Sun Transit 2023: 15 જૂનથી સૂર્ય ચમકાવશે આ રાશિનું ભાગ્ય, બનશે સફળતા અને નોકરીનો યોગ
Surya Gochar 2023: 15 જૂને આ રાશિ છોડીને સૂર્ય બુધની રાશિમાં ગોચર કરશે. અને 16મી જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. સૂર્યની રાશિમાં પરિવર્તન અમુક રાશિના જાતકો માટે શુભ ફળ આપશે.
Trending Photos
નવી દિલ્હીઃ Surya Rashi Parivartan Effects on Zodiac Signs: વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહો ચોક્કસ સમયગાળા માટે તેમની રાશિ બદલી નાખે છે. ગ્રહોના રાજા કહેવાતા સૂર્ય દેવ હાલમાં વૃષભ રાશિમાં બિરાજમાન છે. જણાવી દઈએ કે 15 જૂને આ રાશિ છોડીને સૂર્ય બુધની રાશિમાં ગોચર કરવા જઈ રહ્યો છે. અને 16મી જુલાઈ સુધી આ રાશિમાં રહેશે. બુધની રાશિમાં સૂર્ય ભગવાનનું ગોચર પણ મહત્વપૂર્ણ છે કારણ કે બુધને જ્ઞાન આપનાર માનવામાં આવે છે. સૂર્યની રાશિમાં પરિવર્તન અમુક રાશિના જાતકો માટે શુભ ફળ આપશે. તો આવો જાણીએ આ સમયગાળા દરમિયાન કઈ રાશિના લોકો ભાગ્યશાળી રહેશે.
આ રાશિઓના શરૂ થશે અચ્છે દિન
મેષ રાશિઃ મેષ રાશિના જાતકોને આ ગોચરનું શુભ પરિણામ પ્રાપ્ત થશે. ઓફિસમાં લોકોનો સહયોગ મળશે. આ દરમિયાન યાત્રાના યોગ બની રહ્યાં છે. આર્થિક પક્ષ મજબૂત રહેશે. તમને નવી સ્પર્ધામાં તમારી પ્રતિભા દેખાડવાનો અવસર મળી શકે છે.
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોને પણ સૂર્યનું ગોચર શુભ પરિણામ આપશે. તેનાથી તમને દરેક ક્ષેત્રમાં લાભ પ્રાપ્ત થશે. તમને વેપારમાં મોટો લાભ મળી શકે છે. લગ્ન જીવન સુખમય રહેશે. યાત્રાની યોજના બની શકે છે.
સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકો માટે સૂર્યનું બુધ રાશિમાં ગોચર સારૂ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન તમે નવા કામની શરૂઆત કરશે. ધનલાભનો પ્રબળ યોગ છે. સામાજિક વર્તુ વધશે. વિદ્યાર્થીઓ માટે સમય શુભ રહેવાનો છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે.
મકર રાશિઃ સૂર્યનું બુધ રાશિમાં ગોચર મકર રાશિના જાતકો માટે સારા પરિણામ લઈને આવશે. તમે જે પણ કામ કરશો તેમાં શુભ ફળ પ્રાપ્ત થશે. તમને કર્જમાંથી છુટકારો મળવાનો શરૂથશે. નોકરીમાં પ્રમોશન થઈ શકે છે. તમને સંતાન પક્ષ તરફથી સંતુષ્ટિ પ્રાપ્ત થઈ શકે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા પર આધારિત છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે