himmat nagar

હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર ભયાવહ દ્રશ્યો, એક દર્દી ખાટલામાં અને એક દર્દી જમીન પર...

  • સિવિલના ક્વાર્ટસથી મેડિકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી
  • સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ માટે કોઈ માહિતી લખવામાં નથી આવી

May 7, 2021, 10:56 AM IST

દર્દીઓ અને મોતનો આંકડો વધતા ગુજરાતના આ શહેરે વધાર્યું સ્વૈચ્છિક લોકડાઉન

  • પ્રાંતિજ, હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા બાદ હવે વડાલી શહેરમાં આજથી સ્વયંભૂ બંધ પાળવામાં આવશે
  • સાબરકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાકમાં 104 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા, 9 દર્દીના મોત નિપજ્યાં

May 2, 2021, 11:16 AM IST

રામ મંદિર માટે પોતાના લગ્નના ચાંલ્લાની રકમ દાન કરશે આ ગુજરાતી યુવક

  • હિમતનગરમાં ચૌહાણ પરિવારે પોતાના પુત્રના લગ્નમાં આવનાર ચાંદલાની રકમને શ્રીરામ મંદિરના નિર્માણમાં નિધિ તરીકે આપવાનું નક્કી કર્યું

Feb 5, 2021, 12:36 PM IST

હિંમતનગર સિવિલે હોસ્પિટલે તંત્રને કહ્યું, જાણ કર્યા વગર દર્દીઓને અહી ન મોકલો, અમારી પાસે ઓક્સિજન નથી

  • જીએમઈઆરએસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલમાં 100 બેડની કોવિડ હોસ્પિટલ કાર્યરત છે.
  • આ હોસ્પિટલમાં ઓક્સિજન સિસ્ટમની કેપેસિટીથી વધુ અંદાજે 50 થી 60 દર્દીઓ ઓક્સિજનની સારવાર લઈ રહ્યાં છે

Sep 22, 2020, 10:07 AM IST

બીમાર નવજાતની મદદે દોડી આવ્યા હિંમતનગરના પીએસઆઈ, માતાપિતા હોસ્પિટલમાં મૂકીને ભાગી ગયા

પોલીસ કર્મચારીઓ માનવતા દાખવતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. હિંમત નગરની એક હોસ્પિટલમાં નવજાત બાળકીને જન્મ આપનાર માતાપિતા તો તેને બીમાર મૂકીને ભાગી ગયા, પણ એક પીએસઆઈ બાળક માટે દોડી આવ્યા હતા. બાળકને કરાવવાની સર્જરીનો તમામ ખર્ચ આપવાની વાત કરી પીએસઆઈ બાળકના વાલી બન્યા હતા. આમ, એક તરફ પોલીસે માનવતાનું ઉદાહરણ પૂરુ પાડ્યું, તો બીજી તરફ હોસ્પિટલના સ્ટાફે બાળકને મૂકીને ફરાર થઈ જનાર માતાપિતા પર ફીટકાર વરસાવ્યો હતો.

Sep 8, 2019, 02:41 PM IST

હવામાન ખાતાની આગાહી જુઓ, આજથી ચાર દિવસ કેવો રહેશે વરસાદ

ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વરસાદનું જોર હવે ગુજરાતમાં નબળુ પડવા લાગ્યું છે. હવામાન ખાતાની માહિતી મુજબ, આજથી 4 દિવસ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. 

Aug 17, 2019, 03:52 PM IST

Breaking : મોરબીમાં દીવાલ પડતા 7ના મોત, પોરબંદરમાં 3 માછીમારો ડૂબ્યા

મોરબીમાં દીવાલ નીચે દબાઈ જવાની ઘટનાથી સાત લોકોના મોત થયા છે. મોરબી બાપયાસ પાસે આવેલા મચ્છુનગર પાસે દીવાલ તૂટી પડી હતી. જેની નીચે કેટલાક લોકો દબાઈ ગયા હતા. આ ઘટનામાં 7 લોકોના મોત નિપજ્યા છે, તો બીજી તરફ 10 લોકોને દીવાલ નીચેથી કાઢવામાં આવ્યા હતા. આ ઘટના બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડતી થઈ હતી. તાત્કાલિક રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઈ હતી. આ ઘટનામાં મૃત્યુ આંક હજુ વધે તેવી શક્યતા છે. 

Aug 10, 2019, 04:02 PM IST

11ના મોત, 6000નું સ્થળાંતર : ગુજરાતના માથે હજી પણ આગામી 48 કલાક ભારે વરસાદનું સંકટ

રાજ્યમાં ગઈકાલથી સર્વત્ર વરસાદી માહોલ છે. ત્યારે હજી પણ અવિરત વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં હજી પણ ભારે વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક ભારે પડી શકે છે. આ 48 કલાકમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે.

Aug 10, 2019, 03:03 PM IST

રાજકોટમાં ધોધમાર વરસાદ : ન્યારી ડેમમાંથી પાણી છોડાતા 19 ગામોને એલર્ટ કરાયા

ગુજરાતમાં હાલ સર્વત્ર વરસાદ છે, જેમાં રાજકોટ પણ બાકાત નથી. રાજકોટમા 24 કલાકમાં 162 એમએમ વરસાદ પડ્યો છે. હજી પણ રાજકોટ શહેર જિલ્લામાં ધોધમાર વરસાદ ચાલુ છે. જેને પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. રાજકોટમાં આજે ભારે વરસાદને લઈને શહેરની અનેક સ્કૂલ અને કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. શહેર અને જિલ્લામાં સ્કૂલોના સંચાલકોએ વરસાદને પગલે આ નિર્ણય લીધો છે.

Aug 10, 2019, 10:53 AM IST

મોન્સૂન બ્રેકિંગ : બરવાળામાં 15 ઈંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગળતેશ્વરમાં 10 ઇંચ વરસાદ

રાજ્યમાં સાર્વત્રિક મેઘ મલ્હાર યથાવત. રાજ્યના 228 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ. બરવાળામાં 15 ઇંચ, મહુધા-ધંધુકામાં 13 ઈંચ, કડી-ગઢડામાં 12 ઈંચ, રાણપુર-ગલતેશ્વર માં 10 ઇંચ વરસાદ

Aug 10, 2019, 10:22 AM IST

અમદાવાદ : બોપલમાં સુધા ફ્લેટની દિવાલ પડી, 4 લોકોના મોત

અમદાવાદમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ વરસાદ અટકવાનુ નામ નથી લેતો. અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ત્યારે અમદાવાદના બોપલમાં દિવાલ ધરાશાયી થઈ છે. બોપલના સુધા ફ્લેટની દિવાલ પડતાં ચાર લોકોનાં મોત થયા છે. ત્યારે ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

Aug 10, 2019, 09:11 AM IST

સમગ્ર ગુજરાત વરસાદના બાનમાં, અમદાવાદ પણ પાણી પાણી, 26 ટ્રેન કેન્સલ કરાઈ

ભારે વરસાદે સમગ્ર ગુજરાતને બાનમાં લઈ લીધું છે. ગુજરાતભરમાં હાલ ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના ભાગ્યે જ કોઈ એવા વિસ્તાર હશે, જ્યાં વરસાદ નહિ હોય. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 239 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં 8 ઈંચ વરસાદ પડ્યો છે. જેને કારણે મેગા સિટીમાં અનેક સ્થળોએ પાણી ભરાયા છે. રાજકોટમાં પણ વરસાદ અનરાધાર 7 ઇંચ વરસાદ વરસ્યો છે. ભાવનગર પંથક પણ 7 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું છે. તો બોટાદ પંથકમાં 10 થી 15 ઇંચ વરસાદ ખાબક્યો છે.

Aug 10, 2019, 08:28 AM IST

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘમહેર, કપરાડમાં 4 ઈંચ, ઉનામાં 5 ઈંચ વરસાદ

હવામાન વિભાગની રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી વચ્ચે સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળ્યું છે. રાજ્યમાં સવારથી અત્યાર સુધીમાં 85 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સવારે 10-12 બે કલાકમા સુરતના મરોલીમા 2 ઈંચ વરસાદ અને ગીર સોમનાથના ગીર ગઢડામા 1 ઈંચ વરસાદ નોંધાયો છે. તો વલસાડના પારડીમાં, વાપીમાં નવસારીના ચીખલીમા 1 ઈંચ, અમરેલીના લાઠી-વાડીયામાં પણ 1 ઈંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં સૌથી વધુ કપરાડામા 4 ઈંચ, જ્યારે કે વલસાડના પારડીમાં 3.5 ઈંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. 

Aug 2, 2019, 01:50 PM IST

9.5 ઈંચ વરસાદ બાદ વાવના વાવડી ગામમાં ઘરોમાં પાણી ઘૂસ્યા, સવારથી લોકો ભૂખ્યાં-તરસ્યાં

છેલ્લાં 24 કલાકમાં ગુજરાતમાં સર્વત્ર બહુ જ સારો વરસાદ નોંધાયો છે. બનાસકાંઠાના વાવ પંથકમાં 9.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. પરંતુ ભારે વરસાદ બાદ વાવના લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. 9.5 ઈંચ વરસાદથી સમગ્ર વાવ પંથક પાણીપાણી થઈ ગયું છે. અનેક ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, તો રસ્તાઓ પણ પાણીમાં ગરકાવ થયેલા જોવા મળી રહ્યાં છે.

Jul 29, 2019, 11:49 AM IST

9.5 ઈંચ વરસાદથી જળબંબાકાર બન્યું વાવ, આખેઆખા ગામોમાં વરસાદના પાણી ઘૂસ્યા

ગુજરાતમાં હવે સર્વત્ર ચોમાસાનો માહોલ જામ્યો છે. ગુજરાતમાં સર્વત્ર સારો વરસાદ વરસાદ એક તરફ ખેડૂતો તો બીજી તરફ લોકોમાં આનંદ છવાયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ૧૨૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વાવમાં 8 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે. 

Jul 29, 2019, 09:19 AM IST

આગામી ચાર દિવસમાં ગુજરાતમાં સર્વત્ર વરસાદની હવામાન વિભાગની આગાહી

સમગ્ર ગુજરાત માટે આવ્યા રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. આગામી ચાર દિવસ રાજ્યમાં સર્વત્ર વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં હવાનું હળવું દબાણ સર્જાયા હોવાને કારણે વરસાદની આશંકા છે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની પણ અસર જોવા મળશે. 

Jul 27, 2019, 02:56 PM IST

સૌરાષ્ટ્રમાં ઠેરઠેર વરસાદ : ઉનામાં 2 પશુપાલક યુવકો પર વીજળી પડી, એકની હાલત ગંભીર

મધ્ય ગુજરાત તથા ઉત્તર ગુજરાત સાવ કોરા છે, ત્યાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેરબાન થયો છે. સૌરાષ્ટ્રના અનેક પંથકમાં બે દિવસથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે ગીર-સોમનાથના ઉના પાસે એક ગામમાં વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટનામાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ થયો છે. 

Jul 24, 2019, 04:13 PM IST

હવામાન વિભાગની આગાહી, આ દિવસોમાં ગુજરાતમાં પડશે ભારેથી અતિ ભારે વરસાદ

અસહ્ય બફારા અને ગરમી વચ્ચે વરસાદની રાહ જોઈ રહેલા લોકો માટે સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર, આગામી 28 અને 29 જુલાઈના રોજ ભારેથી અતિ ભારે વરસાદના આગાહી કરવામા આવી છે. 

Jul 24, 2019, 01:21 PM IST

મોડી રાતથી ગુજરાતમાં અનેક વિસ્તારોમાં વરસાદની રિ-એન્ટ્રી, હવામાન વિભાગે પણ કરી આગાહી

ગુજરાતમાં આખરે વરસાદે ભીની દસ્તક આપી છે. 15 દિવસના વિરામ બાદ શનિવારે રાજ્યના 20 જિલ્લાના 43 તાલુકામાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. જેમાં મેઘરાજાની પધરામણીથી લોકોને તો હાશકારો થયો જ છે, પણ સૌથી મોટી રાહત ખેડૂતોને થઈ છે. કારણ કે, વિરામ બાદ વરસાદ આવતા વાવેતરને જીવનદાન મળ્યું છે. 

Jul 21, 2019, 08:30 AM IST