OMG, 4 વર્ષથી પતિ પત્ની વચ્ચે હતાં શારીરિક સંબંધ, પણ ટેસ્ટમાં પત્ની નીકળી ...
જો કોઈ યુવતી લગ્નના ચાર વર્ષ બાદ પણ વર્જિન રહે તો દરેકને શોક લાગે. એ પણ જ્યારે કે દંપત્તિ ઘરમાં બાળકના આગમન માટે ધમપછાડા કરી રહ્યાં હોય.
Trending Photos
નવી દિલ્હી: જો કોઈ યુવતી લગ્નના ચાર વર્ષ બાદ પણ વર્જિન રહે તો દરેકને શોક લાગે. એ પણ જ્યારે કે દંપત્તિ ઘરમાં બાળકના આગમન માટે ધમપછાડા કરી રહ્યાં હોય. આ મામલો ચીનનો છે. એક એક યુવા કપલના લગ્નના ચાર વર્ષ વીતી ચૂક્યા હતાં. આ દરમિયાન બાળક માટે તેમની વચ્ચે શારીરિક સંબંધ પણ હતાં. પરંતુ આમ છતાં બાળક થતું નહતું. ત્યારબાદ પરેશાન થઈને તેમણે ડોક્ટર પાસે જવાનું વિચાર્યું. પરંતુ જ્યારે ડોક્ટરે ચેકઅપ કર્યુ તો રિઝલ્ટથી બધા ચોંકી ગયાં. તેમણે જણાવ્યું કે યુવતી તો હજુ પણ વર્જિન છે. આવું એટલા માટે કારણ કે બંને વચ્ચે ક્યારેક પ્રાકૃતિક રીતે સંબંધ બન્યાં જ નથી.
ચીનના અખબાર ગુયાંગ ઈવનિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ આ કપલ ચીનના દક્ષિણ પશ્ચિમ ગિજોઉ પ્રાંતના બિજે શહેરમાં રહે છે. પતિની ઉંમર 26 વર્ષ અને પત્નીની ઉંમર 24 વર્ષ છે. આ બંનેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં. આ દરમિયાન બંને વચ્ચે નિયમિત પણે શારીરિક સંબંધ પણ બંધાતા હતાં પરંતુ આમ છતાં ચાર વર્ષે બાળક ન થયું. ત્યારે તેઓ ડોક્ટર લ્યૂ હોંગમઈ પાસે પહોંચ્યાં.
તેમણે ટેસ્ટ કર્યાં અને મહિલા પાસે આ અંગે જાણકારી લીધી. ત્યારબાદ તેણે ડોક્ટરને જણાવ્યું કે તેણે જ્યારે પણ પતિ સાથે શારીરિક સંબંધ બાંધ્યા તો તેને ખુબ પીડા અને દર્દ થયું. ડોક્ટરે જણાવ્યું કે અનેક મહિલાઓ સાથે આવું થાય છે. તે સામાન્ય છે. ડોક્ટરે ત્યારબાદ યુવતી સાથે વાતચીત કરી તો માલુમ પડ્યું કે બંને સેક્સ અંગે લગભગ સાવ અજાણ હતાં.
આ બંને છેલ્લા ચાર વર્ષમાં એકવાર પણ પ્રાકૃતિ રીતે સેક્સ કર્યું જ નહતું. તેમના વચ્ચે જ્યારે પણ સંબંધ બન્યાં ત્યારે અપ્રાકૃતિક રીતે જ બન્યાં. આથી મહિલા હજુ પણ વર્જિન છે અને માતા બની શકી નથી. ડોક્ટરે જણાવ્યું કે આ કેસમાં પતિ કે પત્નીને ખબર જ નહતી કે બાળક પેદા કરવા માટે કઈ રીતે શારીરિક સંબંધ બનાવવામાં આવે. અનેક લોકો સાથે આ સમસ્યા થાય છે. ત્યારબાદ ડોક્ટરે બંનેને આ અંગે મહત્વની જાણકારી આપી અને થોડા મહિનાઓ બાદ યુવતી પ્રેગનન્ટ થઈ. બંનેએ ડોક્ટરને આ વાત જણાવી અને આ સાથે જ ડોક્ટરે મરઘીના 100 ઈંડા અને એક મરઘી પણ ભેટ આપી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે