Gujarat Monsoon 2023: સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેરનારું વાવાઝોડું ગુજરાતના આ જિલ્લા માટે બની જશે વરદાન!

Gujarat Monsoon 2023: આ વર્ષે સૌથી વધુ કપાસનું 16828 હેક્ટરમાં વાવેતર ઉત્તર ગુજરાતમાં થયું છે. મગફળીનું 6749 હેક્ટરમાં, ઘાસચારાનું 3457 હેક્ટરમાં, શાકભાજીનું 1917 હેક્ટરમાં, સોયાબીનનું 403 હેક્ટરમાં, મકાઈનું 196 હેક્ટરમાં અને તુવેરનું 66 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

Gujarat Monsoon 2023: સૌરાષ્ટ્ર-કચ્છમાં વિનાશ વેરનારું વાવાઝોડું ગુજરાતના આ જિલ્લા માટે બની જશે વરદાન!

Gujarat Monsoon 2023: હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે રાત સુધીમાં બિપરજોય વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારા સાથે ટકરાઈ શકે છે. પરંતુ સૌરાષ્ટ્ર કચ્છમાં વિનાશ વેરનારું વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે ફળદાયી બની શકે છે. કારણ કે ખેડૂતોએ હવે ચોમાસા પાકનું વાવેતર શરૂ કરી દીધું છે. ઉત્તર ગુજરાતમાં હાલ મગફળી, કપાસ, શાકભાજી અને મકાઈનું વાવેતર કરવામાં આવતું હોય છે. જેથી પાણીની તાતી અસર ઉભી થઈ છે. 

ઉત્તર ગુજરાતના ખેડૂતો હાલ ચોમાસાની રાહ જોઈને બેઠા છે, પરંતુ વાવાઝોડાએ વરસાદી સિસ્ટમ ખોરવી નાંખી છે, જેથી ચોમાસું વરસાદ ક્યારે આવશે તેની કોઈ આગાહી નથી. ત્યારે આ વાવાઝોડાના કારણે હાલ રાજ્યભરમાં વરસાદી માહોલ બન્યો છે. આ વરસાદી માહોલના કારણે ઉત્તર ગુજરાતના ખેડૂતો પોતાના પાકનું પિયત કરી શકે છે જેથી તેઓના માટે વાવાઝોડું વરદાન સ્વરૂપ બની ગયું છે.

આ વર્ષે સૌથી વધુ કપાસનું 16828 હેક્ટરમાં વાવેતર ઉત્તર ગુજરાતમાં થયું છે. મગફળીનું 6749 હેક્ટરમાં, ઘાસચારાનું 3457 હેક્ટરમાં, શાકભાજીનું 1917 હેક્ટરમાં, સોયાબીનનું 403 હેક્ટરમાં, મકાઈનું 196 હેક્ટરમાં અને તુવેરનું 66 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતને લઇ થનારો વરસાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ વાવેતરને નુકસાન નહીં પહોંચાડે. પરંતુ વાવેતર માટે ફાયદાકારક રહેશે. વરસાદ બાદ વરાપ નીકળતાની સાથે વાવેતર ઝડપી બનશે. કૃષિ વિભાગના જણાવ્યા પ્રમાણે આ વખતે વાવાઝોડાના કારણે આવતો વરસાદ ઉત્તર ગુજરાતમાં ચોમાસુ પાકને ફાયદો કરશે. ચોમાસુ વાવેતર શરૂ થયાના બીજા સપ્તાહના અંતે ઉત્તર ગુજરાતની 29616 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂકયું છે. ગત વર્ષે 16320 હેક્ટરમાં વાવેતર થયું હતું. એટલે કે, ગત વર્ષની સરખામણીએ 81.47% વધુ વાવેતર થયું છે. ગત વર્ષ કરતાં પ્રિ-મોનસુન સિઝનમાં વધુ વરસાદ થયો હોવાથી વાવેતર વધ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

5 જિલ્લામાં વાવેતરની સ્થિતિ જોઈએ તો, મહેસાણામાં 2.87 લાખ હેક્ટરના અનુમાન સામે 5881 હેક્ટરમાં, પાટણમાં 3.16 લાખ હેક્ટરના અંદાજ સામે 6840 હેક્ટર છે. બનાસકાંઠામાં 6.10 લાખ હેક્ટરના અંદાજ સામે 1684 હેક્ટર, સાબરકાંઠામાં 2.31 લાખ હેક્ટરના અંદાજ સામે 11645 હેક્ટર અને અરવલ્લીમાં 2.01 લાખ હેક્ટરના અંદાજ સામે 3566 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news