પૂજા-પાઠના સાધનો ખરાબ થઈ ગયા હોય તો આ રીતે કરી શકો છો ચકાચક

બેકિંગ પાવડરનો ઉપયોગ ઘણી વસ્તુઓ સાફ કરવા માટે થાય છે. ત્યારે તમે બેકિંગ પાવડરનો ઉપયોગ પૂજાના સાધનો સાફ કરવા માટે પણ કરી શકો છો. તે માટે તમે એક ટબમાં બેકિંગ પાવડર અને વોશિંગ પાવડર પાણીમાં મેળવી દો, અને આ પાણીને આખી રાત રાખી મુકો. સવારે ઉઠીને તેને સ્ક્રબની મદદથી સાફ કરી લો.  

પૂજા-પાઠના સાધનો ખરાબ થઈ ગયા હોય તો આ રીતે કરી શકો છો ચકાચક

નવી દિલ્હીઃ પૂજા પાઠમાં સાફ-સફાઈનું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે, આપણે ઘણીવાર જોઈએ છીએ કે પૂજામાં વપરાતા તાંબા, પીત્તળ અને સ્ટીલના વાસણો લાંબા ગાળે કાળા પડી જાય છે. આમ તો આવા વાસણો સાફ કરવા અને ચમકાવવા માટે આપણે ડીશ વોસિંગ લિક્વિડનો ઉપયોગ કરતા હોઈએ છીએ. પરંતુ તેમાં આપણને જોઈએ તેવા પરિણામ મળતા નથી. કારણ કે કાળા પડેલા વાસણ ફરી તેવા ચમકતા બનાવવા ખૂબ જ કઠીન છે. પરંતુ જો તમે આવા વાસણો સાફ કરવા ઈચ્છો છો તો તેને બજારમાં સાફ કરવા માટે લઈ જવાની જરૂર નથી. કારણ કે કામ તમે ઘરે બેઠા જ ગણતરીની મિનિટોમાં કરી શકો છો. 

પૂજાના વાસણોને આવી રીતે કરો સાફ:

1. બેકિંગ પાવડર: 
બેકિંગ પાવડરનો ઉપયોગ ઘણી વસ્તુઓ સાફ કરવા માટે થાય છે. ત્યારે તમે બેકિંગ પાવડરનો ઉપયોગ પૂજાના સાધનો સાફ કરવા માટે પણ કરી શકો છો. તે માટે તમે એક ટબમાં બેકિંગ પાવડર અને વોશિંગ પાવડર પાણીમાં મેળવી દો, અને આ પાણીને આખી રાત રાખી મુકો. સવારે ઉઠીને તેને સ્ક્રબની મદદથી સાફ કરી લો.  

2. આંબલી:
આપણે આંબલીનો ઉપયોગ ખાવાનું બનાવવામાં મસાલા તરીકે કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આંબલીનો ઉપયોગ તાંબા અને પિત્તળના વાસણો સાફ કરવા માટે પણ કરીએ છીએ. આમલીને પાણીમાં પલાળી દો અને પછી તેને મેશ કરીને પેસ્ટ બનાવી લો. તે પછી હવે આ પેસ્ટને વાસણો પર લગાવો અને તેને હળવા હાથે ઘસીને ધોઈ લો. જે બાદ વાસણ ચમકતા થઈ જશે. 

3. મીઠુ અને લીંબુ:
મીઠું અને લીંબુનું મિશ્રણ સફાઈ માટે ઉત્તમ રીતે કામ કરે છે. એક બાઉલમાં લીંબુનો રસ અને મીઠું મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બ્રશની મદદથી ગંદા વાસણો પર લગાવો અને થોડીવાર રહેવા દો. તે પછી છેલ્લે તેને ગરમ પાણીથી ધોઈ લો.

4. સફેદ વિનેગર:
સફેદ વિનેગરમાં સફાઈના ગુણ હોય છે, એક ગ્લાસ પાણીમાં 2 ચમચી સફેદ વિનેગર મિક્સ કરીને ગેસ પર ઉકાળો. હવે તેમાં ડીટરજન્ટ પાવડર ઉમેરો. હવે પૂજાના વાસણોને તેની મદદથી ઘસવામાં આવે તો તેની ચમક પાછી આવી જાય છે.

Trending news