ગણતરીના કલાકોમાં સૌથી 'બળવાન' બનશે સૂર્ય, આ રાશિવાળા પર વરસશે છપ્પરફાડ કૃપા

Surya Gochar Effect 2023: સૂર્ય દર મહિને પોતાનું સ્થાન પરિવર્તન કરે છે. 14 એપ્રિલના રોજ સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મેષ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે આ રાશિમાં સૂર્ય સૌથી વધુ મજબૂત અને બળવાન સ્થિતિમાં હોય છે. આવામાં આ ગોચર કેટલીક રાશિના જાતકો માટે તે ખુબ જ શુભ ફળ આપનારું રહેશે. 

ગણતરીના કલાકોમાં સૌથી 'બળવાન' બનશે સૂર્ય, આ રાશિવાળા પર વરસશે છપ્પરફાડ કૃપા

Sun Transit In Aries 2023: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ગ્રહ દર મહિને પોતાનું સ્થાન બદલે છે. સૂર્યનું એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરવું અનેક જાતકો માટે શુભ તો કેટલાક માટે અશુભ ફળ પણ આપે છે. 14 એપ્રિલના રોજ સૂર્ય ગુરુની રાશિ મીનમાંથી નીકળીને મેષ રાશિમાં પ્રવેશવા જઈ રહ્યો છે. અત્રે જણાવવાનું કે મેષ રાશિમાં સૂર્ય સૌથી વધુ બળવાન હોવાનું મનાય છે. કેટલીક રાશિઓ માટે સૂર્યનું આ રાશિમાં હોવું ખુબ ફળદાયી રહે છે. સૂર્ય આ રાશિમાં 15મી મે સુધી રહેશે. જાણો કઈ રાશિને શું પરિણામ મળશે. 

મેષ રાશિ
આ દરમિયાન મેષ રાશિના જાતકો પોતાના સ્વાસ્થ્યનું ખ્યાલ રાખે. માથાનો દુખાવો અને હાડકાની સમસ્યા વગેરે સતાવી શકે છે. શુભ ફળ માટે નિત્ય સવારે સૂર્ય દેવનો મંત્ર કરવો લાભદાયી રહેશે. 

વૃષભ રાશિ
સૂર્ય ગોચર દરમિયાન આ રાશિના જાતકોને માનસિક ચિંતા સતાવી શકે છે. ધનનું આગમન તો થશે પરંતુ ખર્ચા પણ વધશે. આંખો અને હ્રદયની સમસ્યા સતાવી શકે છે. રોજ ગોળ, ઘઉ અને લોટનું દાન કરો. 

મિથુન રાશિ
આ સમયગાળામાં આ જાતકોને સફળતા અને લાભના યોગ છે. ધન અને કરજની સ્થિતિમાં સુધારો આવશે. સ્થાન પરિવર્તન થઈ શકે છે. સૂર્ય દેવને નિયમિત જળ અર્પણ કરવાથી લાભ થશે. 

કર્ક રાશિ
આ દરમિયાન ધન અને પદ પ્રતિષ્ઠામાં વધારો થશે. આ જાતકોને કરિયરમાં ધારી સફળતા મળી શકે છે. જરૂરી કામ બનશે. નિયમિત સૂર્ય દેવને જળ અર્પણ કરવાથી લાભ થશે. 

સિંહ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકો ઈજાની ઝપેટમાં આવી શકે છે. દુર્ઘટનાઓથી સાવધાન રહેવું. કરિયરમાં કોઈ પણ પ્રકારનું જોખમ ન લેવું મોટા સાથે સંબંધ જાળવી રાખો. રોજ ગોળ, ઘઉ અને લોટનું દાન કરો. 

કન્યા રાશિ
આ સમયગાળામાં સ્વાસ્થ્યની ગંભીર બીમારી થઈ શકે છે. દુર્ઘટનાઓથી બચવું. કૌટુંબિક સમસ્યા જીવનમાં તણાવ પેદા કરશે. આ દરમિયાન લાંબી મુસાફરીથી સતર્ક રહો. સૂર્ય દેવના મંત્રનો જાપ કરતા રહો. 

વૃશ્ચિક રાશિ
આ જાતકો કરિયરમાં સફળતા મેળવશે. સ્વાસ્થ્ય અને માનસિક સ્થિતિમાં સુધારો થવાની શક્યતા છે. જીવનમાં આવી રહેલી પરેશાનીઓ દૂર થશે. સૂર્ય દેવને રોજ જળ અર્પણ કરવાથી લાભ થશે. 

ધનુ રાશિ
આ રાશિના જાતકોને કરિયરમાં સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર મુજબ આકસ્મિક સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. વ્યક્તિને સંતાન અને સ્વાસ્થ્યની સમસ્યાથી સાવધાન રહેવું પડશે. ગોળ, ઘઉ અને લોટનું દાન કરવાથી લાભ થશે. 

મકર રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યા થઈ શકે છે. ઉચ્ચાધિકારીઓ સાથે તાલમેળ રાખવામાં જ ભલાઈ છે. સંપત્તિ સંબંધિત મામલાઓમાં બેદરકારી ન વર્તો. રોજ સૂર્ય દેવના મંત્રોનો જાપ કરો. 

કુંભ  રાશિ
આ સમયગાળામાં અટકેલા કામ  બનશે. આ જાતકો શત્રુ અને વિરોધીઓને પરાસ્ત કરવામાં સફળ થશે. કરિયરમાં પદ પ્રતિષ્ઠા અને સન્માન મળવાના યોગ છે. રોજ સૂર્ય દેવને જળ અર્પણ કરો. 

મીન રાશિ
કૌટુંબિક જીવનમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે. આવામાં ખાસ ધ્યાન રાખો. કરિયરમાં વિવાદો અને ત્વરિત નિર્ણયોથી પોતાને બચાવી રાખો. આંખો અને માથાના દુખાવા સંબંધિત સમસ્યા થઈ શકે છે. સૂર્ય દેવના મંત્ર જાપથી લાભ થશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news