Vastu for Basement in House: ઘરમાં બેઝમેન્ટ બનાવતા પહેલા જાણી લેજો આ મહત્વના વાસ્તુ નિયમો
Vastu Tips for Basement: વાસ્તુશાસ્ત્રમાં ઘરમાં ભોંયરુ એટલે કે બેઝમેન્ટ બાંધવા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ નિયમો જણાવવામા આવ્યા છે. કારણ કે ઘરમાં ભોંયરું હોવું શારીરિક, આર્થિક અને માનસિક સ્થિતિ પર મોટી અસર કરે છે.
Trending Photos
Basement in Home Vastu: વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક ભાગને લઈને નિયમો અને ટિપ્સ આપવામાં આવી છે. આમાં બેઝમેન્ટનો પણ સમાવેશ થાય છે. પ્રાચીન સમયમાં, મહેલો અને કિલ્લાઓમાં ભોંયરાઓ હતા, જે ખાસ હેતુ માટે બનાવવામાં આવતા હતા. આજે પણ ઘર-વેપારી સંસ્થાઓમાં ભોંયરાઓ હોય છે. તે કાર પાર્કિંગથી લઈને વિવિધ હેતુ માટે ઉપયોગમાં લેવાય છે. વધતી જતી વસ્તી અને જગ્યાના અભાવને કારણે ઘરમાં બેઝમેન્ટ બનાવવાનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે. પરંતુ જો બેઝમેન્ટ બનાવતી વખતે વાસ્તુના નિયમોની અવગણના કરવામાં આવે તો તે ખૂબ જ ભારે પડી શકે છે. જો કે, ઘરમાં બેઝમેન્ટ ન બનાવવું જોઈએ, જો ભોંયરું બનાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, તો ચોક્કસ નિયમોનું પાલન ચોક્કસ કરવુ જોઈએ.
બેઝમેન્ટ બનાવવા માટેના મહત્વપૂર્ણ નિયમો
જગ્યાના અભાવે લોકો બેઝમેન્ટમાં પાર્કિંગ બનાવે છે, કેટલીકવાર લોકો બેઝમેન્ટમાં રૂમ પણ બનાવીને રોજિંદા જીવનમાં ઉપયોગ કરે છે. જો તમે પણ તમારા ઘરમાં બેઝમેન્ટ બનાવી રહ્યા છો, તો વાસ્તુ સંબંધિત કેટલાક નિયમોનું ચોક્કસ ધ્યાન રાખો.
- ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં બેઝમેન્ટ બનાવવું શુભ છે. જો આ દિશામાં ભોંયરું બાંધવાથી કોઈ ફાયદો ન થાય તો ઓછામાં ઓછું નુકસાન તો નથી જ થતુ. બીજી તરફ દક્ષિણ-પશ્ચિમ દિશામાં બનેલ ભોંયરું આર્થિક નુકસાન કરે છે. દેવાનો બોજ વધે છે, આર્થિક તંગી આપે છે.
- બેઝમેન્ટ બનાવતી વખતે ધ્યાન રાખો કે તેની ડિઝાઇન એવી હોવી જોઈએ કે બેઝમેન્ટમાં હવા અને પ્રકાશ આવે.
- બેઝમેન્ટ માટે સીડી દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ બનાવો, તે શુભ ફળ આપે છે.
-બેઝમેન્ટનો દરરોજ ઉપયોગ કરવામાં આવે કે નહીં તેને સાફ કરતા રહો. ભોંયરામાં કચરો એકઠો કરવો અથવા તેને ગંદો રાખવાથી તમને નુકસાન થઈ શકે છે.
- ભોંયરામાં મધ્યમાં કોઈ થાંભલો અથવા સ્તંભ ન રાખવાનો પ્રયાસ કરો. તે સારું માનવામાં આવતું નથી.
- નકારાત્મક અસરોથી બચવા માટે, બેઝમેન્ટની પૂર્વ દિવાલ પર પેંડુલમ ક્લોક મૂકો. આ ઉપરાંત બેઝમેન્ટના મુખ્ય દરવાજા પર વિન્ડચાઈમ લગાવો. આના કારણે બેઝમેન્ટમાં સકારાત્મક ઉર્જા રહે છે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)
આ પણ વાંચો:
હિંસાગ્રસ્ત મણિપુરની સ્થિતિ પર ગૃહમંત્રી અમિત શાહે બોલાવી સર્વદળીય બેઠક
યુવતી સાથે હોટલમાં ઝડપાયા ગુજરાતના ધારાસભ્ય, પતિએ રંગમાં ભંગ પાડ્યો અને થઈ જોવા જેવી
Viral Video: રસ્તા પર યુવતિને બાઇકની ટાંકી પર ઊંધી બેસાડી દિલધડક રોમાન્સ,જોયો કે નહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે