WI vs ENG: ગેલની વિસ્ફોટક ઈનિંગ, વેસ્ટઈન્ડિઝ જીત્યું, તૂટ્યા ઘણા વિશ્વ રેકોર્ડ

યૂનિવર્સ બોસ કહેવાતા ક્રિસ ગેલે ઈંગ્લેન્ડ વિરુદ્ધ વધુ એક જોરદાર ઈનિંગ રમી હતી. તેણે 77 રનની તોફાની ઈનિંગમાં 19 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. 

 WI vs ENG: ગેલની વિસ્ફોટક ઈનિંગ, વેસ્ટઈન્ડિઝ જીત્યું, તૂટ્યા ઘણા વિશ્વ રેકોર્ડ

નવી દિલ્હીઃ વિસ્ફોટક ફોર્મમાં ચાલી રહેલા ક્રિસ ગેલે વધુ એક શાનદાર ઈનિંગ રમી છે. ગ્રોસ આઇસલેટ મેદાન પર ઈંગ્લેન્ડ વિરુદ્ધ સિરીઝના 5માં અને અંતિમ મેચમાં 5 ફોર અને 9 સિક્સ ફટકારતા માત્ર 27 બોલમાં 77 રન ફટકારી દીધા હતા. તેની તોફાની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે આપેલા માત્ર 114 રનના લક્ષ્યને 12.1 ઓવરમાં હાસિલ કરી લીધો હતો. આ પહેલા ઓશાને થોમસની (21 રનમાં 5 વિકેટ)ની ઘાતક બોલિંગને કારણે ઈંગ્લેન્ડ માત્ર 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. 

આસાન લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી યજમાન ટીમને યૂનિવર્સ બોસના નામથી જાણીતા ગેલે આક્રમક શરૂઆત અપાવી હતી. પ્રથમ ઓવરમાં તેણે બે ફોર અને એક સિક્સ ફટકારી હતી. તેની તોફાની ઈનિંગનો અંદાજ માત્ર તે વાત પરથી લગાવી શકાય કે, તેણે માત્ર 19 બોલમાં અડધી સદી પૂરી કરી હતી. 8મી ઓવરના છેલ્લા બોલ પર જ્યારે ગેલને માર્કવુડે બોલ્ડ કર્યો ત્યારે વેસ્ટઈન્ડિઝે 93 રન બનાવી લીધા હતા. 

વેસ્ટઈન્ડિઝ તરફથી સૌથી ઝડપી અડધી સદી
આ વેસ્ટઈન્ડિઝ તરફથી વનડેમાં ફટકારવામાં આવેલા સૌથી ઝડપી અડધી સદી છે. ગેલે ડેરેન સેમીના 20 બોલના રેકોર્ડને તોડ્યો હતો. સેમીએ 24 મે, 2010માં આફ્રિકા વિરુદ્ધ એન્ટિગામાં આ રેકોર્ડ બનાવ્યો હતો. સૌથી ઝડપી અડધી સદીના રેકોર્ડની વાત કરીએ તો તે આફ્રિકાના એબી ડિવિલિયર્સના નામે છે. તેણે 2015માં 16 બોલમાં અડધી સદી અને 31 બોલમાં સદી ફટકારી હતી. 

સિરીઝમાં બનાવ્યા 424 રન
ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપ બાદ સંન્યાસની જાહેરાત કરી ચુકેલા ગેલે આ 5 મેચોની સિરીઝમાં 4 ઈનિગંમાં 424 રન બનાવતા મેન ઓફ ધ સિરીઝનો એવોર્ડ જીત્યો હતો. આ દરમિયાન તેની એવરેજ 106 અને સ્ટ્રાઇક રેટ 134.17ની રહી હતી. તેણે બે સદી અને બે અડધી સદી ફટકારી હતી. તેના ફોર્મનો અંદાજ તે વાત પરથી લગાવી શકાય કે, તેણે સિરીઝમાં ચોક્કાથી વધુ છગ્ગા (20 ફોર અને 39 સિક્સ) ફટકાર્યા હતા. 

બન્યા આ વિશ્વ રેકોર્ડ
- ગેલે સિરીઝની 4 ઈનિંગમાં 39 સિક્સ ફટકારી. તેણે રોહિત શર્મા (2015માં 6 ઈનિંગમાં 23 સિક્સ વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા)ના દ્વિપક્ષીય વનડે સિરીઝમાં ફટકારેલા છગ્ગાનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો. 

- વનડેમાં મેન ઓફ ધ સિરીઝ જીતનાર સૌથી મોટી ઉંમરના ખેલાડીના મામલામાં ગેલ (39 વર્ષ 162 દિવસ)એ ઇમરાન તાહિર (39 વર્ષ 162 દિવસ)ના રેકોર્ડની બરોબરી કરી. 

- આ સિરીઝમાં ગેલે મોઇન અલીને 11 સિક્સ ફટકારી. આ કોઈપણ વનડે સિરીઝમાં કોઈપણ બોલરેને ફટકારેલા સૌથી વધુ છગ્ગા છે. 

- તેણે સિરીઝમાં 424 રન બનાવ્યા. તે પણ માત્ર 4 ઈનિંગમાં. આ કોઈપણ વનડે સિરીઝ દરમિયાન 4 ઈનિંગમાં બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news