IND vs AUS: ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટી20 મેચમાં રમશે શ્રેયસ અય્યર, આ યુવા ખેલાડી થશે બહાર
IND vs AUS 4th T20: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 મેચની સિરીઝની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. આ સિરીઝની છેલ્લી બે મેચમાં શ્રેયસ અય્યરની વાપસી થઈ છે.
Trending Photos
Shreyas Iyer: ઓસ્ટ્રેલિયાએ 5 ટી20 મેચની સિરીઝની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને પરાજય આપ્યો હતો. આ રીતે સિરીઝ 2-1 પર આવી ગઈ છે. તો સિરીઝની અંતિમ બે મેચ માટે ભારતીય ટીમમાં શ્રેયસ અય્યરની વાપસી થઈ છે. પરંતુ અય્યરની વાપસી બાદ કયાં ખેલાડીએ બહાર થવું પડશે? હકીકતમાં આ સિરીઝમાં ઓપનર યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડ પોતાનો જલવો દેખાડી ચૂક્યા છે, પરંતુ તિલક વર્મા આશા પ્રમાણે પ્રદર્શન કરી શક્યો નથી.
શ્રેયસ અય્યરની વાપસી બાદ તિલક વર્મા થશે બહાર
હકીકતમાં તેમ માનવામાં આવી રહ્યું છે કે શ્રેયસ અય્યરની વાપસી બાદ પ્લેઇંગ ઈલેવનમાંથી તિલક વર્મા બહાર થઈ શકે છે. એટલે કે ભારતના ટોપ-4માં ઓપનર યશસ્વી જાયસવાલ સિવાય ગાયકવાડ, ઈશાન કિશન અને શ્રેયસ અય્યર હશે. તિલક વર્મા પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થશે. તો અય્યર ચાર નંબરે બેટિંગ કરી શકે છે. જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવ પાંચમાં નંબર પર બેટિંગ કરતો જોવા મળશે. ત્યારબાદ રિંકૂ સિંહ ફિનિશરની ભૂમિકામાં હશે.
રાયપુરમાં રમાશે સિરીઝની ચોથી મેચ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 ટી20 મેચની સિરીઝની ચોથી મેચ 1 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે. ત્યારબાદ બંને ટીમ પાંચમી અને અંતિમ ટી20 મેચ 3 ડિસેમ્બરે રમાશે. આ મુકાબલો બેંગલોરના એન. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. આ સિરીઝની પ્રથમ બે મેચમાં સૂર્યકુમાર યાદવની આગેવાનીમાં ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. પરંતુ ત્રીજી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને પરાજય આપ્યો હતો. હવે ભારતીય ટીમ ચોથી મેચ જીતીને સિરીઝ કબજે કરવાના ઈરાદાથી ઉતરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે