યુદ્ધની દિશામાં આગળ વધી રહ્યા છે આ બે દેશ? ભારતે પોતાના નાગરિકોને આપેલી આ ચેતવણી શું સંકેત આપે છે
મંત્રાલયે આ નાગરિકોને પોતાની સુરક્ષા માટે વધુ સાવધાની વર્તવાની અને ઓછી અવરજવર કરવાની સલાહ આપી છે. અત્રે જણાવવાનું કે એડવાઈઝરે એવા સમયે બહાર પાડવામાં આવી છે કે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલુ છે અને હાલના દિવસોમાં બંને દેશો વચ્ચે આકરી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે.
Trending Photos
મિડલ ઈસ્ટમાં વધી રહેલા તણાવ વચ્ચે ભારત સરકારે ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી કરવા મુદ્દે એક એડવાઈઝરી બહાર પાડી છે. વિદેશ મંત્રાલયે આ વિસ્તારમાં તણાવપૂર્ણ સ્થિતિને ધ્યાનમાં રાખતા ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી આ દેશોની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે જે ભારતીય નાગરિકો હાલ ઈરાન અને ઈઝરાયેલમાં છે તેમને ભારતીય દૂતાવાસ સાથે સંપર્ક કરવાની અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવે છે. ભારત ઉપરાંત ફ્રાન્સ જેવા દેશોએ પણ પોતાના નાગરિકોને આવી સલાહ આપી છે.
મંત્રાલયે આ નાગરિકોને પોતાની સુરક્ષા માટે વધુ સાવધાની વર્તવાની અને ઓછી અવરજવર કરવાની સલાહ આપી છે. અત્રે જણાવવાનું કે એડવાઈઝરે એવા સમયે બહાર પાડવામાં આવી છે કે જ્યારે મધ્ય પૂર્વમાં તણાવ વધી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલુ છે અને હાલના દિવસોમાં બંને દેશો વચ્ચે આકરી નિવેદનબાજી પણ જોવા મળી રહી છે.
વિદેશ મંત્રાલયે શું કહ્યું
વિદેશ મંત્રાલયે પોતાની બ્રિફિંગમાં કહ્યું છે કે ઈઝરાયેલમાં રહેતા ભારતીયોને અપીલ કરવામાં આવે છે કે તેઓ પોતાની સુરક્ષાને લઈને સાવધાની વર્તે અને ઓછામાં ઓછી અવરજવર કરે. ઈરાન કે ઈઝરાયેલમાં રહેતા તમામ ભારતીયોને અપીલ કરવામાં આવે છે કે તેઓ ત્યાં ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરે અને પોતાનું રજિસ્ટ્રેશન કરાવે. આ સાથે એમ પણ કહેવાયું છે કે હાલની સ્થિતિને ધ્યાનમાં રાખતા તમામ ભારતીયોને આગામી નોટિસ સુધી ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ પણ આપવામાં આવે છે.
શું સાચે યુદ્ધ થશે?
એ વાત સાચી છે કે ઈરાન અને ઈઝરાયેલ હાલ એક બીજાની આમને સામને છે. ઈન્ટરનેશનલ મીડિયાની વાત માનીએ તો એવા રિપોર્ટ્સ છે કે ઈરાન પોતાની એક ઈમારત પર ઘાતક હુમલા બાદ જવાબી હુમલાની તૈયારી કરી રહ્યું છે. જેના વિશે ઈઝરાયેલનો દાવો છે કે તે તેના હિતો વિરુદ્ધ જોખમો સાથે જોડાયેલી હતી. આ સમગ્ર ઘટનાક્રમથી મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધવાની આશંકા પેદા થઈ છે.
ઈરાનની બદલો લેવાની ચેતવણી વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને ઈઝરાયેલને ભરપૂર સમર્થન આપવાની વાત કરી છે. આ બાજુ હુમલા માટે વ્યાપક રીતે ઈઝરાયેલને જવાબદાર માનવામાં આવી રહ્યું છે. પરંતુ ઈરાનની પ્રતિક્રિયા કેવી હોઈ શકે અને તહેરાન એવી કોઈ પણ ગતિવિધિ સાથે જોડાયેલા ફાયદા અને નુકસાન વિશે કેવી રીતે વિચારી રહ્યું છે તે વધુ ચર્ચાનો વિષય છે. આમ પણ જો બંને દેશોના સંબંધોની વાત કરીએ તો દાયકાઓથી ઈરાન અને ઈઝરાયેલ બંને ભૌતિક અને આભાસી દુનિયામાં એકબીજા વિરુદ્ધ અભિયાનોમાં લાગેલા છે. આ હુમલાઓમાં સાઈબર ઓપરેશન, પ્રોકસી દળોનું સમર્થન, હવાઈ હુમલા અને ટાર્ગેટેડ કિલિંગ સામેલ છે. જેનાથી બંને પક્ષોને ભારે નુક્સાન થયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે