ટી-20માં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે યુવરાજને પછાડી નંબર 1 બન્યો રોહિત

શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહેલા રોહિતે ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારવાને મામલે યુવરાજને પાછળ રાખી દીધો છે. 

 ટી-20માં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે યુવરાજને પછાડી નંબર 1 બન્યો રોહિત

નવી દિલ્હીઃ વિરાટ કોહલીના સ્થાને ટીમ ઈન્ડિયાની કમાન સંભાલી રહેલો રોતિસ શર્મા આખરે ફોર્મમાં આવી ગયો. છેલ્લી ઘણી ઇનિંગમાં ફ્લોપ રહેલો રોહિત શર્મા બાંગ્લાદેશ સામે વિસ્ફોટક અંદાજમાં જોવા મળ્યો હતો. અર્ધસદી સુધી તે ધીમે રમ્યો પરંતુ અર્ધસદી પુરી થતા આક્રમક બેટિંગ કરી. તેણે 61 બોલમાં 89 રન ફટકાર્યા. જેમાં 5 સિક્સ અને 5 ફોરનો સમાવેશ થાય છે. 

આ સાથે રોહિતે ટી20માં સૌથી વધુ સિક્સ ફટકારવા મામલે યુવરાજને પાછળ રાખી દીધો. રોહિતના નામે હવે ટી20માં 75 સિક્સ થઈ ગઈ છે. તેણે આ મેચમાં 5 સિક્સ ફટકારી. ટી20 ફોર્મેટમાં તે સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. તેણે યુવરાજનો રેકોર્ડ તોડી દીધો છે. 

ટીમ ઈન્ડિયા તરફથી સૌથી વધુ સિક્સ ફટકારના ખેલાડી 
રોહિત શર્મા       75
યુવરાજ સિંહ       74
સુરેસ રૈના         54
એમ એસ ધોની      46
વિરાટ કોહલી     41

રોહિત શર્માએ ટી20માં પોતાની 13મી અડધી સદી નોંધાવી. તેની પાસે અંતિમ ઓવરમાં સદી ફટકારવાનો મોકો હતો પરંતુ તે 89 રન બનાવી રન આઉટ થયો હતો. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news