17 વર્ષ પછી ટીમ ઈન્ડિયા ફરી જીતશે T20 વર્લ્ડ કપનો ખિતાબ! આ ત્રણ કારણોથી છે દાવેદાર
T20 World Cup 2024: ભારતીય ટીમે 2007માં ટી20 વિશ્વકપ જીતી ઈતિહાસ રચી દીધો હતો. પરંતુ ત્યારબાદ ટીમ ઈન્ડિયા ક્યારેય આ ટ્રોફી જીતી શકી નથી. હવે રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા ટ્રોફી જીતવાના ઈરાદાથી મેદાનમાં ઉતરશે.
Trending Photos
T20 World Cup 2024: આઈપીએલ 2024ના સમયે જ્યારે ભારતીય ક્રિકેટ બોર્ડે વિશ્વકપ માટે ભારતીય ટીમની જાહેરાત કરી તો ટીમ પર સવાલ ઉઠવા લાગ્યા હતા. આઈપીએલમાં ઘણા ભારતીય ખેલાડીઓનું ફોર્મ ચિંતાનું વિષય હતું. રોહિત શર્માથી લઈને હાર્દિક પંડ્યા અને શિવમ દુબે, ટીમમાં પસંદગી બાદ ખરાબ પ્રદર્શન કરવા લાગ્યા હતા. પરંતુ માત્ર આઈપીએલના આધાર પર આકલન કરવું યોગ્ય નથી કે ટી20 વિશ્વકપમાં ભારત સારૂ પ્રદર્શન કરશે કે નહીં. વેસ્ટ ઈન્ડિઝ અને યુએસએનું વાતાવરણ અલગ છે, ત્યાંની પિચ અલગ છે. તેથી આવો જાણીએ કયાં ત્રણ કારણોથી ભારત 2024માં ટી20 વિશ્વકપની ટ્રોફી ઉઠાવી શકે છે. મહત્વનું છે કે ભારતે છેલ્લે 2007માં ટી20 વિશ્વકપ જીત્યો હતો, જેના 17 વર્ષ થઈ ગયા છે.
ભારતની પાસે છે ક્વોલિટી સ્પિનર્સ
તાજેતરમાં ન્યૂયોર્કમાં સ્થિત નસાઉ ક્રિકેટ સ્ટેડિયમની પિચ પર ભારતીય ટીમ પ્રેક્ટિસ કરતા જોવા મળી હતી. પરંતુ પિચ સપાટ જોવા મળી રહી છે, જેથી બોલ સરળતાથી બેટ પર આવવાનું અનુમાન છે. પરંતુ આ પિચ વિશેષ રૂપે સ્પિન બોલરો માટે મદદગાર રહી શકે છે. આવી સ્થિતિ આવી તો ભારતની પાસે યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, રવીન્દ્ર જાડેજા અને અક્ષર પટેલ જેવા વિશ્વ સ્તરીય સ્પિન બોલર છે. ચહલ અને કુલદીપની જોડી આઈપીએલમાં ક્રમશઃ 18 અને 16 વિકેટ લઈ આવ્યા છે. બીજીતરફ કુલદીપ માત્ર 35 મેચમાં 59 વિકેટ લઈ ચૂક્યો છે. આ સિવાય જાડેજા પાસે ખુબ અનુભવ છે.
દમદાર બેટિંગ ઓર્ડર
ક્રિકેટ જગતમાં તે માન્યતા ખુબ જૂની છે કે ભારત બોલિંગ માટે ઓછું અને વિશ્વ સ્તરીય બેટિંગ માટે ખુબ જાણીતું છે. ટી20 વિશ્વકપ 2024માં ભારત પાસે રોહિત શર્મા જેવો આક્રમક ઓપનર છે. જેણે અત્યાર સુધી દરેક ટી20 વિશ્વકપ રમ્યો છે. બીજીતરફ યશસ્વી જયસ્વાલ ભારત માટે માત્ર 17 ટી20 મુકાબલામાં 1 સદી અને 4 અડધી સદી ફટકારી 500 રનનો આંકડો પાર કરી ચૂક્યો છે. વિરાટ કોહલી પણ શાનદાર ફોર્મમાં છે, તો સૂર્યકુમાર યાદવ ગમે ત્યારે મેચનું પાસું પલટી શકે છે. આ સિવાય હાર્દિક પંડ્યા અને રિષભ પંત પણ હશે.
નિડર અને નિર્ભીક વલણ
2023 વનડે ક્રિકેટ વિશ્વકપને હજુ એક વર્ષ પણ થયું નથી. તે ટૂર્નામેન્ટમાં રોહિત શર્માએ નિડર બની બેટિંગ કરી અને દરેક મેચમાં ભારતને મજબૂત શરૂઆત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. આ કારણે 50 ઓવર વિશ્વકપમાં તેની સ્ટ્રાઇક રેટ 125થી વધુ રહી હતી. આ સિવાય જયસ્વાલ, સૂર્યકુમાર યાદવ અને રિષભ પંત નિડર બની રમવામાં માહેર છે. તો એક સ્પિન બોલર જ્યારે ફ્લાઇટેડ બોલ ફેંકે છે તો તેના પર સિક્સ લાગવાની વધુ સંભાવના રહે છે, પરંતુ આ બોલ પર લાલચમાં આવી બેટર પોતાની વિકેટ ગુમાવી દેતા હોય છે. આમ કરવામાં કુલદીપ અને ચહલની જોડી શાનદાર છે. તો જસપ્રીત બુમરાહ જેવો વિશ્વનો શાનદાર બોલર ભારતીય ટીમ પાસે છે. જે કોઈપણ સ્થિતિમાં ટીમને સફળતા અપાવી શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે