'INDIA' માં 26 અને NDA માં 38...જાણો કઈ કઈ પાર્ટી સામેલ છે ભાજપના નેતૃત્વવાળા NDA માં
વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણીની ટક્કર શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા NDA નો મુકાબલો કરવા માટે વિપક્ષે INDIA નામનું ગઠબંધન તૈયાર કર્યું છે. બેંગલુરુમાં થયેલા 26 વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવામાં આવ્યું. જેનું આખુ નામ ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લુએસિવ અલાયન્સ છે. બીજી બાજુ બેંગલુરુથી લગભગ બે હજાર કિમી દૂર દિલ્હીમાં પણ ભાજપના નેતૃત્વાળા એનડીએની બેઠક ચાલુ છે.
Trending Photos
વર્ષ 2024માં થનારી લોકસભા ચૂંટણીની ટક્કર શરૂ થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વવાળા NDA નો મુકાબલો કરવા માટે વિપક્ષે INDIA નામનું ગઠબંધન તૈયાર કર્યું છે. બેંગલુરુમાં થયેલા 26 વિપક્ષી પાર્ટીઓની બેઠકમાં ગઠબંધનનું નામ ઈન્ડિયા રાખવામાં આવ્યું. જેનું આખુ નામ ઈન્ડિયન નેશનલ ડેમોક્રેટિક ઈન્ક્લુએસિવ અલાયન્સ છે. બીજી બાજુ બેંગલુરુથી લગભગ બે હજાર કિમી દૂર દિલ્હીમાં પણ ભાજપના નેતૃત્વાળા એનડીએની બેઠક ચાલુ છે. આ બેઠકમાં 38 પાર્ટીઓ સામેલ થઈ હોવાનો દાવો છે. ભાજપ સાથેના આ પક્ષોમાં અનેક ગુમનામ જેવી નાની નાની પાર્ટીઓ પણ છે. તો કેટલાક એવા પણ પક્ષો છે જે પહેલા એનડીએનો હિસ્સો હતા પરંતુ હાલમાં તેમણે ગઠબંધન તોડ્યું હતું. એક નજર ફેરવો એનડીએમાં સામેલ પક્ષો પર....
NDA માં સામેલ પક્ષોની યાદી
1. ભારતીય જનતા પાર્ટી (ભાજપ)
2. શિવસેના (એકનાથ શિંદે જૂથ)
3. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર જૂથ)
4. રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી (પશુપતિ કુમાર પારસના નેતૃત્વવાળી)
5. અખિલ ભારતીય અન્ના દ્રવિડ મુનેત્ર કડગમ (AIADMK)
6. અપના દળ (સોનેલાલ)
7. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP)
8. નેશનાલિસ્ટ ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (NDPP)
9. ઓલ ઝારખંડ સ્ટુડન્ટ્સ યુનિયન(AISU)
10. સિક્કિમ ક્રાંતિકારી મોરચા (SKM)
11. મિઝો નેશનલ ફ્રંટ (MNF)
12. ઈન્ડિજિનસ પીપલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (IPFT)
13. નાગા પીપલ્સ ફ્રંટ, નાગાલેન્ડ (NPF)
14. રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે) (RPI)
15. અસમ ગણ પરિષદ (AGP)
16. પટ્ટલી મક્કલ કાચી (PMK)
17. તમિલ મનિલા કોંગ્રેસ (TMC)
18. યુનાઈટેડ પીપલ્સ પાર્ટી લિબરલ (UPPL)
19. સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટી (સુભાસપા)
20. શિરોમણી અકાલી દળ (સંયુક્ત)
21. મહારાષ્ટ્ર ગોમંતક પાર્ટી (MGP)
22, જનનાયક જનતા પાર્ટી (JJP)
23. પ્રહર જનશક્તિપાર્ટી (PJP)
24. રાષ્ટ્રીય સમાજ પક્ષ (RSP)
25. જન સુરાજ્ય શક્તિ પાર્ટી (JSSP)
26. કુકી પીપલ્સ એલાયન્સ (KPA)
27. યુનાઈટેડ ડેમોક્રેટિક પાર્ટી (મેઘાલય)
28. હિલ સ્ટેટ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (HSPDP)
29. નિષાદ પાર્ટી
30. અખિલ ભારતીય એનઆર કોંગ્રેસ
31. હિન્દુસ્તાની અવામ મોરચા (હમ)
32. જન સેના પાર્ટી (JSP)
33. હરિયાણા લોકહિત પાર્ટી (HLP)
34. ભારત ધર્મ જન સેના (BDJS)
35. કેરળ કામરાજ કોંગ્રેસ (KKC)
36. પુથિયા તમિલગમ (PT)
37. લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ પાસવાન)
38. ગુરખા નેશનલ લિબરેશન ફ્રંટ (GNLF)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે