Asia Cup Hockey 2022: ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાપાનને 1-0 થી હરાવ્યું

બુધવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઇ રહેલી મેચમાં ભારતી ટીમ માટે રાજકુમાર પાલે પહેલો ગોલ કર્યો હતો. પોલએ ક્વાર્ટરની 7મી મિનિટમાં ગોલ તાકીને ભારતે 1-0 બઢત મેળવી લીધી હતી. આ પહેલાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સુપર 4 તબક્કાના અંતિમ રાઉન્ડ રોબિન લીગ મેચમાં 4-4 થી ડ્રો પર પુરી થઇ હતી.

Asia Cup Hockey 2022: ભારતે જીત્યો બ્રોન્ઝ મેડલ, જાપાનને 1-0 થી હરાવ્યું

Asia Cup Hockey: એશિયા કપ હોકીની ત્રીજા અને ચોથા સ્થાન માટે આજે ભારત અને જાપાન વચ્ચે મુકાબલો રમાયો હતો. તેમાં ભારતે જાપાનને 1-0 થી હરાવીને બ્રોન્ઝ મેડલ પોતાના નામે કરી લીધો છે. બીજી તરફ મલેશિયા આજે સાંજે ગોલ્ડ મેડલ માટે દક્ષિણ કોરિયા સાથે રમશે. ગત ચેમ્પિયન ભારત આ વર્ષે એક યુવા ટીમ સાથે એશિયા કપ રમવા ઉતર્યું હતું. પૂર્વ હોકી દિગ્ગજ સરદાર સિંહને પહેલીવાર કોચના રૂપમાં ટીમની કમાન સોંપી હતી. 

— Hockey India (@TheHockeyIndia) June 1, 2022

બુધવારે ઇન્ડોનેશિયાના જકાર્તામાં રમાઇ રહેલી મેચમાં ભારતી ટીમ માટે રાજકુમાર પાલે પહેલો ગોલ કર્યો હતો. પોલએ ક્વાર્ટરની 7મી મિનિટમાં ગોલ તાકીને ભારતે 1-0 બઢત મેળવી લીધી હતી. આ પહેલાં ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે સુપર 4 તબક્કાના અંતિમ રાઉન્ડ રોબિન લીગ મેચમાં 4-4 થી ડ્રો પર પુરી થઇ હતી. આ મેચમાં ભારતીય ટીમ માટે ફાઇનલ દ્રષ્ટિએ ખૂબ મહત્વપૂર્ણ હતી.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news