18 વર્ષ બાદ બનશે શક્તિશાળી શુક્રાદિત્ય રાજયોગ, આ 3 રાશિવાળાનું તો ભાગ્ય ઉઘડી જશે, પૈસાનો જાણે વરસાદ થશે

એવી માન્યતા છે કે કુંડળીમાં શુક્રાદિત્ય યોગના નિર્માણથી કરિયરમાં અનેક મોટા ફેરફાર થાય છે. ધન સંલગ્ન સમસ્યાઓથી છૂટકારો મળે છે અને જાતકનું જીવન દરેક ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરે છે. મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિથી કેટલીક રાશિઓને ખુબ સારા ફળ મળી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

18 વર્ષ બાદ બનશે શક્તિશાળી શુક્રાદિત્ય રાજયોગ, આ 3 રાશિવાળાનું તો ભાગ્ય ઉઘડી જશે, પૈસાનો જાણે વરસાદ થશે

વૈદિક જ્યોતિષ મુજબ તમામ ગ્રહો એક નિશ્ચિત સમયાંતરે રાશિ પરિવર્તન કરે છે. જેની શુભ અને અશુભ અસરો તમામ 12 રાશિઓ પર પડતી હોય છે. આજે રાતે એટલે કે 13 એપ્રિલના રોજ 9.15 વાગે ગ્રહોના રાજા સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે જ્યારે ધન વૈભવના કારક શુક્ર 24 એપ્રિલના રોજ 11.58 વાગે મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્ય અને શુક્ર સાથે મળીને શુક્રાદિત્ય રાજયોગનું નિર્માણ કરશે. એવી માન્યતા છે કે કુંડળીમાં શુક્રાદિત્ય યોગના નિર્માણથી કરિયરમાં અનેક મોટા ફેરફાર થાય છે. ધન સંલગ્ન સમસ્યાઓથી છૂટકારો મળે છે અને જાતકનું જીવન દરેક ક્ષેત્રમાં સફળતાના શિખર સર કરે છે. મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિથી કેટલીક રાશિઓને ખુબ સારા ફળ મળી શકે છે. જાણો તે ભાગ્યશાળી રાશિઓ વિશે...

મેષ રાશિ
મેષ રાશિમાં શુક્રાદિત્ય રાજયોગ બનવાથી ખુબ જ શુભ મળશે. નોકરી અને બિઝનેસમાં પ્રગતિની અનેક તકો મળશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. પ્રોફેશનલ લાઈફમાં નવા પડકારોને સ્વીકારવા માટે આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. નોકરીયાતોને પ્રમોશન કે અપ્રેઝલના ચાન્સ વધશે. નવી જોબની ઓફર પણ મળશે. મેરિડ લાઈફમાં ખુશહાલી રહેશે. 

કન્યા રાશિ
મેષ રાશિમાં સૂર્ય અને શુક્રની યુતિ બનવાથી કન્યા રાશિવાળાને લાભ જ લાભ થશે. સમાજમાં માન સન્માન વધશે. કરિયરમાં ઈચ્છિત સફળતા મળશે. ઘરમાં માંગલિક કાર્યોનું આયોજન થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે. આર્થિક સ્થિતિ મજબૂત થશે. ધન આગમનના નવા રસ્તાઓ ખુલશે. વિદ્યાર્થીઓને પરીક્ષામાં સારા માર્ક્સ મળશે. 

તુલા રાશિ
શુક્રાદિત્ય રાજયોગ તુલા રાશિવાળા માટે ખુબ જ મંગળકારી સાબિત થશે. જીવનમાં અનેક સકારાત્મક ફેરફાર થશે. વૈવાહિક જીવનની મુશ્કેલીઓ દૂર થશે. વેપારનો વિસ્તાર થશે. ધનલાભની નવી તકો મળશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થશે. બાકી લેણું પાછું ફરશે. ધનની આવક વધશે. ભૌતિક સુખ સુવિધાઓ વધશે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

Zee 24 kalakના Whatsapp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news