બે દેશો તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 10 ખેલાડીઓ

વિશ્વ ક્રિકેટમાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવું એ એક ગૌરવની વાત હોય છે. ખેલાડી પોતાના પ્રદર્શન દ્વારા દેશનું પ્રતિનિધિત્વ કરતો હોય છે. પરંતુ ઘણા એવા ક્રિકેટરો પણ છે, જેઓ બે દેશ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા છે. 

બે દેશો તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર 10 ખેલાડીઓ

નવી દિલ્હીઃ કોઈપણ ખેલાડી માટે પોતાના દેશ તરફતી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવું એક મોટી વાત હોય છે. પરંતુ કેટલાક એવા ખેલાડી છે, જે બે દેશ માટે ક્રિકટ રમ્યા છે. તેમાંથી ઘણા ખેલાડી નાના દેશ ક સહયોગી દેશ (એસોસિએટ નેશન)ના હોય છે, જે પોતાની પ્રતિભાના દમ પર મોટા દેશોમાંથી ક્રિકેટ રમે છે. ઇયોન મોર્ગન અને ડર્ક નેન્સ જેવા ખેલાડી આ શ્રેણીમાં આવે છે. તો કેટલાક ખેલાડી એવા હોય છે જે ટીમમાં પોતાની જગ્યા ન બનાવી શકતા બીજા દેશોમાં પોતાનું ભવિષ્ય શોધે છે. લ્યૂક રોન્ચી અને વૈન ડેર મર્વ આ શ્રેણીમાં આવે છે. 

બોયડ રૈનકિન એકમાત્ર એવો ખેલાડી છે જેણે બે દેશો માટે ટેસ્ટ, વનડે અને ટી20 મેચ રમી છે. 

હવે વાત કરીએ તે ખેલાડીઓની જેણે બે દેશો માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યા છે. 

1. લ્યૂક રોન્ચી (ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિટા)
લ્યૂક રોન્ચી વર્તમાનમાં ન્યૂઝીલેન્ડની ટીમમાંથી રમે છે. તેણે વનડે ક્રિકેટમાં પોતાનું પર્દાપણ 27 જૂન 2008મા વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ કહ્યું હતું. તે પહેલા ઓસ્ટ્રેલિયા તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી તેણે 4 વનડે તથા 3 ટી20 મેચ રમી છે. રોન્ચીએ 4 વનડેની 2 ઈનિંગમાં 38ની એવરેજથી 76 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં મેથ્યૂ વેડ અને ટીમ પેન વિકેટકીપિંગની રેસમાં આગળ નિકળી ગયા તો તેણે ન્યૂઝીલેન્ડ તરફથી રમવાનું શરૂ કરી દીધું હતું. 

લ્યૂક રોન્ચીનો જન્મ ન્યૂઝીલેન્ડમાં થયો હતો. તેણે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધી 81 વનડે મેચ રમી છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 66 ઈનિંગમાં 1321 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી તથા 3 અડધી સદી પણ ફટકારી છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 4 ટેસ્ટ રમી જેમાં તેણે 319 રન બનાવ્યા છે. 

2. બોયડ રૈનકિન (ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ)
બોયડ રૈનકિન એકમાર્ત તેવો આંતરરાષ્ટ્રીય ખેલાડી જેણે બે દેશો માટે ટેસ્ટ, વનડે તથા ટી20 ક્રિકેટ મેચ રમી છે. તે લાંબા કદનો ફાસ્ય બોલક છે. તેણે આયર્લેન્ડ માટે 1 ટેસ્ટ, 53 વનડે તથા 28 ટી20 મેચ રમી છે જેમાં તેના નામે ક્રમશઃ 3 ટેસ્ટ, 74 વનડે અને 29 ટી20 વિકેટ છે. 

તો રૈનકિને ઈંગ્લેન્ડ તરફથી 1 ટેસ્ટ, 7 વનડે તથા 2 ટી20 મેચ રમી છે, જેના તેના નામે ક્રમશઃ 1 ટેસ્ટ, 10 વનડે અને 1 ટી20 વિકેટ છે. 

3. વૈન ડે મર્વ (દક્ષિણ આફ્રિકા, નેધરલેન્ડ)
વૈન ડેર મર્વનો જન્મ જોહનિસબર્ગ, દક્ષિણ આફ્રિકામાં થયો હતો. તે પહેલા આફ્રિકા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમ્યો હતો. મર્વ આફ્રિકા માટે 13 વનડે અને 13 ટી20 મેચ રમ્યો. તેણે આફ્રિકા માટે પોતાનું પર્દાપણ 29 માર્ચ 2009ના ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમી હતી. તેણે 13 ટી20 મેચોમાં 14 વિકેટ ઝડપી હતી. 

નેધરલેન્ડ માટે મર્વએ 12 ટી20 મેચ રમી જેમાં 17 વિકેટ ઝડપી હતી. તેનું સર્વશ્રેષ્ઠ બોલિંગ પ્રદર્શન 3 રન પર બે વિકેટ રહ્યું છે. 

4. ડર્ક નેન્સ (નેધરલેન્ડ, ઓસ્ટ્રેલિયા)
ડર્ક નેન્સે નેધરલેન્ડ માટે આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. તેણે પોતાનું ડેબ્યૂ 5 જાન્યુઆરી 2009ના ઈંગ્લેન્ડ વિરુદ્ધ કર્યું હતું. તેણે નેધરલેન્ડ માટે 2 ટી20 મેચ રમી અને એક વિકેટ ઝડપી હતી. 

ઓસ્ટ્રેલિયા માટે નેન્સે 15 ટી20 અને એક વનડે મેચ રમી છે. પોતાના 15 ટી20 મેચોમાં તેણે 27 વિકેટ ઝડપી છે. ડર્ક નેન્સ ફાસ્ટ બોલર છે. 

5. ઈયોન મોર્ગન (આયર્લેન્ડ, ઈંગ્લેન્ડ)
મોર્ગન આ શ્રેણીનો સૌથી સફળ બેટ્સમેન છે. ડબલિનમાં જન્મેલા મોર્ગને પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ આયર્લેન્ડ માટે રમી હતી. તેણે વનડે ક્રિકેટમાં પર્દાપણ 5 ઓગસ્ટ 2006ના રોજ સ્કોટલેન્ડ વિરુદ્ધ કર્યું હતું. તેણે આયર્લેન્ડ માટે 23 વનડે રમી, જેની 23 ઈનિંગમાં 35.42ની એવરેજથી 744 રન બનાવ્યા અને આ વચ્ચે તેણે 1 સદી અને 5 અડધી સદી ફટકારી છે. 

મોર્ગને ઈંગ્લેન્ડ માટે 189 વનડે મેચ રમી છે, જેની 176 ઈનિંગમાં 39.01ની એવરેજથી 5813 રન બનાવ્યા છે. આ વચ્ચે તેણે 10 સદી અને 36 અડધી સદી ફટકારી છે. તેણે ઈંગ્લેન્ડ માટે 16 ટેસ્ટ રમી, જેની 24 ઈનિંગમાં 700 રન બનાવ્યા છે. આ સમયે તે ઈંગ્લેન્ડની વનડે અને ટી20 ટીમનો કેપ્ટન છે. 

6. એડ જોયસ (ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ)
એડ જોયસ ડાબા હાથનો બેટ્સમેન છે, જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 77 વનડે મેચ રમી જેની 77 ઈનિંગમાં 38ની એવરેજથી 2622 રન પોતાના નામે કર્ય છે. આ વચ્ચે તેણે 6 સદી અને 15 અડધી સદી ફટકારી છે. 

તો આયર્લેન્ડ તરફથી તેણે 1 ટેસ્ટ, 61 વનડે અને 16 ટી20 મેચ રમી છે, જ્યારે ઈંગ્લેન્ડ માટે 17 વનડે અને 2 ટી20 મેચ રમી છે. 

7. કેપ્લર વેસેલ્સ (ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા)
કેપ્લર વેસેલ્સે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટની શરૂઆત ઓસ્ટ્રેલિયાથી કરી હતી. આ ડાબા હાથના બેટ્સમેને કુલ 40 ટેસ્ટ રમી જેની 71 ઈનિંગમાં 41ની એવરેજથી 2788 રન બનાવ્યા હતા. આ વચ્ચે તેણે 6 સદી અને 15 અડધી સદી ફટકારી હતી. 

તેણે કુલ 109 વનડે પણ રમી અને 3367 રન બનાવ્યા હતા. કેપ્લરે વર્ષ 1982-85 સુધી ઓસ્ટ્રેલિયા અને વર્ષ 1992-94 સુધી આફ્રિકા માટે ક્રિકેટ રમ્યો હતો. 

8. ગુલ મોહમ્મદ (ભારત, પાકિસ્તાન)
ડાબા હાથનો આ બેટ્સમેન ગુલ મોહમ્મદ ભારત માટે વર્ષ 1946-1952 સુધી ક્રિકેટ રમ્યો હતો. તેણે ભારત માટે 8 ટેસ્ટ રમી જેની 15 ઈનિંગમાં 11ની એવરેજથી 166 રન બનાવ્યા હતા. 

તેણે પાકિસ્તાન તરફતી એકમાત્ર ટેસ્ટ રમી જેની બે ઈનિંગમાં 39 રન બનાવ્યા હતા. 

9. આમિર ઇલાહી (ભારત, પાકિસ્તાન)
આમિર ઇલાહીએ પોતાનું પર્દાપણ ભારત તરફથી વર્ષ 1947માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ કર્યું હતું. તેણે ભારત માટે માત્ર એક ટેસ્ટ રમી જેની બે ઈનિંગમાં 17 રન બનાવ્યા હતા. 

લાહોર પાકિસ્તાનમાં જન્મેલા આમિરે વર્ષ 1952/53મા પાકિસ્તાન માટે લેગ સ્પિનર તરીકે 5 ટેસ્ટ રમી અને સાત વિકેટ ઝડપી હતી. 

10. ઇફ્તિખાર ખાન પટૌડી (ઈંગ્લેન્ડ, ભારત)
ઇફઅતિખાર અલી ખાન પટૌડીએ ઈંગ્લેન્ડ માટે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બહુ ચર્ચિત એશિઝ સિરીઝ રમી હતી. તેણે એશિઝમાં ઈંગ્લેન્ડ તરફથી પોતાનું પર્દાપણ કર્યું અને સદી ફટકારી હતી. ઈંગ્લેન્ડ માટે રમેલી ત્રણ મેચમાં તેણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 144 રન બનાવ્યા હતા. ત્યારબાદ તે 1946માં ટીમ ઈન્ડિયા તરફથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ રમ્યો હતો. 

તેણે પોતાની 6 ટેસ્ટની 10 ઈનિંગમાં 199 રન બનાવ્યા હતા. જેમાં ભારત તરફથી 3 ટેસ્ટની 5 ઈનિંગમાં 55 રન બનાવ્યા હતા. તેમણે 3 ટેસ્ટમાં ભારતની આગેવાની કરી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news