Dead Person Clothes: મૃત વ્યક્તિના કપડાં કેમ ન પહેરવા જોઈએ? ખાસ જાણો તેની પાછળનું કારણ
Why Should Not Wear Dead Person Clothes: તમે અનેકવાર જોયું હશે કે કોઈનું મૃત્યુ થાય તો તે પરિવારના લોકોને મૃતકોના કપડાં ન પહેરવાની વાત કરાય છે. પછી ભલે તે કપડાં ગમે તેટલા નવા હોય અને નવા જમાનાના કેમ ન હોય. આખરે એવું કહેવા પાછળ શું કારણ હોય છે. શું તેની પાછળ આત્માના પરલોકગમન સંલગ્ન કોઈ વાત હોય છે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ હોય છે.
Trending Photos
Why Should Not Wear Dead Person Clothes: તમે અનેકવાર જોયું હશે કે કોઈનું મૃત્યુ થાય તો તે પરિવારના લોકોને મૃતકોના કપડાં ન પહેરવાની વાત કરાય છે. પછી ભલે તે કપડાં ગમે તેટલા નવા હોય અને નવા જમાનાના કેમ ન હોય. આખરે એવું કહેવા પાછળ શું કારણ હોય છે. શું તેની પાછળ આત્માના પરલોકગમન સંલગ્ન કોઈ વાત હોય છે કે પછી કોઈ વૈજ્ઞાનિક કારણ હોય છે. તમારા મગજમાં પણ આ વિચાર ચોક્કસપણે ફરતો હશે પરંતુ આજે અમે આ રહસ્ય પાછળથી નક્કર તથ્યો સાથે પડદો ઉઠાવવા જઈરહ્યા છીએ.
મૃત્યુ બાદ મૃતકના કપડાં ન પહેરવા
પ્રખ્યાત ધર્મગુરુ જગ્ગી વાસુદેવ કહે છે કે જ્યારે એકવાર આત્મા પોતાના શરીરને ત્યાગી દે ત્યારબાદ પરિવારના લોકોએ તે શરીરથી જોડાયેલા કપડાં અને અન્ય ચીજોને પણ દાન કરી દેવી જોઈએ કે પછી બાળી મૂકવી જોઈએ. તેઓ તેની પાછળનું કારણ પણ જણાવે છે. જગ્ગી વાસુદેવ કહે છે કે શરીર છોડી ચૂકેલી આત્મા પોતાના કપડાંની ગંધ અને બીજી પસંદગીની ચીજો દ્વારા જ પોતાના પરિવાર અને પોતાના ઘરને ઓળખે છે. આથી આ ચીજોને બાળી ન મૂકાય અથવા તો દાન કરવામાં ન આવે તો તે આત્મા દેહાંત બાદ પણ પોતાના પરિવારનો મોહ ત્યાગી શકતી નથી અને આસપાસ ભટકતી રહે છે. જેના કારણે તે જન્મ-મૃત્યુના આ ચક્રથી મુક્ત થઈ શકતી નથી.
ઘરમાં શરૂ થાય છે અપ્રિય ઘટનાઓનો દોર
તેઓ કહે છે કે મૃત્યુ બાદ આત્મા એક ઉર્જા સ્વરૂપે પરિવર્તિત થઈ જાય છે. તે ઉર્જા સકારાત્મક પણ હોઈ શકે અને નકારાત્મક પણ હોઈ શકે. જો તે ઉર્જા નકારાત્મક બને તો પરિવારના લોકો તેની સાથે જોડાયેલા કપડાં પહેરે તો તેનો સાયો તેમના પર હાવી થઈ શકે છે. જેનાથી પરિવારમાં અપ્રિય ઘટનાઓનો દોર શરૂ થઈ જાય છે. જગ્ગી વાસુદેવ કહે છે કે મૃત વ્યક્તિઓના કપડાં ઉપરાંત તેમની મનગમતી વસ્તુઓ, પેન, મોબાઈલ કે બીજી મોંઘી વસ્તુઓનો પણ ઉપયોગ કરવો જોઈએ નહીં. આ ચીજો પણ ઘરમાં નકારાત્મકતા ફેલાવે છે.
શરીરમાં પ્રવેશ રકી શકે છે ઘાતક બેક્ટેરિયા
વૈજ્ઞાનિક પણ મૃત વ્યક્તિના કપડાં કે અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાની ના પાડ છે. વૈજ્ઞાનિકોના જણાવ્યાં મુજબ જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તે પહેલા ઈમ્યુનિટી નબળી હોવાના કારણે તે ખુબ નબળો થઈ ચૂક્યો હોય છે. તેના શરીરની અંદર અનેક પ્રકારના સુક્ષ્મ બેક્ટેરિયા અને વાયરસ પ્રવેશ કરી ચૂક્યા હોય છે. જેને નરી આંખે જોઈ શકાતા નથી. આવામાં તે વ્યક્તિના દેહાંત બાદ પણ તે બેક્ટેરિયા કપડાં અને અન્ય ચીજોમાં રહે છે. જેનાથી તેને ધારણ કરનારા પરિવારના લોકો પણ બીમારીઓનો ભોગ બની શકે છે અથવા તેના શરીર સુધી પહોંચી જાય. આથી ઘણી હદ સુધી એ સાચુ છે કે મૃત વ્યક્તિના કપડાંને ફરીથી ઉપયોગમાં ન લેવામાં આવે.
માનસિક રીતે નબળો થઈ જાય છે વ્યક્તિ
બીજી બાજુ મનોવૈજ્ઞાનિક કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિ શરીર છોડીને જાય છે તો તેની સાથે જોડાયેલી ચીજો જોઈને ઘરવાળા ભાવુક થઈ જાય છે. તેઓ જ્યારે પણ મૃત વ્યક્તિના કપડાં, પેન, મોબાઈલ, કે અન્ય ચીજો જુએ તો તેની યાદો તાજી થઈ જાય છે. જેના કારણએ તે વ્યક્તિ અંદરોઅંદર માનસિક રીતે નબળો થવા લાગે છે. તેને મૃત્યુ પામેલા વ્યક્તિની દરેક ક્ષણ યાદ આવવા લાગે છે. આ યાદો તેને જીવનમાં આગળ વધવા દેતી નથી. આથી મૃત વ્યક્તિની ચીજોને કાં તો દાન કરવી જોઈએ અથવા તો બાળી મૂકવી જોઈએ.
(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે