Post Office: આ સ્કીમમાં ₹5,00,000 ના રોકાણ પર વ્યાજથી થશે ₹2,24,974 ની કમાણી

પોસ્ટ ઓફિસની ઘણી સ્કીમ્સ છે, જેમાં સારા વ્યાજદરનો ફાયદો મળે છે. આવી એક સ્કીમ  Post Office Time Deposit છે. આ સ્કીમ દ્વારા તમે સારો નફો મેળવી શકો છો. પરંતુ એક ભૂલ કરશો તો તમને નુકસાન પણ થઈ શકે છે. 
 

 Post Office: આ સ્કીમમાં ₹5,00,000 ના રોકાણ પર વ્યાજથી થશે ₹2,24,974 ની કમાણી

નવી દિલ્હીઃ Post Office માં પણ બેન્કની જેમ તમામ સ્કીમ્સ ચલાવવામાં આવે છે અને તેના પર સારૂ વ્યાજ મળે છે. તે સ્કીમમાંથી એક છે  Post Office Time Deposit. જેને સામાન્ય ભાષામાં પોસ્ટ ઓફિસ એફડી કહેવામાં આવે છે. પોસ્ટ ઓફિસમાં તમને 1, 2, 3 અને 5 વર્ષા ટેન્યોરવાળી એફડીના વિકલ્પ મળે છે. ટેન્યોર પ્રમાણે વ્યાજદર અલગ-અલગ છે. પરંતુ જો તમે વધુ નફો મેળવવા ઈચ્છો છો તો પાંચ વર્ષની એફડીમાં રોકાણ કરો, તેનાથી તમને વ્યાજદરનો ફાયદો મળશે, સાથે ટેક્સ બેનિફિટ પણ મળશે. પરંતુ જો તમે તેમાં રોકાણ કરી રહ્યાં છો તો પાંચ વર્ષ પહેલા તોડવાનો પ્રયાસ ન કરતા, બાકી તમને નુકસાન થશે.

5 વર્ષમાં ₹5,00,000 ને ₹7,24,974 બનાવશે આ FD
પહેલા નફાની વાત કરીએ તો ટાઇમ ડિપોઝિટમાં વર્તમાન સમયમાં 7.5 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. તો તમે 5 લાખ રૂપિયા તેમાં રોકાણ કરો તો પાંચ વર્ષમાં તમને ₹2,24,974 વ્યાજ મળશે. તેવામાં પાંચ વર્ષ બાદ મેચ્યોરિટી પર તમને  ₹7,24,974 મળશે. આ સિવાય એફડી પર તમને સેક્શન 80C હેઠળ ટેક્સ બેનિફિટ પણ મળશે. 

સમય પહેલા તોડાવશો તો નુકસાન થશે
જો તમે આ એફડીમાંથી સારો નફો મેળવવા માંગતા હોવ, તો તેનો કાર્યકાળ પૂરો થાય તે પહેલા તેને તોડશો નહીં, નહીં તો તમને મોટું નુકસાન થશે. નિયમો અનુસાર, જો તમે 6 મહિના પછી 5 વર્ષની મુદત સાથેનું FD ખાતું બંધ કરો છો, પરંતુ 1 વર્ષ પૂરું થાય તે પહેલાં, તો તમને બચત ખાતા પર લાગુ વ્યાજ દર મુજબ રોકાણ પર રિફંડ મળશે. હાલમાં, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ પર 4%ના દરે વ્યાજ ઉપલબ્ધ છે.

જ્યારે તમે એક વર્ષ પછી FD બંધ કરો છો, તો સમયસર ડિપોઝિટ પર લાગુ થતા વર્તમાન વ્યાજ દરમાંથી 2% વ્યાજ કાપ્યા પછી પૈસા તમને પરત કરવામાં આવશે. એટલે કે, જો તમને 7.5% ના દરે વ્યાજ મળી રહ્યું છે, તો પ્રી-મેચ્યોર ક્લોઝરના કિસ્સામાં, આ વ્યાજ ઘટાડીને 5.5% કરવામાં આવશે.

પોસ્ટ ઓફિસ TD પર વ્યાજ દરો શું છે?
એક વર્ષના ખાતા પર - વાર્ષિક 6.9% વ્યાજ
બે વર્ષના ખાતા પર - 7.0% વાર્ષિક વ્યાજ
ત્રણ વર્ષના ખાતા પર - 7.1% વાર્ષિક વ્યાજ
પાંચ વર્ષના ખાતા પર વ્યાજ - વાર્ષિક 7.5%

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝિટની ખાસ વાતો
તમે પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં ઓછામાં ઓછા રૂ 1000 જમા કરાવી શકો છો અને તેની કોઈ મહત્તમ મર્યાદા નથી.

તમે ઈચ્છો તેટલા ખાતા ખોલી શકો છો, ખાતા અંગે કોઈ પ્રતિબંધ નથી.

ખાતું ખોલાવતી વખતે ગમે તેટલો વ્યાજ દર હોય, તે જ વ્યાજ દર ખાતાની મુદત પૂરી થાય ત્યાં સુધી લાગુ રહેશે.

પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટમાં તમારા રોકાણ પરના વ્યાજની ગણતરી ત્રિમાસિક ચક્રવૃદ્ધિના આધારે કરવામાં આવે છે પરંતુ આ વ્યાજ એકત્ર કરવામાં આવે છે અને વર્ષના અંતે તમારા ખાતામાં જમા કરવામાં આવે છે.

તમે ખાતું ખોલ્યું તે તારીખથી બરાબર એક વર્ષ પૂર્ણ થવા પર, તમારું ખાતામાં વ્યાજ જમા થશે.

18 વર્ષની ઉંમરમાં કોઈપણ વ્યક્તિ TD એકાઉન્ટ ઓપન કરાવી શકે છે. બાળકો માટે તેના માતા-પિતા કે અભિભાવક તરફથી ખાતું ખોલાવી શકાય છે. 10 વર્ષની ઉંમર પૂરી થયા બાદ બાળક પોતાની સહીથી ખાતાનું સંચાલન કરી શકે છે. તે ખુદના નામ પર પણ ખાતું ખોલાવી શકે છે. જો તમે 5 વર્ષ માટે ટાઈમ ડિપોઝિટ એકાઉન્ટ ખોલાવો છો તો તેમાં જમા પૈસા પર તમે સેક્શન 80C હેઠળ ટેક્સ છૂટ લઈ શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news