Sawan 2023: શ્રાવણ મહિનામાં આ રાશિના લોકો પર માતા લક્ષ્મી વરસાવશે કૃપા, આ છે ભાગ્યશાળી રાશિઓ

shiv ji and maa laxmi puja: શ્રાવણ મહિનામાં સૌ કોઈ દેવાધીદેવ શિવની પૂજા કરે છે અને  શ્રાવણ મહિનાનો સોમાવાર ખાસ ગણવામાં આવે છે. શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શિતળતા આપનાર છે. તે દરેક વસ્તુ જે શિતળતા આપે તે શિવજીને પ્રિય છે. 

Sawan 2023: શ્રાવણ મહિનામાં આ રાશિના લોકો પર માતા લક્ષ્મી વરસાવશે કૃપા, આ છે ભાગ્યશાળી રાશિઓ

Sawan Month Effect on Zodiac Sign: શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે. એવું કહેવાય છે કે ભગવાન શિવના આર્શિવાદ મેળવવા માટે શિવલિંગ પર જળ-દૂધનો અભિષેક કરવો જોઈએ અને બિલીપત્ર ચડાવવા જોઈએ. તો કેટલીક રાશિના જાતકો મા લક્ષ્મીજીની કૃપા મેળવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. કંઈ રાશિના લોકો માટે શ્રાવણ મહિનો ખાસ રહેશે. આવો જાણીએ. શ્રાવણ મહિનામાં સૌ કોઈ દેવાધીદેવ શિવની પૂજા કરે છે અને  શ્રાવણ મહિનાનો સોમાવાર ખાસ ગણવામાં આવે છે. શ્રાવણ માસ શિવજીને પ્રિય છે કારણ કે આ માસ તેમને શિતળતા આપનાર છે. તે દરેક વસ્તુ જે શિતળતા આપે તે શિવજીને પ્રિય છે. 

શ્રાવણ માસમાં આ રાશિના જાતકો પર વરસશે મા લક્ષ્મીજીની કૃપા:

1) ધન-
ધનુ રાશિના લોકો માટે શ્રાવણ માસ શુભ રહેશે..શ્રાવણ માસમાં આ રાશિના જાતકોને નવા કામની જવાબદારી મળી શકે છે સાથે પ્રમોશનની પણ સંભાવના છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પ્રોપર્ટી ખરીદવા અને નવો બિઝનેસ શરૂ કરવા માટે પણ આ સમય ઘણો અનુકૂળ છે.

2) મિથુન-
મિથુન રાશિના લોકો માટે  શ્રાવણ માસ ઘણી બધી ખુશી લઈને આવશે.. આ માસમાં કોઈ જરૂરિયાતમંદની મદદ કરવી ફાયદાકારક રહેશે. કોર્ટમાં કોઈ કેસ ચાલી રહ્યો હોય તો આ માસમાં તેનો ઉકેલ આવી શકે છે.

3) તુલા-
શ્રાવણ માસમાં તુલા રાશિના જાતકોનું સમાજમાં માન-સન્માન વધશે. આ રાશિના લોકો પર મા સરસ્વતી અને મા લક્ષ્મીની કૃપા રહેશે. તમારી વાણીના કારણે સમાજમાં તમને સન્માન મળશે. જો તમે રાજકારણમાં જવાનું વિચારી રહ્યા છો તો આ સમય સૌથી શ્રેષ્ઠ છે.

4) મીન-
મીન રાશિના લોકો પર શ્રાવણ મહિનામાં માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે. દાન માટે આ મહિનો સારો રહેશે. જો શક્ય હોય તો આ મહિનામાં દાન કરો. એઆ મહિનામાં વાહન ખરીદી શકાય છે.

5) સિંહ-
શ્રાવણ મહિનામાં આ રાશિના લોકોના માન-સન્માનમાં વધારો થશે. અચાનક નાણાંકીય લાભ થવાની સંભાવના છે. સાથે જ મહેનતનું પૂરેપૂરું ફળ પણ મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news