સેંકડો કિલોમીટરનું અંતર કાપીને નવા વર્ષે ધજા લઈને મા અંબાના દ્વાર પહોંચ્યા ભક્તો

Ambaji Temple : અંબાજીમાં ભાદરવી પૂનમ જેવો માહોલ છવાયો... નવા વર્ષે પગપાળા સંઘો ધજા લઈને મા અંબાના દ્વાર પહોંચ્યા.... નવ વર્ષની શરૂઆત સેકડો કિલોમીટરની પગપાળા યાત્રા કરીને માં અંબાના દર્શન કરી

સેંકડો કિલોમીટરનું અંતર કાપીને નવા વર્ષે ધજા લઈને મા અંબાના દ્વાર પહોંચ્યા ભક્તો

Gujarat Temples પરખ અગ્રવાલ/અંબાજી : દિવાળીના તહેવારોમાં પણ પગપાળા સંઘો અંબાજી પહોંચી રહ્યાં છે. મા અંબાના ધામે સેંકડો કિલોમીટરની પગપાળા યાત્રા કરી સંઘો વર્ષોથી નવ વર્ષની શરૂઆત માતાજીના દર્શન કરીને કરે છે. ત્યારે અંબાજી પહોંચેલા સંઘોમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.  

હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે ત્યારે માં જગતજનની અંબાના ધામે યાત્રાળુઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. નવ વર્ષે મા જગતજનની અંબાના દર્શન કરી લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યામાં યાત્રાળુઓ માં અંબાના ધામે પહોંચી માતાજીના દર્શન કરી નવાં વર્ષની શરૂઆત કરી રહ્યા છે. ભક્તો તહેવારોમાં મોટી સંખ્યામાં પોતાના વાહનો લઈને અંબાજી અને અનેકો દેવસ્થાનો પહોંચતા હોય છે. ત્યારે હાલ માં અંબાના ધામે અનેકો એવા પગપાળા સંઘો પણ આવી રહ્યા છે. જે નવ વર્ષની શરૂઆત સેકડો કિલોમીટરની પગપાળા યાત્રા કરીને માં અંબાના દર્શન કરે છે.

તહેવારોમાં યાત્રાધામ અંબાજીમાં હાલ શ્રદ્ધાળુઓનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. ત્યારે મા અંબાના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. દિવાળીના તહેવારોમાં લોકો મોટી સંખ્યામાં પોતાના ખાનગી વાહનો લઈને આવતા હોય છે. ત્યારે ઘણા બધા એવા સંઘો પણ છે જે નવ વર્ષ અને દિવાળીના તહેવારોમાં પોતાના સંઘો લઈને પગપાળા યાત્રા કરીને અંબાજી પહોંચ્યા હતા. પરિશ્રમ ગ્રુપ ઊંઝાનો પગપાળા સંઘ 14 વર્ષથી સતત માં અંબાના ધામે દિવાળીના તહેવારોમાં પહોંચયો હોય છે. દિવાળીના દિવસે ઊંઝાથી આ સંઘ નીકળીને આજે માતાના ધામે પહોંચ્યો હતો અને માતાજીના ચાચર ચોકમાં ભક્તોએ ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી. ત્યારબાદ માં જગતજનની અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

ભાદરવી પૂનમ મહામેલા માં હજારોની સંખ્યામાં પગપાળા સંઘો આવતા હોય છે ત્યારે અમુક એવા સંઘો પણ છે જે દિવાળીના તહેવારોમાં પણ પગપાળા અંબાજી પહોંચતા હોય છે જેમાં ઊંઝા નો પરિશ્રમ ગ્રુપનો આ સંઘ આજે અંબાજી ખાતે પહોંચ્યો હતો. જેમાં અનેકો એવા ભક્તો પણ હતા જેમની માનતા પૂર્ણ કરવા માં અંબાના ચરણોમાં પહોંચ્યા હતા. ભક્તો માં જગતજનની અંબા થી અનેકો માનતાઓ માંગતા હોય છે. અને તે પૂર્ણ થતા ફરી માં અંબા ના ચરણોમાં માથું ટેકવવા પહોંચી ધન્યતા અનુભવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news