દીકરીઓની યોજનામાં સરકારે કર્યો મોટો બદલાવ, આટલું નહિ કરો તો 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે એકાઉન્ટ

sukanya samriddhi yojana : સુકન્યા સમૃદ્ધિ યોજનામાં બેંક એકાઉન્ટ અંગે સરકારે નવા નિયમો લાગુ કર્યા છે, જેનો 1 ઓક્ટોબરથી અમલ કરવામાં આવશે

દીકરીઓની યોજનામાં સરકારે કર્યો મોટો બદલાવ, આટલું નહિ કરો તો 1 ઓક્ટોબરથી બંધ થઈ જશે એકાઉન્ટ

SSY Rules Change : જો તમે પણ તમારી લાડકી દીકરીના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ઈન્વેસ્ટ કરી રહ્યા છો, તો આ ખબર તમારા કામની છે. સરકાર તરફથી આ યોજનામાં થોડા બદલાવ કરવામાં આવ્યો છે. જેને જાણી લેવું જરૂરી છે. આ નિયમ અનુસાર, દીકરીનું બેંક એકાઉન્ટ હવે તેના માતાપિતા કે કાયદાકીય વાલી ઓપરેટ કરી શકે છે. આવું ન થવા પર બેંક એકાઉન્ટ બંધ કરાવી દેવાશે. આ યોજનામાં થયેલા બદલાવ 

1 ઓક્ટોબર, 2024 થી આ યોજનામાં મોટા બદલાવ લાગુ કરવામાં આવનાર છે. આ બદલાવ એવા સુકન્યા સમૃદ્ધિ એકાઉન્ટ પર લાગુ થશે, જે નેશનલ સ્મોલ સેવિંગ્સ સ્કી અંતર્ગત ખોલવામાં આવ્યા છે. નવા નિયમ અનુસાર, જો કોઈ બાળકીનું એકાઉન્ટ એવી વ્યક્તિએ ખોલ્યું છે, જે તેના કાયદાકીય વાલી નથી તો તેને આ ખાતું નેચરલ પેરેન્ટ્સ અથવા લિગલ વાલીને ટ્રાન્સફર કરવાનું રહેશે. આવું ન થવા પર એકાઉન્ટ બંધ કરી દેવામાં આવશે. 

સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક માટે 8.2 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. આ એક લોંગ ટર્મ ઈન્વેસ્ટમેન્ટ પ્લાન છે. આ પ્લાન અંતર્ગત ઈન્વેસ્ટ કરવા પર તમને 21 વર્ષની ઉંમરે 69 લાખ રૂપિયાની રકમ મળે છે. તેના માટે હાલના નિયમ અનુસાર, તમને દર વર્ષે દોઢ લાખ રૂપિયાનું ઈન્વેસ્ટમેન્ટ કરવાનું રહેશે.  

પ્રવર્તમાન વ્યાજ દર અનુસાર, જો તમે આ સ્કીમમાં 15 વર્ષ માટે દર વર્ષે 1.5 લાખ રૂપિયા જમા કરાવો છો, તો તમારે કુલ 22.50 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે તમને 8.2 ટકાના દરે 46.77 લાખ રૂપિયાનું વ્યાજ મળે છે.

આ યોજના હેઠળ તમે બે દીકરીઓ માટે ખાતું ખોલાવી શકો છો. યોજના હેઠળ રોકાણ કરવા માટે, તમારે બાળકના માતાપિતા અથવા કાનૂની વાલી હોવા આવશ્યક છે. તમે તમારી 10 વર્ષ સુધીની દીકરી માટે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરવાનું શરૂ કરી શકો છો.

ખાસ સંજોગોમાં, સુકન્યા સમૃદ્ધિ ખાતું ત્રણ છોકરીઓ માટે પણ ખોલી શકાય છે. જો તમારી પ્રથમ પુત્રી પછી તમારી બીજી અને ત્રીજી પુત્રી જોડિયા છે, તો તમે SSY એકાઉન્ટ ખોલી શકો છો.

આ યોજના હેઠળ રોકાણ કરવાથી, વ્યક્તિને કલમ 80C હેઠળ 1.5 લાખ રૂપિયા સુધીની કર મુક્તિનો લાભ મળે છે. SSY હેઠળ, જો જરૂરી હોય, તો તમે પરિપક્વતા પહેલા પણ પૈસા ઉપાડી શકો છો. જ્યારે પુત્રી 18 વર્ષની થાય ત્યારે અભ્યાસ માટે પૈસા ઉપાડી શકાય છે.

સુકન્યા સમૃદ્ધિ યોજના (SSY યોજના) વર્ષ 2015માં પીએમ મોદીએ દીકરીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શરૂ કરી હતી. આ સરકારી યોજનામાં દર વર્ષે ઓછામાં ઓછા 250 રૂપિયા જમા કરાવવા જરૂરી છે. તમે માત્ર 250 રૂપિયામાં આ ખાતું ખોલાવી શકો છો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news