સુધીરે પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતી ઈતિહાસ રચ્યો, મુરલીને લોંગ જમ્પમાં સિલ્વર, જાણો મેડલ ટેલી
કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ રચ્યો. તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આ કારનામું કર્યું. ભારત પાસે હવે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 6 ગોલ્ડ મેડલ આવ્યા છે. સુધારે 212 કિલોગ્રામ વજન ઉચક્યું અને ગોલ્ડ પોતાના નામે કર્યો. પહેલીવાર ભારતે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે.
Trending Photos
Sudhir Win Gold in Commonwealth Games 2022: કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટર સુધીરે ઈતિહાસ રચ્યો. તેમણે ભારત માટે ગોલ્ડ મેડલ જીતીને આ કારનામું કર્યું. ભારત પાસે હવે કોમનવેલ્થ ગેમ્સમાં કુલ 6 ગોલ્ડ મેડલ આવ્યા છે. સુધારે 212 કિલોગ્રામ વજન ઉચક્યું અને ગોલ્ડ પોતાના નામે કર્યો. પહેલીવાર ભારતે આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો છે. બીજી બાજુ મુરલીએ પણ વિશેષ ઉપલબ્ધિ મેળવતા લોંગ જમ્પમાં સિલ્વર મેડલ જીત્યો છે.
સુધીરે જીત્યો ગોલ્ડ
સુધીર ભારત માટે પેરા પાવરલિફ્ટિંગમાં સુવર્ણ જીતનારા પહેલા એથલિટ બન્યા છે. સુધીર કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનારા પહેલા ભારતીય છે. તેમણે પોતાના બીજા પ્રયત્નમાં 212 કિલોગ્રામ વજન ઉઠાવીને રેકોર્ડ 134.5 અંક સાથે ગોલ્ડ જીત્યો જો કે અંતિમ પ્રયત્નમાં 217 કિલોગ્રામ વજન ઉઠાવવામાં તેઓ સફળ થયા નહીં. નાઈજીરિયાના ઈકેચુકવું ક્રિસ્ટિયન ઉબિચુકવુંએ 133.6 અંક સાથે સિલ્વર મેડલ જીત્યો જ્યારે સ્કોટલેન્ડના મિકી યુલેએ 130.9 અંક સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ક્રિસ્ટિયને 197 કિલોગ્રામ જ્યારે યુલેએ 192 કિલોગ્રામ વજન ઉઠાવ્યું હતું.
#CommonwealthGames : સુધીર કોમનવેલ્થ ગેમ્સમાં પેરા પાવરલિફ્ટિંગમાં ગોલ્ડ જીતનારા પહેલા ભારતીય
- CWG 2022 para-sports medal#Gold #Sudhir #CommonwealthGames2022 #ParaPowerlifting #ZEE24Kalak pic.twitter.com/u0uE1f07cI
— Zee 24 Kalak (@Zee24Kalak) August 5, 2022
મુરલીએ જીત્યો સિલ્વર
લોંગ જમ્પમાં મુરલી શ્રીશંકરે પણ ઈતિહાસ રચી નાખ્યો અને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો. અત્રે જણાવવાનું કે કોમનવેલ્થ ગેમ્સ 2022ની એથલેટિક્સ ઈવેન્ટમાં ભારતનો આ બીજો મેડલ છે. આ અગાઉ તેજસ્વીન શંકરે હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. શ્રીશંકર ઉપરાંત મોહમ્મદ અનીસ યાહિયા પણ ફાઈનલમાં પહોંચ્યા હતા પરંતુ તેઓ 7.98 ના બેસ્ટ જમ્પ સાથે પાંચમા નંબરે રહ્યાં. જ્યારે મુરલીએ 8.08 મીટરની બેસ્ટ છલાંગ લગાવીને આ ઉપલબ્ધિ મેળવી.
#CommonwealthGames22 : Men's Long Jump માં #MurliSreeShankar એ જીત્યો #Silver
- ભારતનો પહેલો ખેલાડી જેણે કોમનવેલ્થ ગેમ્સમાં #LongJump માં જીત્યો મેડલ#CWG22 #TeamIndia #India #History #CommonwealthGames2022 pic.twitter.com/AQtuwoHab7
— Zee 24 Kalak (@Zee24Kalak) August 5, 2022
બહામાસના લેકુઅન નેયરને આ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યો. તેણે પણ 8.08 મીટરની જ છલાંગ લગાવી હતી. જો કે હવાની ગતિ તે વખતે -0.1 હતી જ્યારે મુરલી વખતે તે +1.5 હતી. આ સાથે જ લેકુઅલનો બીજો બેસ્ટ અટેમ્પ શ્રીશંકરની સરખામણીમાં સારો હતો. આ જ કારણે સરખા અંક હોવા છતાં મુરલીને બીજું સ્થાન મળ્યું.
કોમનવેલ્થ ગેમ્સમાં અત્યાર સુધીમાં ભારતના પદકવીર
1. સંકેત મહાદેવ- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
2. ગુરુરાજા- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 61 કિલોગ્રામ)
3. મીરાબાઈ ચાનુ- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 49 કિલોગ્રામ)
4. બિંદિયારાની દેવી- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 55 કિલોગ્રામ)
5. જેરેમી લાલરિનુંગા- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 67 કિલોગ્રામ)
6. અચંતિા શેઉલી- ગોલ્ડ મેડલ (વેઈટલિફ્ટિંગ 73 કિલોગ્રામ)
7. સુશીલા દેવી- સિલ્વર મેડલ (જૂડો 48 કિલોગ્રામ)
8. વિજયકુમાર યાદવ- બ્રોન્ઝ મેડલ (જૂડો 60 કિલોગ્રામ)
9. હરજિંદર કૌર- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 71 કિલોગ્રામ)
10. વીમેન્સ ટીમ- ગોલ્ડ મેડલ (લોન બોલ્સ)
11. મેન ટીમ- ગોલ્ડ મેડલ (ટેબલ ટેનિસ)
12. વિકાસ ઠાકુર- સિલ્વર મેડલ (વેઈટલિફ્ટિંગ 96 કિલોગ્રામ)
13. મિક્સ્ડ બેડમિન્ટન ટીમ- સિલ્વર મેડલ
14. લવપ્રીત સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109 કિલોગ્રામ)
15. સૌરવ ઘોષાલ- બ્રોન્ઝ મેડલ (સ્ક્વોશ)
16. તુલિકા માન- સિલ્વર મેડલ (જૂડો)
17. ગુરદીપ સિંહ- બ્રોન્ઝ મેડલ (વેઈટલિફ્ટિંગ 109+ કિલોગ્રામ કેટેગરી)
18. તેજસ્વીન શંકર- બ્રોન્ઝ મેડલ (હાઈજમ્પ)
19. મુરલી શ્રીશંકર- સિલ્વર મેડલ
20. સુધીર- ગોલ્ડ મેડલ (પેરા પાવરલિફ્ટિંગ)
ભારતને અત્યાર સુધીમાં મળ્યા કુલ 20 મેડલ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને અત્યાર સુધીમાં કુલ 20 મેડલ મળ્યા છે જેમાંથી છ ગોલ્ડ, સાત સિલ્વર અને સાત બ્રોન્ઝ મેડલ છે. ખાસ વાત એ છે કે તેમાંથી 10 મેડલ તો વેઈટલિફ્ટિંગમાં આવ્યા છે. જ્યારે જૂડોમાં 3 અને એથલેટિક્સમાં 2 મેડલ આવ્યા છે. આ સાથે જ લોન બોલ્સ, ટેબલ ટેનિસ, બેડમિન્ટન અને સ્ક્વોશ તથા પેરા પાવરલિફ્ટિંગમાં પણ ભારતને મેડલ મળ્યા છે. મેડલ ટેલીમાં 20 મેડલ સાથે ભારત સાતમા સ્થાને છે. પહેલા સ્થાને 50 ગોલ્ડ, 42 સિલ્વર, 40 બ્રોન્ઝ સહિત કુલ 132 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા છે. જ્યારે બીજા નંબરે 42 ગોલ્ડ 44 સિલ્વર અને 32 બ્રોન્ઝ સહિત કુલ 118 મેડલ સાથે ઈંગ્લેન્ડ છે. 17 ગોલ્ડ, 20 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 59 મેડલ સાથે કેનેડા ત્રીજા સ્થાને છે. 16 ગોલ્ડ સાથે ન્યૂઝીલેન્ડ ચોથા સ્થાને છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે