પેટાચૂંટણીના પરિણામ પર બોલી મમતા બેનર્જી, અંતની શરૂઆત થઈ ગઈ છે
તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ બહુજન સમાજ પાર્ટીની પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ તથા આરજેડી પ્રમુખ લાલૂ યાદવને ટ્વીટર પર શુભેચ્છા આપી છે.
- મમતાએ યૂપીમાં સફળતા માટે માયાવતી અને અખિલેશને આપી શુભેચ્છા
- મમતા બેનર્જીએ લાલૂ પ્રસાદ યાદવને પણ આપી શુભકામના
- યૂપી પેટાચૂંટણીમાં સપા અને બિહાર પેટાચૂંટણીમાં આરજેડીને મળી જીત
Trending Photos
નવી દિલ્હીઃ તૃણમૂલ કોંગ્રેસની પ્રમુખ મમતા બેનર્જીએ ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોજાયેલી પેટાચૂંટણીના પરિણામ આવ્યા બાદ બુધવારે ટ્વીટ કરીને કહ્યું કે, અંતની શરૂઆત થઈ ચુરી છે. તેમણે બસપા પ્રમુખ માયાવતી, સપા પ્રમુખ અખિલેશ અને લાલૂ પ્રસાદ યાદવને ટ્વીટ કરીને પેટાચૂંટણીમાં વિજય મેળવવા બદલ શુભકામના આપી હતી. લાલૂએ તેનો જવાબ આપતા ટ્વીટમાં કહ્યું, આપણે એક સાથે મળીને લડી રહ્યાં છીએ. આપણે લડશું આપણે જીતીશું.. ધન્યવાદ દીદી.
પરિણામોની અસર આગામી લોકસભાની ચૂંટણી પર
માકપા સાંસદ મોહમ્મદ સલીમે પેટાચૂંટણીના પરિણામનું સ્વાગત કર્યું અને કહ્યું કે તેનો પ્રભાવ આગામી વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણી પર પડશે. તેમણે જણાવ્યું, એસપી અને બીએસપીના સાથે આવવાથી મતદાતાઓને ઉત્તર પ્રદેશની અને કેન્દ્રની સરકાર વિરુદ્ધ પોતાનો ગુસ્સો વ્યક્ત કરવામાં મદદ મળી. આ પરિણામોની અસર 2019માં પડશે. સપા અને બસપા બંન્ને વચ્ચે મતભેદ રહ્યા હતા પરંતુ લોકતંત્રને બચાવવા અને ભાજપ અને તેની જનવિરોધી નીતિઓને પરાજીત કરવા માટે બંન્ને પાર્ટીઓ એકસાથે આવી છે.
માકપા નેતા ડી રાજાએ કહ્યું કે પરિણામોથી ખબર પડે છે કે ભાજપ અજેય નથી. તેમણે કહ્યું, આ પરિણામોની તમામ ધર્મ નિરપેક્ષ, લોકતાંત્રિક પાર્ટીઓના વિચાર પર પ્રભાવ પડશે જેથી તે ભાજપને પરાજીત કરવાના લક્ષ્યથી એક સરખી ચૂંટણી રણનીતિ બનાવી શકે.
તમને જણાવી દઈએ કે સમાજવાદી પાર્ટીએ ગોરખપુર અને ફૂલપુર લોકસભા પેટાચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બંન્ને સીટો પર સપાનો વિજય થયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે