Sushant Singh Rajput case: કોર્ટે રિયા ચક્રવર્તીને આપી વિદેશ જવાની પરવાનગી, માનવી પડશે આ શરત
તમને જણાવી દઇએ કે વર્ષ 2020 માં રિયા ચક્રવર્તી વિરૂદ્ધ એનસીબીએ એક કેસ દાખલ કર્યો હતો. આ કેસની તપાસમાટે તેમને 6,7,8 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી અને 8 સપ્ટેમ્બરના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે દિવસ કોર્ટે તેમને કસ્ટડીમાં મોકલી દીધી હતી.
Trending Photos
Sushant Singh Rajput Case: સુશાંત સિંહ રાજપૂત મોતના કેસ સાથે સંકળયેલા ડ્રગ્સ કેસમાં આરોપી અભિનેત્રી રિયા ચક્રવર્તીને મુંબઇની કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે તેમને સશર્ત વિદેશ જવાની પરવાનગી આપી છે. કોર્ટે કહ્યું કે અભિનેત્રીને અબૂ ધાબીના ઇન્ડીયન એમ્બેસી જઇને દરરોજ હાજરી લગાવવી પડશે અને તેને હાજરીની શીટને 6 જૂનના રોજ કોર્ટ સમક્ષ રજૂ કરવી પડશે. આ સાથે જ તેમને એડિશનલ સિક્યોરિટીના રૂપમાં કોર્ટની રજિસ્ટ્રીમાં 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે.
તમને જણાવી દઇએ કે એનસીબીએ ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી હતી અને તેના લીધે તેમનો પાસપોર્ટ પણ જમા કરવામાં આવ્યો હતો. રિયાના વકીલે કોર્ટમાં અરજી આપી હતી કે IIFA એવોર્ડ માટે 2 જૂનથી લઇને 8 જૂન સુધી અબૂ ધાબી જવું છે જેના માટે તેમને તેમનો પાસપોર્ટ આપવામાં આવે.
રિયા ચક્રવર્તીની અરજી
રિયાના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે આઇફાના નિર્દેશક અને સહ-સંસ્થાપકે રિયાને ગ્રીન કાર્પેટ પર ચાલનાર અને 3 જૂન 2022ના રોજ એક પુરસ્કાર આપવા અને 4 જૂનના રોજ મુખ્ય પુરસ્કાર સમારોહ દરમિયાન એક વાતચીતની મેજબાની કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે.
વકીલે કહ્યું કે હાલમાં ચાલી રહેલા આપરાધિક કેસ અને આસપાસની પરિસ્થિતિઓના કારણે રિયાને પહેલાં જ પોતાની એક્ટિંગ કેરિયરમાં મહત્વપૂર્ણ ઝટકા લાગ્યા છે અને નાણાકીય નુકસાન થયું છે. એટલા માટે આ પ્રકારના અવસર ફિલ્મ ઉદ્યોગમાં રિયાની ભવિષ્યની સંભાવનાઓ માટે અત્યંત મહત્વપૂર્ણ છે અને તેની આજીવિકા કમાવવાની ક્ષમતાને ખૂબ જ પ્રભાવિત કરે છે. આ ઉપરાંત રિયાના વૃદ્ધ માતા-પિતા પણ આર્થિકરૂપ તેના પર નિર્ભર છે.
કોર્ટે અરજીને સ્વિકારી લીધી અને રિયાને તેમનો પાસપોર્ટ આપવાના નિર્દેશ આપ્યા છે. કોર્ટે તેને 5 જૂન સુધી પાસપોર્ટનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે અને 6 તારીખે પાસપોર્ટ તપાસ અધિકારીને સોંપવા કહ્યું છે.
તમને જણાવી દઇએ કે વર્ષ 2020 માં રિયા ચક્રવર્તી વિરૂદ્ધ એનસીબીએ એક કેસ દાખલ કર્યો હતો. આ કેસની તપાસમાટે તેમને 6,7,8 સપ્ટેમ્બરના રોજ પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી અને 8 સપ્ટેમ્બરના રોજ તેમની ધરપકડ કરવામાં આવી હતી. તે દિવસ કોર્ટે તેમને કસ્ટડીમાં મોકલી દીધી હતી. ત્યારબાદ આગામી મહિને 7 ઓક્ટોબર 2020 ના રોજ હાઇકોર્ટે જામીન પર છોડી મુકી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે