશ્વાસ કરી શકે નહીં. અત્રે જણાવવાનું કે લક્ષ્મણ કિલા એ જ સ્થળ છે જ્યાં શ્રીરામને અપાયેલા વચનનું પાલન કરતા લક્ષ્મણજીએ પોતાના શરીરનો ત્યાગ કર્યો હતો. 

સરયૂ કિનારે મંદિર
ભગવાન શ્રીરામના દરેક સુખદુખમાં તેમની સાથે પડછાયાની જેમ રહેનારા નાના  ભાઈ લક્ષ્મણજીનો આ મંદિર સરયૂ નદીના તટ પર આવેલું છે. આ મંદિરમાં લક્ષ્મણજીની સાથે સાથે ભગવાન શ્રીરામ અને માતા સીતા પણ બિરાજમાન છે. એવું કહેવાય છે કે ભગવાન રામના પ્રિય અનુજ લક્ષ્મણના આ મંદિરમાં ખોટી કસમો ખાઈ શકાતી નથી. જો કોઈ વ્યક્તિ આવું કરે તો તેણે ખરાબ પરિણામ ભોગવવું પડે છે. આ જગ્યાએ લક્ષ્મણજીએ પોતાના શરીરનો ત્યાગ કરીને શેષાવતાર લીધો હતો. 

વિવાદ પતાવવા આવે છે લોકો
એવું કહેવાય છે કે અહીં લોકો પોતાના વિવાદની પતાવટ માટે પણ આવતા હોય છે. આ મંદિરમાં સાચી કસમો ખાવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ કોઈ વિવાદમાં ખોટી કસમ ખાય તો તેનું જૂઠ્ઠાણું લાંબો સમય ટકતું નથી અને સચ્ચાઈ ઈચ્છા ન હોવા છતાં સાવે આવી જ જાય છે. આ સાથે જ દંડ પણ ભોગવવો પડે છે. આ પણ એક કારણ છે કે લક્ષ્મણ કિલામાં કોઈ પણ વ્યક્તિ ખોટું બોલતો નથી. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news