બોલ ટેમ્પરિંગ સ્મિથ, વોર્નર, બેનક્રોફ્ટને ન મળી રાહત, પ્રતિબંધ યથાવત
ઓસ્ટ્રેલિયન ક્રિકેટર્સ એસોસિએશને સ્મિથ, વોર્નર અને બેનક્રોફ્ટ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી.
Trending Photos
સિડનીઃ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર અને કેમરૂન બેનક્રોફ્ટ પર સજા યથાવત રાખશે. જેનો મતલબ છે કે ત્રણેય ખેલાડીઓને પોતાનો પ્રતિબંધ પૂર્ણ કરવો પડશે. સ્મિથ-વોર્નર-બેનક્રોફ્ટ પર દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ કેપટાઉનમાં માર્ચમાં રમાયેલી ટેસ્ટ મેચમાં બોલ ટેમ્પરિંગ વિવાદને કારણે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
સ્મિથ અને વોર્ડર પર સીએએ એક-એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો તો બેનક્રોફ્ટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાનવવામાં આવ્યો હતો. તે આ વર્ષે ડિસેમ્બરમાં વાપસી કરી લેશે. પરંતુ સ્મિથ અને વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી માટે માર્ચ 2019 સુધી રાહ જોવી પડશે.
આ મામલે તપાસ માટે રચાયેલી સ્વતંત્ર સમિતિએ વિવાદ માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટની દરેક સ્થિતિમાં જીત મેળવવાની સંસ્કૃતિને જવાબદાર ઠેરવી હતી. સમિતિએ રિપોર્ટ બાદ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ એસોસિએશને સીએને ખેલાડીઓ પરથી પ્રતિબંધ હટાવવાની માંગ કરી હતી.
આ ખેલાડીઓનો પ્રતિબંધ હળવો કરવો કે નહીં આ મુદ્દા પર સીએએ ટેલીફોનના માધ્યમથી ચર્ચા માટે નિર્ણય કર્યો. સ્મિથ અને વોર્નર આ સમયે પોતાના પ્રતિબંધના આઠમાં મહિનામાં છે, જ્યારે બેનક્રોફ્ટનો પ્રતિબંધ ડિસેમ્બરમાં સમાપ્ત થઈ જશે.
સીએના કાર્યકારી ચેરમેન અર્લ એડિંગ્સે કહ્યું, અમારૂ માનવું છે કે ખેલાડીઓ પર લાગેલા પ્રતિબંધને ઓછો કરવાની ચર્ચા ત્રણેય ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન ટીમ પર દબાવ બનાવી શકે છે. તેવામાં સીએ પ્રતિબંધ ઘટાડવાનો ઈરાદો રાખતું નથી. એડિંગ્સનું તે માનવું છએ કે આ નિર્ણયથી એસીએને નિરાશા થઈ શકે છે. ખેલાડીઓનો પ્રતિબંધ ઓછો કરવાનો પ્રસ્તાવ રાખવા માટે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તેનો આભાર માને છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે