જાણો કોણ છે ભારતની શૈલજા જૈન, જેણે ઈરાનની મહિલા ટીમને કબડ્ડીમાં અપાવ્યો ગોલ્ડ મેડલ

ભારતીય મહિલા કબડ્ડી ટીમ ઈરાનની ટીમ સામે એશિયન ગેમ્સની ફાઇનલ મેચમાં હારી ગઈ જેની કોચ ભારતીય હતી. 

જાણો કોણ છે ભારતની શૈલજા જૈન, જેણે ઈરાનની મહિલા ટીમને કબડ્ડીમાં અપાવ્યો ગોલ્ડ મેડલ

જકાર્તાઃ ઈન્ડોનેશિયામાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતીય કબડ્ડી ટીમને આ વખતે નિરાશા હાથ લાગી છે. પહેલા પુરૂષ ટીમ ફાઇનલમાં ન પહોંચી અને ત્યારબાદ મહિલા ટીમને ફાઇનલમાં ઇરાનના હાથે હાર મળી છે. ટીમને શુક્રવારે ફાઇનલમાં ઈરાન સામે હારીને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ઈરાને રોમાંચક મેચમાં 27-24થી પરાજય આપ્યો હતો. 

એશિયન ગેમ્સમાં આ પ્રથમવાર છે જ્યારે ભારત સિવાય અન્ટ ટીમોને ગોલ્ડ મેડલ મળ્યો છે. 2010માં મહિલા કબડ્ડીને એશિયન ગેમ્સમાં સામેલ કરવામાં આવ્યા ત્યારથી બે વખત ભારતે ગોલ્ડ મેડલ જીત્યો હતો. ઈરાનની જીતમાં ભારતીય ટીમની હારમાં મુખ્ય ભૂમિકા ઈરાની કબડ્ડી ટીમના કોચની છે જે ભારતીય છે. શૈલજા જૈન ઈરાની કબડ્ડી ટીમની કોચ છે. શૈલજા મહારાષ્ટ્રની છે અને તે 2016થી ઈરાન સાથે જોડાયેલી છે. 

આસાન ન હતો ઈરાન જવાનો નિર્ણય
61 વર્ષની શૈલજા માટે ઈરાન સાથે જોડાવાનો નિર્ણય આસાન ન હતો. શરૂઆતમાં તે ઈરાન જવા માટે ઉત્સાહિત નહીં પણ ચિંતિત હતી. શાકાહારી ભોજન, ઈરાનમાં ડ્રેસ કોડ, ત્યાં મહિલાઓ સાથે થતો વ્યવહાર, આવી ઘણી ચિંતાઓ શૈલજાને હતી. પરંતુ શૈલજા ઈરાન ગઈ અને ત્યાંની મહિલા ટીમની કોચ પણ બની અને હવે તે સૌથી સફળ કોચ છે કારણ કે તેની ટીમે એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં શાનદાર ભારતીય ટીમને હરાવી છે. 

નાગપુરમાં જન્મેલી શૈલજાએ પોતાની માતાને જોઈને કબડ્ડી શીખી છે. તેણે કબડ્ડી, લંગડ, ખો-ખો, દોડ જેવી રમત રમી છે. પોતાની એક મિત્રને જોઈને તે કબડ્ડીમાં આવી હતી અને નેશનલ તથા યુનિવર્સિટી લેવલ સુધી કબડ્ડીમાં ભાગ લીધો હતો. 

ઈરાનની યુવતીઓની ફિટનેસ છે શાનદાર
ઈરાની યુવતીઓ વિશે શૈલજાનું કહેવું છે કે તેની ફિટનેસ શાનદાર છે. તે તમામ રમતો રમે છે જેમાં રગ્બી, ફુટબોલ, કરાટે, તાઇક્વાંડો અને માર્શલ આર્ટ્સ સામેલ છે. તેને શૈલજાએ માત્ર કબડ્ડીની ટેકનિક શિખવાડવાની જરૂર પડી હતી. 

ભારતની કોચ ન બનવા પર આમ કહ્યું શૈલજાએ
તે ભારતમાં કોચ કેમ ન બની, આ સવાલ તેણે કહ્યું જો આમ થયું હોત પરંતુ કોઇપણ ખટપટ વગર કોચિંગ આપવાનું પસંદ કરુ છું. તેનું કહેવું છે કે ઈરાનમાં બધુ તેના હાથમાં છે. કોઇ દખલ નથી. મારા હસ્તાક્ષર વિના અંતિમ 12ની પસંદગી પણ ન થઈ શકે હું એક વિજયી ટીમ ઈચ્છતી હતી. મેં એક વોટ્સએપ ગ્રુપ બનાવ્યું જેમાં પ્રેરણાત્મક સંદેશ આપતી હતી. પણ ટીમમાં ખેલાડીઓની પસંદગીને લઈને આક્રમક હતી. 

શૈલજા કહે છે કે તે ભારતને પ્રેમ કરે છે, ભારત તેનો દેશ છે પરંતુ તે કબડ્ડીને પણ પ્રેમ કરે છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news