જુલાઈમાં મિથુન રાશિમાં બનશે બુધાદિત્ય અને વિપરિત રાજયોગ, આ 3 રાશિવાળાને આખો મહિનો ફાયદો જ ફાયદો

Budhaditya Yoga July 2023: મિથુન રાશિમાં બુધાદિત્ય અને વિપરિત રાજયોગનો શુભ સંયોગ બની રહ્યો છે. ગ્રહોની યુતિથી આ 3 રાશિવાળાને ચાંદી જ ચાંદી થઈ શકે છે. 

જુલાઈમાં મિથુન રાશિમાં બનશે બુધાદિત્ય અને વિપરિત રાજયોગ, આ 3 રાશિવાળાને આખો મહિનો ફાયદો જ ફાયદો

Budhaditya And Vipreet Rajyoga: સૂર્ય અને બુધની યુતિથી મિથુન રાશિને બુધાદિત્ય રાજયોગનો લાભ મળી રહ્યો છે. આ સાથે જ વિપરિત રાજયોગ પણ બને છે. જુલાઈ મહિના પહેલા બુધના મિથુન રાશિમાં પ્રવેશ સાથે, સૂર્ય પહેલેથી જ આ રાશિમાં છે. ગ્રહોની આ યુતિથી બુધાદિત્ય રાજયોગ અને વિપરિત રાજયોગ બને છે. જે કોઈના જીવનમાં અચાનક અને મહત્વપૂર્ણ સફળતા લાવી શકે છે. 

વિપરિત રાજયોગ શું હોય છે
વિપરિત રાજયોગનું નિર્માણ ત્યારે થાય છે જ્યારે છઠ્ઠા  અને બારમા ભાવના સ્વામી એકબીજાથી સંબંધ સ્થાપિત કરીએ છીએ. આવું ત્યારે થઈ શકે જ્યારે છઠ્ઠા ઘરનો સ્વામી આઠમા કે બારમા ઘરના સ્વામી સંબંધિત હોય. આ સિવાય ત્રીજા ઘરમાં છઠ્ઠા કે આઠમાં ઘરના સ્વામીની અંતર્દશાના પ્રભાવથી આ શુભ રાજયોગ બને છે. જે જીવનમાં અપ્રત્યાશિત અને પર્યાપ્ત સફળતા લાવવા માટે ઓળખાય છે. 

આ ત્રણ રાશિવાળાને મળશે લાભ

કર્ક રાશિ
વિપરિત રાજયોગથી કર્ક રાશિવાળા જાતકોને લાભ થશે. બુધ ત્રીજા અને બારમા ઘરનો સ્વામી છે અને સૂર્ય બારમા ઘરમાં સ્થિત છે. આ રાજયોગ અનુકૂળ પરિણામ આપશે. લોકોને રોકાણમાં સફળતાનો અનુભવ થશે. આ ઉપરાંત તેમને પોતાના કાર્યક્ષેત્રે પ્રયાસોથી ઓળખ મળશે. સૂર્ય તેમનામાં એક્ટિવ અને સકારાત્મક ઉર્જા ભરશે. આ ઉપરાંત વિદેશમા શિક્ષણ પ્રાપ્ત કરવા પર વિદ્યાર્થીઓ વિચાર કરી શકે છે. વેપારમાં વધારો થશે અને નાણાકીય રોકાણથી લાભ થશે. આ ઉપરાંત બુધ તેમની બુદ્ધિ અને નિર્ણય લેવાની ક્ષમતા વધારશે. 

વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને વિપરિત રાજયોગનો લાભ મળશે. આ રાજયોગનું નિર્માણ અષ્ટમ ભાવમાં થાય છે. બુધ અગિયારમાં અને આઠમા ઘરને નિયંત્રિત કરે છે. અને આઠમા ઘરમાં સ્થિત છે જેનાથી તેનો પ્રભાવ વધી જાય છે. નોકરી અને બિઝનેસમાં અચાનક ધનલાભની આશા કરવામાં આવી શકે છે. પદોન્નતિની તકો છે અને આધ્યાત્મિકતા વધુ મહત્વપૂર્ણ થઈ જશે. તમે પ્રતિષ્ઠા અને સન્માનમાં વૃદ્ધિની આશા કરી શકો છો. 

મકર રાશિ
મકર રાશિવાળાને વિપરિત રાજયોગનો લાભ મળશે. તેમની ગોચર કુંડળીમાં બુધ છઠ્ઠા અને નવમાં ઘરનો સ્વામી છે અને છઠ્ઠા ઘરમાં સ્થિત છે. આ સ્થિતિ આઠમા ઘરમાં  બુધને મજબૂત કરે છે. જેનાથી તેનો પ્રભાવ વધે છે. કોર્ટ  કેસો અને કાનૂની મામલાઓમાં સફળતા મળી શકે છે. નાણાકીય રોકાણથી લાભ થઈ શકે છે અને વિદેશ પ્રવાસની સંભાવના રહે છે. વ્યક્તિઓને પ્રતિષ્ઠા, સન્માન અને સમૃદ્ધિમાં વૃદ્ધિનો અનુભવ થઈ શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news