દશેરા પર બની રહ્યાં છે આ શુભ સંયોગ, 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Vijaydashami 2024 Rashifal: 12 ઓક્ટોબરે વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવશે. આ દિવસે ઘણા શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે. જેનાથી કેટલાક જાતકોને વિશેષ લાભ મળશે. 

દશેરા પર બની રહ્યાં છે આ શુભ સંયોગ, 3 રાશિના જાતકોને થશે જબરદસ્ત લાભ, દરેક ક્ષેત્રમાં મળશે સફળતા

Dussehra 2024 Horoscope: અસત્ય પર સત્યની જીતના પ્રતીકના રૂપમાં વિજયા દશમીનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વર્ષે દશેરાની ઉજવણી 12 ઓક્ટોબરે થશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે દશેરાનો દિવસ ખુબ ખાસ છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે વિજયાદશમી પર શશ અને માલવ્ય રાજયોગનું નિર્મામ થઈ રહ્યું છે. સાથે શ્રવણ નક્ષત્ર પણ રહેશે. આ યોગ ત્રણ રાશિના જાતકો માટે ખુબ ખાસ માનવામાં આવી રહ્યાં છે. તમે પણ જાણો દશેરા પર કયાં જાતકોને લાભ થશે. 

વૃષભ રાશિ
વૃષભ રાશિના જાતકોને આર્થિક લાભ થઈ શકે છે. સુખ-સુવિધામાં વધારો જોવા મળશે. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેને મહેનતનું ફળ મળશે. લવ લાઇફમાં આવી રહેલી સમસ્યાઓ દૂર થશે. વેપાર કરી રહેલા લોકોને જોરદાર નફો થઈ શકે છે. નોકરી કરનાર લોકો માટે સમય અનુકૂળ છે. તમને પ્રમોશનના શુભ સમાચાર સાંભળવા મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન રહેશે.

તુલા રાશિ
તુલા રાશિના જાતકો જેના લગ્ન થયા નથી તેની માટે સંબંધ આવી શકે છે. સાથે જે લોકોના લગ્ન નક્કી થવામાં સમસ્યા થઈ રહી છે તેની મુશ્કેલી દૂર થશે. કાર્યક્ષેત્રમાં પ્રગતિનો યોગ છે. નોકરી કરનાર જાતકોને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે. બોસ તમારા કામની પ્રશંસા કરશે. પારિવારિક સંબંધ મજબૂત થશે. જે કાર્યોમાં તમે મહેનત કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે.

મકર રાશિ
મકર રાશિના લોકો માટે કરિયરની દ્રષ્ટિએ સમય સારો છે. નવી તક પ્રાપ્ત થશે. જો તમારા પૈસા કયાંય અટવાયેલા છે તો તમને પરત મળશે. જૂના મિત્રો સાથે સમય પસાર થશે. સ્વાસ્થ્ય પહેલા કરતા સારૂ થશે. જો કોઈ બીમારીથી પરેશાન છો તો તે દૂર થશે. કુંવારા લોકો માટે લગ્નનો પ્રસ્તાવ આવી શકે છે. આ સિવાય જે લોકો નોકરી શોધી રહ્યાં છે તેને સારી ઓફર મળી શકે છે. 

ડિસ્ક્લેમર
આ લેખમાં આપવામાં આવેલી કોઈ જાણકારીની સટીકતા કે વિશ્વસનીયતાની ગેરંટી નથી. વિવિધ માધ્યમો જેમ કે જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી તમારા સુધી પહોંચાડવામાં આવી છે. અમારો ઉદ્દેશ્ય માત્ર સૂચના આપવાનો છે. તે સાચી અને સિદ્ધ થવાની પ્રમાણિકતા ન આપી શકીએ. એટલે કોઈ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news