Archer Girl : હતાશ દીકરીને આ ગુજ્જુ દાનવીરે ઉડવા માટે આપી પાંખો, 3 લાખની કરી મદદ

Gujarat golden girl : હિંમતનગર તાલુકાના હાપા ગામની આર્ચરીમાં સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવનારી દીકરીને નેશનલ કક્ષાએ રમવા જવા માટે ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા સહાય કરી આઠમની ઉજવણી કરી હતી. દેશમાં આર્ચરીમાં દીકરીઓ હવે આગળ આવી રહી છે. ઓલિમ્પિક અને પેરાલોમ્પિકમાં ભારતનો દેખાવ ઉજજ્વળ રહ્યો હતો.   

Archer Girl : હતાશ દીકરીને આ ગુજ્જુ દાનવીરે ઉડવા માટે આપી પાંખો, 3 લાખની કરી મદદ

Sabarkantha News : દાનવીર ખરો એને જ કહેવાય જે ખરા ટાણે કામ આવે.. ગુજરાતમાં અનેક દાનવીરો છે પણ સાબરકાંઠામાં એક જ અવાજે કોઈ પણ જગ્યાએ મદદ માટે પહોંચી જતો કોઈ દાનવીર હોય તો એ બી. ઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા છે. 

માં આદ્યશક્તિનું ઉપાસનાનું પર્વ હાલમાં ચાલી રહ્યું છે. આ સમયે માની ભક્તિ અને શક્તિની ઉપાસના કરવામાં આવે છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ આ પર્વની એક અનોખી ઉજવણી કરી હતી.  હિંમતનગર તાલુકાના હાપા ગામની દીકરી શ્વેતાબા રાઠોડ સાબર સ્ટેડિયમમાં અભ્યાસ કરે છે. આ દીકરી બા શ્વેતાબા રાઠોડે આર્ચરીમાં સ્ટેટ કક્ષાએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે. જો કે નેશનલ કક્ષાએ રમવા જવા માટે આ પરિવારની આર્થિક સ્થિતિ એટલી સબળ ના હોવાથી તૈયારી માટેના ઇક્વિપમેન્ટ ન હોવાથી આ પરિવાર હતાશામાં ગરકાવ થયો હતો. આ વાતની જાણ બી. ઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાને થતાં તેઓ આઠમની રાત્રે હાપા ગામે પહોંચ્યા હતા. 

Add Zee News as a Preferred Source

આર્ચરીમાં ગોલ્ડ મેડલ વિજેતા બનેલા શ્વેતાબા રાઠોડને મળી અને આર્ચરી માટેના ઈક્વિપમેન્ટ ખરીદવા માટે ત્રણ લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. તો આગામી સમયમાં તેમને કોઈપણ જાતની જરૂર હોય તો તમામ નાણાકીય સહાય આપવાની તેમણે આ પ્રસંગે જાહેરાત કરતા હાપા ગામના લોકોએ તેમનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે ભુપેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે નવરાત્રી એ મા શક્તિની ઉપાસનાનું પર્વ છે અને આ દીકરીની આર્થિક મદદ કરી તેમણે એક રીતે શક્તિની ઉપાસના જ કરી છે. આ તો ફક્ત ઉદાહરણ છે. સાબરકાંઠા જિલ્લામાં સમૂહ લગ્ન હોય, શિક્ષણ હોય કે કોઈ ગરીબ પરિવારને આર્થિક મદદની જરૂર હોય તો ભૂપેન્દ્રસિંહ ઝાલા સમક્ષ ફેલાવેલો હાથ ક્યારેય ખાલી હાથે પરત ફરતો નથી.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news