રાવણે મૃત્યુશય્યા પર સૂતા સૂતા લક્ષ્મણને આપ્યા હતા આ 5 અમૂલ્ય જીવન મંત્રો, લક્ષ્મણ પણ જોડી ગયા હાથ

રાવણ એ મહાજ્ઞાની હતો. મૃત્યુશય્યા પર સૂતા સૂતા રાવણે  ( ramayana) લક્ષ્મણને જીવનના પાંચ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા હતા. જેમાં શત્રુને ક્યારેય ઓછો આંકવો નહીં, શક્તિનો યોગ્ય ઉપયોગ કરવો, શુભચિંતકોની સલાહનું પાલન કરવું, મિત્ર અને શત્રુની ઓળખ કરવી અને તેના સિવાય અન્ય કોઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખવી.

રાવણે મૃત્યુશય્યા પર સૂતા સૂતા લક્ષ્મણને આપ્યા હતા આ 5 અમૂલ્ય જીવન મંત્રો, લક્ષ્મણ પણ જોડી ગયા હાથ

Ramayan: ખરેખર તો રામે (Ram) જ લક્ષ્મણને (Laxman) રાવણ પાસેથી જીવનના અમૂલ્ય જીવન મંત્રો લેવાની સલાહ આપી હતી. રાવણ મૃત્યુશય્યા પર હતા ત્યારે શ્રી રામ લક્ષ્મણને કહે છે કે નીતિશાસ્ત્ર, રાજનીતિ અને સત્તાના મહાન વિદ્વાન રાવણ આ દુનિયા છોડી રહ્યા છે. તમારે તેમની પાસે જવું જોઈએ અને જીવનના કેટલાક પાઠ શીખવા જોઈએ. જે ભાગ્યે જ કોઈને મળે છે. તે સમયે લક્ષ્મણ રાવણના મસ્તક પાસે જઈને ઉભો રહે છે. પણ રાવણ કંઈ બોલતો નથી. એ રિટર્ન આવે છે અને લક્ષ્મણ રામને કહે છે કે રાવણે તેને કંઈ કહ્યું નથી. આ સાંભળીને રામ કહે છે કે તમે રાવણના મસ્તક પાસે નહીં તેના પગ પાસે ઊભા છો. જ્ઞાન લેતી વખતે હંમેશાં પગ પાસે ઊભા રહેવું જોઈએ. આ સાંભળીને લક્ષ્મણ રામની સૂચના પ્રમાણે રાવણના પગ પાસે જઈને ઊભો રહે છે. આ પછી રાવણ લક્ષ્મણને અતિ 5 મહત્વનાં પાઠ શીખવે છે.

રાવણની પહેલી સલાહઃ
લક્ષ્મણ પગ પાસે આવીને ઊભા રહેતાં રાવણ (Ravan) તેને અમૂલ્ય સલાહ આપે છે. કોઈ પણ વ્યક્તિએ પોતાના દુશ્મનને પોતાના કરતા નબળા ન માનવા જોઈએ. ઘણી વખત જેને આપણે નબળા માનીએ છીએ તે આપણા કરતા વધુ બળવાન હોય છે.

રાવણની બીજી સલાહઃ
કોઈ પણ વ્યક્તિએ ક્યારેય પોતાની શક્તિનો દુરુપયોગ ન કરવો જોઈએ. સત્તાનો ઉપયોગ ધર્મ માટે જ થવો જોઈએ. અહંકાર વ્યક્તિનો નાશ કરે છે. એટલે સત્તાનો સદુપયોગ કરો નહીં કે દુરોપયોગ

રાવણની ત્રીજી સલાહઃ
વ્યક્તિએ હંમેશા પોતાના શુભચિંતકોની વાત સાંભળવી જોઈએ. કોઈ પણ શુભચિંતક પોતાના લોકોનું ખરાબ ક્યારેય ઈચ્છતો નથી. શુભચિંતકો હંમેશા આપણને સલાહ આપે છે કારણ કે તેઓ આપણું ભલું ઈચ્છે છે.

રાવણની ચોથી સલાહઃ
લક્ષ્મણને જ્ઞાન આપતી વખતે રાવણ કહે છે કે આપણે હંમેશા આપણા દુશ્મન અને મિત્રની ઓળખ કરવી જોઈએ. ઘણી વખત, જેને આપણે આપણા મિત્ર માનીએ છીએ તે આપણા દુશ્મન હોય છે. અને જેમને આપણે આપણા દુશ્મન માનીએ છે તે તો ખરેખર આપણા હોય છે.

રાવણની પાંચમી સલાહ:
રાવણ લક્ષ્મણને છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ સલાહ આપે છે. આપણે આપણી પત્ની સિવાય અન્ય કોઈ સ્ત્રી પર ક્યારેય ખરાબ નજર ન નાખવી જોઈએ કે તેમની સાથે સંબંધ સ્થાપિત ન કરવો જોઈએ, આમ કરવાથી વ્યક્તિનો વિનાશ થાય છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news